Mudra loan yojna : સરકાર દ્વારા ગુજરાતમાં પાંચ વર્ષમાં રૂ. 70,000 કરોડની લોન મંજૂર: PM મુદ્રા યોજના અંતર્ગત કરોડો લોકોને મળ્યો ટેકો
Mudra loan yojna : નાના વેપારીઓ, સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સ અને યુવાનોને વ્યવસાય માટે સહાયરૂપ થવા માટે શરૂ કરાયેલી પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત, રાજ્ય સરકારે છેલ્લા પાંચ વર્ષમાં રૂ. 70 હજાર કરોડથી વધુની લોન મંજૂર કરી છે. આ યોજનાનો મુખ્ય હેતુ એવા લોકોને આર્થિક સહારું પૂરું પાડવાનો છે, જેઓ પાસે બેંકો પાસે ગેરંટી રાખીને લોન લેવાની ક્ષમતા નથી.
સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, વર્ષ 2020-21થી નવેમ્બર 2024 સુધી, ગુજરાતમાં કુલ ₹70,051 કરોડની લોન વિતરણ કરવામાં આવી છે. આ યોજનાનો લાભ લાખો લાભાર્થીઓએ ઉઠાવ્યો છે અને પોતાનો બિઝનેસ સ્થાપિત કર્યો છે.
વડાપ્રધાન મોદીનો મહત્વનો ઉલ્લેખ
હાલમાં યોજાયેલા સંવાદ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, છેલ્લા 10 વર્ષમાં મુદ્રા યોજના દ્વારા સમગ્ર દેશમાં ₹33 લાખ કરોડની ગેરંટી વગરની લોન આપવામાં આવી છે. આ યોજનાથી લોકોની આર્થિક સ્વતંત્રતા વધારવામાં આવી છે, પણ સામાજિક સમાવીશને પણ વેગ મળ્યો છે.
ગુજરાતમાં ખાતાધારકોની સંખ્યા 1.95 કરોડે પહોંચી
સરકારી આંકડા દર્શાવે છે કે વર્ષ 2020-21માં કુલ 1.42 કરોડ મુદ્રા લોનના ખાતાઓ ખોલવામાં આવ્યા હતા. જયારે આ સંખ્યા 2023-24માં વધી 1.95 કરોડ થઈ ગઈ છે. નવું આર્થિક વર્ષ શરૂ થતા નવેમ્બર 2024 સુધીમાં પણ 80.5 લાખ નવા ખાતા ઉમેરાયા છે.
લોન ફાળવણીમાં નોંધપાત્ર વૃદ્ધિ
પાંચ વર્ષમાં લોન ફાળવણીમાં 74 ટકાનો ઉછાળો નોંધાયો છે. જ્યાં 2020-21માં ₹11,239 કરોડની લોન મંજૂર થઈ હતી, ત્યાં 2023-24માં આ આંકડો ₹19,607 કરોડને પાર કરી ગયો છે. વર્ષ 2024-25 માટે નવેમ્બર સુધીમાં પણ ₹9,708 કરોડની લોન આપવામાં આવી છે.
દસ વર્ષમાં 11.10 કરોડ નોકરીઓનું સર્જન
PM મુદ્રા યોજના દ્વારા દેશભરમાં 11.10 કરોડથી વધુ નોકરીઓનું સર્જન થયું હોવાનું નીતિ આયોગના રિપોર્ટમાં જણાવાયું છે. આમાંથી 47% નોકરીઓ એસસી, એસટી અને ઓબીસી વર્ગના નાગરિકોને મળેલી છે. મોટાભાગની નોકરીઓ ઉત્પાદન, વેપાર અને સર્વિસ સેક્ટરમાં ઊભી થઈ છે.
પીએમ મુદ્રા યોજના શું છે?
એપ્રિલ 2015માં લોન્ચ થયેલી પીએમ મુદ્રા યોજના હેઠળ ગેરંટી વિના અને ઓછા વ્યાજ દરે લોન મળે છે. આ યોજના અંતર્ગત ત્રણ મુખ્ય કેટેગરી આવે છે:
શિશુ: ₹50,000 સુધી
કિશોર: ₹50,000 થી ₹5 લાખ
તરુણ: ₹5 લાખ થી ₹10 લાખ
તરુણ પ્લસ: ₹10 લાખ થી ₹20 લાખ
ગુજરાતમાં અનેક નાના વેપારીઓ અને સ્ટાર્ટઅપ્સે આ યોજના દ્વારા આત્મનિર્ભરતા પ્રાપ્ત કરી છે.