પંજાબના ભટીંડામાં વડાપ્રધાન મોદીની સુરક્ષામાં ખામી હોવાનો મુદ્દે રાજનીતિ ગરમ થઈ ગઈ છે. ભાજપ-કોંગ્રેસ સામ-સામે આવી ગયા છે ત્યારે ગુજરાત કોંગ્રેસનાં કાર્યકારી પ્રમુખ અને યુવા નેતા હાર્દિક પટેલે ઉપરાછાપરી ત્રણ ટ્વવિટ કરીને જવાબ આપ્યો છે અને પીએમ મોદી સહિત ભાજપને સવાલો કર્યા છે.
प्रधानमंत्री जी आप भूल रहे है,
आप की गलत नीतियों के कारण तीन काले कृषि कानून लागू हुए थे और इसी कारण 700 किसानों ने अपनी जान गंवाई। यह सब हुआ इसके कारण आज पंजाब में किसानों ने आप का विरोध किया है और आपको सुनने के लिए कोई आदमी भी नहीं आया। गंदी राजनीति कर देश को गुमराह ना करें।— Hardik Patel (@HardikPatel_) January 5, 2022
હાર્દિકે ટ્વિટ કરીને લખ્યું છે કે વડાપ્રધાન તમે ભૂલી રહ્યા છો. તમારી ખોટી નીતિઓને કારણે ત્રણ કાળા કૃષિ કાયદા લાગુ કરવામાં આવ્યા અને તેના કારણે 700 ખેડૂતોએ જીવ ગુમાવ્યો. આ બધું એટલા માટે થયું કે આજે પંજાબમાં ખેડૂતોએ તમારો વિરોધ કર્યો છે અને તમારી વાત સાંભળવા કોઈ આવ્યું નથી. ગંદી રાજનીતિ કરીને દેશને ગેરમાર્ગે દોરશો નહીં.
आप प्रधानमंत्री है, आपके साथ सुरक्षाकर्मी है, सिर्फ़ बीस मिनट किसानों ने रोका तो आपकी जान ख़तरे में आ गई ! निर्दोष आंदोलनकारियों को आपकी पुलिस बिना बताए उठा ले जाती है, धरना करने से पहले अरेस्ट करती है, घंटों तक स्टेशन में बिठाया जाता है, तब आंदोलनकारियों का क्या होता होगा ?
— Hardik Patel (@HardikPatel_) January 5, 2022
બીજા ટ્વિટમાં હાર્દિકે લખ્યું કે તમે વડાપ્રધાન છો, તમારી સાથે સુરક્ષાકર્મીઓ છે, ખેડૂતોએ તમને માત્ર વીસ મિનિટ રોક્યા તો તમારો જીવ જોખમમાં આવી ગયો! નિર્દોષ આંદોલનકારીઓને તમારી પોલીસ તેમને જાણ કર્યા વિના ઉપાડી જાય છે, ધરણા કરતા પહેલા તેમની ધરપકડ કરવામાં આવે છે, તેમને કલાકો સુધી સ્ટેશનમાં બેસાડવામાં આવે છે, તો ત્યારે આંદોલનકારીઓનું શું થતું હશે?
2017 के विधानसभा चुनाव में बनासकाँठा ज़िले में श्री राहुल गांधी जी पर भाजपा के कार्यकर्ता ने पत्थर मारा था और जानलेवा हमला किया था, तब भाजपा ने हमलावर को बचाने का काम किया था। हम सब जानते है की भाजपा अपनी राजनीति और सत्ता बचाने के लिए किसी भी हद को पार कर सकती हैं।
— Hardik Patel (@HardikPatel_) January 5, 2022
વધુ એક ટ્વિટમાં હાર્દિકે લખ્યું કે 2017ની વિધાનસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી પર બનાસકાંઠા જિલ્લામાં ભાજપના કાર્યકર દ્વારા પથ્થરમારો અને હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ ભાજપે હુમલાખોરને બચાવવાનું કામ કર્યું હતું. આપણે સૌ જાણો છે કે ભાજપ પોતાની રાજનીતિ અને સત્તા બચાવવા માટે કોઈપણ હદ વટાવી શકે છે.