Mother suicide with children in Jamnagar : જામનગર: માતાએ ચાર સંતાન સાથે કૂવામાં ઝંપલાવ્યું, પાંચેયના દુખદ મોત
Mother suicide with children in Jamnagar : જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના સુમરા ગામમાં દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં એક માતાએ પોતાના ચાર સંતાનો સાથે કૂવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું.
ઘટનાની વિગતો:
32 વર્ષની ભાનુબેન જીવાભાઈ ટોરિયાએ પોતાના ચાર નાનાં બાળકો સાથે કૂવામાં કૂદીને આપઘાત કરી લીધો. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને સ્થાનિક પ્રશાસન ઘટનાસ્થળે દોડી આવ્યું અને તાત્કાલિક તપાસ શરૂ કરી.
મૃતકોની યાદી:
ભાનુબેન જીવાભાઈ ટોરિયા (32 વર્ષ)
આયુષ જીવાભાઈ ટોરિયા (10 વર્ષ)
આજુબેન ટોરિયા (8 વર્ષ)
આનંદીબેન ટોરિયા (4 વર્ષ)
ઋત્વિક ટોરિયા (3 વર્ષ)
આ દુખદ ઘટનાના કારણ અંગે હજી કોઈ સ્પષ્ટતા થઈ નથી. પોલીસે મૃતદેહોને પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.