Gujarat: ગુજરાતમાં 30 જાહેર સાહસોએ કરી 2500 કરોડની ખોટ, બંધ કરો આવા ધંધા?
Gujarat: વિધાનસભામાં રજૂ થયેલા કેગના 2023નો અહેવાલ રજૂ કર્યો છે. ગુજરાત સરકારના બોર્ડ-નિગમ અને સરકારી કંપનીઓની નાણાકીય પરિસ્થિતિ પર CAGએ ટીકાઓ કરી છે. ખોટ કરતાં 30 જાહેર સાહસોએ સરકારને આર્થિક મદદ કરી નથી. તેથી બંધ કરી દો.
63 જાહેર સાહસ કે કંપની છે. રૂ.9927.30 કરોડ નફામાંથી 94.38 ટકા ફાળો માત્ર 10 જાહેર ઉપક્રમોનો જ હતો. 30 કંપનીઓ કે કોર્પોરેશનોએ 2456.98 કરોડ રૂપિયાની ખોટ કરી છે. જેમાં 2276.72 કરોડ રૂપિયાનું નુકસાન 6 જાહેર સાહસોએ કર્યું છે.
નરેન્દ્ર મોદી મુખ્ય પ્રધાન બન્યા ત્યારે 42 જાહેર કંપનીઓ હતી.
તે હવે વધીને જાહેર ક્ષેત્રના 101 ઉપક્રમો છે. શહેરોએ બનાવેલી કે બીજી કંપનીઓ મળીને આવી 150 કંપનીઓ સરકારી માલિકીની હોવાનું માનવામાં આવે છે. જેમાં કરેલાં ખર્ચના હિસાબો સારી રીતે રખાતા નથી. સીએજી તેની ચકાસણી કરી શકતું નથી.
જેમાં 2023ના નાણાકીય વર્ષના અંતે કુલ રૂ. 1.86 લાખ કરોડના મૂડીરોકાણ સામે શેરમૂડી અને લાંબી મુદ્દતની લોનમાં 1.25 કરોડનું રોકાણ કર્યું છે. જે પૈકી 42 ઉપક્રમોની લાંબી મુદ્દતની બાકી લોનની સંખ્યા 24, 115 કરોડ રૂપિયા હતી.
સરકારના જાહેર ક્ષેત્રના 101 એકમો છે.
જેમાં ચાર વૈધાનિક નિગમો 65 સરકારી કંપનીઓ અને 32 કંપનીઓ છે. નાણાકીય વિગતો 69 એકમો આપી નથી. તેથી 188 હિસાબો પડતર છે. રાજ્ય સરકારે નુકશાન કરતા જાહેર ઉપક્રમોની કામગીરીની સમીક્ષા કરવી જોઈએ. સરકારે નિષ્ક્રિય કંપનીઓની સમીક્ષા કરી તેના પુનરુત્થાન કે સમેટી લેવા યોગ્ય નિર્ણય કરવો જોઇએ.
સરદાર સરોવર નર્મદા નિગમમાં નુકશાન 7,898 કરોડ રૂપિયાની સામે 31મી માર્ચ 2023ની સ્થિતિએ કુલ મૂડીરોકાણ 70 હજાર કરોડ રૂપિયા છે. એવી જ રીતે જીએસપીસી એનએનજી લિમિટેડમાં સંચિત 599 કરોડનું નુકશાન છે, અને મૂડી રોકાણ 537 કરોડ દર્શાવવામાં આવ્યું છે. આપેલી 833 કરોડની લોન વસુલ થઇ નથી. છેલ્લા 14 વર્ષોમાં મુદ્દલ પરત કરવામાં આવી નથી. વ્યાજની પણ કોઇ ચૂકવણી થઇ નથી.
જાહેર સાહસોની મહત્વની વિગતો
•રાજ્યમાં જાહેર ક્ષેત્રના 15 નિષ્ક્રિય ઉપક્રમો પૈકી પાંચ ફડચામાં છે.
•નાણાકીય વર્ષ 2022-23માં બિસાગ સેટેલાઇટ કોમ્યુનિકેશન ફડચામાં ગયું છે.
•નિષ્ક્રિય ઉપક્રમમાં 498. 57 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ છે.
•69 ઉપક્રમોએ બાકી નાણાકીય પત્રકો આપ્યા નથી.
•જાહેર ક્ષેત્રના 58 ઉપક્રમોનું કુલ ટર્નઓવર 1.94 લાખ કરોડ રૂપિયા છે.
•ટર્નઓવરમાં ઉર્જા ક્ષેત્રના જાહેર ઉપક્રમોએ સૌથી વધુ 75.91 ટકા ફાળો આપ્યો છે.
•32 એકમોમાં સરકારે લાંબી મુદ્દતની 16500.47 કરોડની લોન આપી છે.
•જાહેર ક્ષેત્રના 64 ઉપક્રમોની કુલ અસક્યામતો 3.97 લાખ કરોડ રૂપિયા છે.