પંજાબમાં વડાપ્રધાન મોદીની સુરક્ષામાં ચૂકને લઈ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલે કમલમ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં પંજાબની કોંગ્રેસ સરકાર પર અનેક આક્ષેપો કર્યા હતા. સીઆર પાટીલે કોંગ્રેસ સરકાર પર આરોપ મૂકતા જણાવ્યું છે કે વડાપ્રધાન પંજાબની રેલીને સંબોધન કરવા ગયા હતા ત્યારે હવાઈ માર્ગે જવાના હતા અને છેક છેલ્લી ઘડીએ રૂટ બદલાયો હતો. જેની જાણ ગણતરીના ઉચ્ચ અધિકારઓને જ હતી તો આંદોલનકારીને રૂટની જાણ કેવી રીતે થઈ તે વિશે પણ સીઆર પાટીલે પ્રશ્નો ઉઠાવ્યા છે.
પત્રકાર પરિષધને સંબોધતા સીઆર પાટીલે જણાવ્યું કે આ રુટ અંગે પંજાબના મુખ્ય સચિવ, ડીજીપીને જાણકારી હતી.સાઆઈડી અને ડીસીપી તરફથી રિપોર્ટ આપવામાં આવ્યો હતો અને છતાં પણ રિપોર્ટની અવગણના કરવામાં આવી હતી પંજાબ પોલીસ આંદોલનારીઓ સાથે ચા પીતી હતી.હસી મજાક કરતી હતી. સપોર્ટ કરતી હતી.આ રૂટ પર આવેલા આંદોન ખાલિસ્તાની ગેંગ પણ સક્રીય હતી. પંજાબ સરકાર અ અધિકારીઓએ આ વાતની પણ અવગણના કરી હતી.
તેમણે જણાવ્યું કે વડાપ્રધાનને બૂટ દેખાડનાર વ્યક્તિને એક લાખ ડોલરના ઈનામની જાહેરાત કરવામાં આવી હતી. આ જાણ હોવા છતાં પણ આંદોલનકારીઓને રૂટ પર આવવા દેવામાં આવ્યા હતા. પાકિસ્તાનથી પંજાબની આ બોર્ડર માત્ર દસ કિમી દુર હતી.આંદોલનકારીઓને રોકવાનો પ્રયત્ન કરાયો ન હતો. રૂટની આજુબાજુ એપાર્ટમેન્ટ હતા અને ત્યાંથી કોઈ પણ નિશાન સાધી શકતો હતો. પંજાબ સરકારની આમાં ઘોર નિષ્ફળતા છતી થઈ રહી છે.
તેમણે વધુમાં જણાવ્યું કે રૂટને સીલ કરવામાં આવે છે. પંજાબ સરકાર દ્વારા કોઈ પ્રયાસ કરવામાં આવ્યો ન હતો. સીએમએ કહ્યું છે કે આ અંગેનો રિપોર્ટ પ્રિયંકા ગાંધીને આપતો હતો. પ્રિયંકા ગાંધી કોંગ્રેસના કાર્યકર છે તો તેમને કેવી રીતે રિપોર્ટ આપતા હતા. પંજાબના મુખ્યમંત્રીએ ઉડાઉ જવાબ આપ્યા હતા. આ લોકશાહી દેશની અંદર વડાપ્રધાન જેવા લોકપ્રિય નેતા આવતા હોય તો તેમને સાંભળવા હજારો નહીં પણ લાખો લોકો આવે છે. લોકોને અટકાવવાના પ્રયાસો કરવામાં આવ્યા. તેને દેશ જરાય સાંખી લેશે નહીં.
તેમણે જણાવ્યું કે દેશમાં પહેલીવાર બન્યું છે કે વડાપ્રધાનના કાફલાને રોકવામાં આવ્યો. સ્ટીંગ ઓપરેશન થયા તેમાં પણ સ્પષ્ટ છે કે પંજાબ સરકાર દ્વારા જે વર્તન થયું , જે વાણી થઈ તે માટે કોંગ્રેસે દેશની માફી માંગવી જોઈએ. વડાપ્રધાનનો જીવ જોખમમાં આવે, વાતાવરણ ડહોળે તેવો પ્રયાસ કર્યો છે તો કોંગ્રેસે આના પરિણામ ભોગવવા પડશે. પત્રકાર પરિષધમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા.