Surat: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના રાત્રી રોકાણ સુરત ખાતે કરશેઃ માર્ગ અને મકાન વિભાગ દ્વારા તડામાર તૈયારીઓ
Surat દેશમાં સુરત શહેર સ્વચ્છતા અને સુંદરતામાં પહેલો અંક ધરાવે પરંતુ સરકારી ગેસ્ટ હાઉસ એટલે સર્કિટ હાઉસ સ્વચ્છતામાં પાછળ રહે ….? લાખો રૂપિયાનો ખર્ચો કરવા છતાં પણ સ્વચ્છતા માં સર્કિટ હાઉસના અધિકારીઓ રકરાખવમાં કોઈ જવાબદારી જ નથી જેના કારણે સર્કિટ હાઉસ હાલત ભારે કફોડી…..?
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારી સર્કિટ હાઉસમાં રાતની રોકાણ કરવાના લઈને સંપૂર્ણ તૈયારી સાથે રીનોવેશન શરૂ કરવામાં આવ્યું …..
દેશના લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે તા.૭મી માર્ચના રોજ સુરત ખાતે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત ગંગાસ્વરૂપા, વૃદ્ધ, દિવ્યાંગ સહાય યોજના તથા ગરીબ લાભાર્થી પરિવારોના અંદાજે બે લાખ લાભાર્થીઓને વિનામૂલ્યે અનાજના લાભોના વિતરણની શરૂઆત કરવામાં આવશે. અનેરા આનંદ ઉલ્લાસ સાથે સુરતીઓ વડાપ્રધાનને આવકારવા માટે સજ્જ બન્યા છે.
વડાપ્રધાન સુરત સરકીટ હાઉસ ખાતે રાત્રી રોકાણ કરશે. જેથી માર્ગ અને મકાન વિભાગ દ્વારા તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. જ્યાં તેઓ રોકાણ કરનાર છે એ રૂમ પર જરૂરી તમામ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. સરકીટ હાઉસની અંદર તથા બહારના ભાગે રંગરોગાન તથા રિનોવેશન કરવામાં આવી રહ્યું છે. ફૂલછોડના કુંડાઓથી પરિસરને વધુ આકર્ષક અને સુસજ્જ બનાવવામાં આવ્યું છે. ઉલ્લેખ બાબતે છે કે જ્યારે વી વીઆઈપી સુરતના સર્કિટ હાઉસ આવતા હોય છે ત્યારે સર્કિટ હાઉસ ચકાચક કરી દેવામાં આવે છે
પરંતુ આડા દિવસે સફાઈ કરવામાં સર્કિટ હાઉસના અધિકારીઓને સફાઈ કરવામાં કોઈ ઇન્ટરેસ્ટ રાખતા નથી કરોડો રૂપિયાનો ખર્ચો કરીને માર્ક મકાન વિભાગ દ્વારા તેની રકરખવ બાબતે લાખો રૂપિયાનો ખર્ચો કરાય છે દેશમાં સ્વચ્છ અને સુંદરતામાં સુરત શહેર પહેલો નંબર ધરાવે છે પરંતુ સુરત શહેરનો સરકારી ગેસ્ટ હાઉસ એટલે સર્કિટ હાઉસ સ્વચ્છતામાં પાછળ રહે છે હાલમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી આવી રહ્યા છે જેના લઈને સંપૂર્ણ સફાઈ અભિયાન સર્કિટ હાઉસમાં શરૂ થઈ ગયો છે અને સાથે રીનોવેશન પણ થયું છે આ કેટલા દિવસ રહેશે એ હવે જોવાનું રહેશે…..?