Nirbhaya Died 8th Day : ઝઘડિયાની નિર્ભયાનો 8 મા દિને શ્વાસ રૂંધાયો: પરિવારના આક્રંદ વચ્ચે ન્યાય માટેની લડત ચાલુ
નરાધમે બાળકીના ગુપ્તાંગમાં લોખંડનો સળિયો ઘુસાડી દીધો, જેના કારણે તેને ગંભીર ઈજાઓ થઈ
પોલીસના મતે, આ ગુનામાં સખત પુરાવા જમા કરી અને ફાસ્ટ-ટ્રેક કોર્ટમાં મામલો ચલાવી, બાળકીને ન્યાય અપાવવા માટે હવેથી દરેક પગલું ઝડપી લેવાશે
ભરૂચ, મંગળવાર
Nirbhaya Died 8th Day : ઝઘડિયામાં 16મી તારીખે બપોરે પાડોશમાં રહેતા યુવાને 10 વર્ષની માસૂમ બાળકીનું અપહરણ કરી નિર્જન જગ્યા પર લઈ જઈ અમાનુષીય અત્યાચારને અંજામ આપ્યો હતો. નરાધમે બાળકીના ગુપ્તાંગમાં લોખંડનો સળિયો ઘુસાડી દીધો, જેના કારણે તેને ગંભીર ઈજાઓ થઈ. આ નાછૂટક ઈજાઓને કારણે પહેલા ભરૂચ અને પછી વડોદરાની હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. 8 દિવસ સુધીઝઝૂમ્યા પછી, ગઈકાલે બાળકીએ અંતિમ શ્વાસ લીધો, જેના કારણે પરિવાર પર આભ તૂટી પડ્યું.
આરંભથી જ ગંભીર હાલત
ભરૂચ સિવિલ હોસ્પિટલમાં બાળકીને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ડૉ. ઝીલ શેઠે જણાવ્યું હતું કે બાળકીની સ્થિતિ અત્યંત ગંભીર હતી, અને તે “પાણી આપો, પાણી આપો” કહીને સતત કણસતી હતી. પ્રાથમિક સર્જરીમાં જ ખબર પડી કે આંતરડા સુધી પહોંચેલી ઈજાઓના કારણે તેના જીવવાની શક્યતા માત્ર એક ટકાથી પણ ઓછી હતી.
મોત પછી માતાની પોકાર
હોસ્પિટલમાં 8 દિવસ સુધી યાતનાવશ થઈ રહેલી બાળકીના મૃત્યુ બાદ સમાજમાં આક્રોશ વ્યાપી ગયો છે. માતાએ સરકાર પાસે નરાધમને જાહેરમાં ફાંસીની સજા આપવા માગણી કરી છે.
“આ ઘટના સાંભળી મારું હૃદય ધ્રુજતું થયું,” અનિતા ચૌહાણ કહે છે, “આ નરાધમને તાત્કાલિક ફાંસીની સજા આપવી જોઈએ.”
“કાયદો એવો કડક હોવો જોઈએ કે કોઈ નરાધમ આવું કૃત્ય કરતા પહેલા સો વખત વિચારે,” ઉર્વિબેન શાહનું કહેવું છે.
“અપરાધીઓને ફાસ્ટ-ટ્રેક કોર્ટમાં કડક સજા આપવામાં આવે,” નંદિની સેવકે જણાવ્યું.
તપાસમાં નવી વિગતો
આરોપી વિજય પાસવાનના રિમાન્ડ દરમિયાન પોલીસે જાણવા પ્રયત્ન કર્યો કે તેણે આ ક્રૂર કૃત્યમાં અન્ય કોઈની મદદ લીધી હતી કે નહીં. આરોપી પર કડક તપાસ માટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
પોલીસના મતે, આ ગુનામાં સખત પુરાવા જમા કરી અને ફાસ્ટ-ટ્રેક કોર્ટમાં મામલો ચલાવી, બાળકીને ન્યાય અપાવવા માટે હવેથી દરેક પગલું ઝડપી લેવાશે.
આવી ઘટના સમાજ માટે ચેતવણી છે કે ન્યાય અને કડક કાયદાકીય પગલાં એ જ એવા ક્રૂર નરાધમો સામે સાચી સજા આપી શકે છે.