ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા આજે, 29 જાન્યુઆરી, 2023 ના રોજ લેવાનારી જુનિયર ક્લાર્કની ભરતીની પરીક્ષા રદ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ પરીક્ષાનું પેપર લીક થયા બાદ આ પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
પંચાયત જુનિયર ક્લાર્કની 3350 જગ્યાઓની ભરતી માટે 17 લાખ ઉમેદવારો આજે (રવિવાર), 29 જાન્યુઆરી, 2023 ના રોજ યોજાનારી પરીક્ષામાં બેસવાના હતા. સવારે 11 વાગ્યાથી પરીક્ષા યોજાવાની હતી તે પહેલા જ પેપર લીક થયાની જાણ થતાં પરીક્ષા રદ કરવામાં આવી હતી.