ગુજરાતનું જાણીતું જોવાલાયક સ્થળ મોઢેરા સૂર્યમંદિર હવે સૌર ઊર્જાથી ઝળહળી ઉઠશે. 69 કરોડના ખર્ચે તૈયાર થનારો સૌર ઊર્જા પ્રોજેક્ટ સૂર્યમંદિર તેમજ મોઢેરા ગામને સૌરઊર્જાને લાભ મળશે. આમાં દક્ષિણ કોરિયન ટેક્નોલીજી બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે.સૌરઊર્જાયુક્ત આ દેશનો પ્રથમ પ્રોજેક્ટ છે. મોઢેરાથી 10 કિલોમીટરના અંતરે આવેલા સુજાનપુરા ગામમાં પ્રોજેક્ટને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટ તૈયાર થયા પીએમ મોદીના હસ્તે ખુલ્લો મૂકવામાં આવે તેવી શક્યતા.
