Mehsana: ઉત્તર ગુજરાતમાં સમૂહલગ્નનું ભવ્ય આયોજન: 61 દંપતી પ્રભુતામાં પગલા પાડશે, 590 દીકરીઓને આપવામાં આવશે સર્વાઈકલ વેક્સિન
Mehsana: 61 દંપતી 17 નવેમ્બરે પાટણના સંડેર ખાતે શ્રી ખોડલધામ મંદિર પરિસરમાં પ્રભુતામાં પગલાં માંડશે
છેલ્લા બે મહિનાથી 42 યુવા અને મહિલા મંડળ દ્વારા તડામાર તૈયારીઓ થઈ રહી
મહેસાણા, શનિવાર
Mehsana ઉત્તર ગુજરાતના 53 ગામોમાં 42 લેઉવા પાટીદાર યુવા અને મહિલા સંગઠન દ્વારા સમૂહલગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મહેસાણા અને બનાસકાંઠાના મધ્યમ પરિવારના 61 દંપતી 17 નવેમ્બરે પાટણના સંડેર ખાતે શ્રી ખોડલધામ મંદિર પરિસરમાં પ્રભુતામાં પગલાં મૂકશે. આ પ્રસંગે 42 સમાજની 590 દીકરીઓને સર્વાઈકલ વેક્સિનનો બીજો ડોઝ પણ આપવામાં આવશે.
પ્રથમ સમૂહલગ્ન માટે વિશેષ તૈયારીઓ
આ પહેલ માટે છેલ્લા બે મહિનાથી 42 યુવા અને મહિલા મંડળ દ્વારા તડામાર તૈયારીઓ થઈ રહી છે. અંદાજે દોઢ કરોડના ખર્ચે જર્મન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને 1100×132 ફૂટ લાંબા ડોમનું નિર્માણ કરવામાં આવ્યું છે, જે ગ્રામ્ય સંસ્કૃતિને ઉજાગર કરશે. 9000થી વધુ પરિવારને આમંત્રણ પાઠવવા માટે ઘરે ઘરે જઈ કંકોત્રી વહેંચવામાં આવી છે.
લગ્નોત્સવમાં વિશેષ સુવિધાઓ
ભેટસોગાદ: દરેક દંપતીને 2.5 લાખ રૂપિયાની ભેટસોગાદ આપવામાં આવશે.
વિમો અને વ્યવસ્થાઓ: દંપતીઓના 15-15 લાખના વીમા ઉતારવા માટે રૂ. 18.60 કરોડની પોસ્ટની ગ્રુપ ગાર્ડ પોલિસી પણ લેવામાં આવી, 80 લક્ઝરી બસોની વ્યવસ્થા કરાશે.
સલામતી: 32 CCTV કેમેરા અને 800 સ્વયંસેવકો દ્વારા મંડપની સુરક્ષા.
ગૃહઉદ્યોગ પ્રોત્સાહન: યુવાઓના ઉત્પન્ન ઉત્પાદનોના સ્ટોલ તથા પ્રદર્શન.
મહાનુભાવો અને અન્ય વિશેષતાઓ
પ્રસંગે CM ભૂપેન્દ્ર પટેલ, ડો. કિરીટ પટેલ અને નરેશ પટેલ સહિતના શ્રેષ્ઠીઓ હાજર રહેશે. 20,000થી વધુ મહેમાનોના આગમનની અપેક્ષા છે, અને આ સમૂહલગ્ન આવનારી પેઢી માટે પ્રેરણારૂપ બનશે.
સમૂહલગ્ન સાથે આરોગ્ય માટે કાળજી
590 દીકરીઓને સર્વાઈકલ વેક્સિન આપવામાં આવશે, અને તબીબી ટીમ સ્ટેન્ડબાય રહેશે. આ આયોજન સમૂહલગ્નને નવાં મંચ પર લઈ જાય તેવો પ્રયાસ છે, જે સમાજમાં એકતાનું પ્રતિબિંબ પાડે છે.