ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે વારંવાર થતી બેદરકારીનો ભોગ વિદ્યાર્થીઓએ બનવું પડતું હોય છે. એક તરફ દેશમાં બેરોજગારીના દશ્યો જોઈ શકાય છે તો બીજી તરફ સરકારની બેદરકારીને લીધે પેપર લીક થઈ જતા હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓની શક્તિ અને પૈસા બંનેનો વેડફાટ થઈ રહ્યો છે.
આજ રોજ બપોરે 3 વાગ્યે લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા અમદાવાદમાં 6189 જેટલી સીટો માટે પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ લેવામાં આવી રહી હતી, જેમાં આઠ લાખ વિદ્યાર્થીઓએ અપ્લાય કર્યું હતું. જેનું પેપર લીક થઈ જતા વિદ્યાર્થીઓ ખુબ રોષે ભરાયા છે. ભરતી બોર્ડના અધ્યક્ષ દ્વારા આજ રોજ પરીક્ષા મોકુફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ફેસબુક અને વોટ્સ અપ પર પણ વિદ્યાર્થીઓ પોતાનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. અંતે હવે દરેકના મનમાં એક જ પ્રશ્ન છે કે સરકાર ક્યાં સુધી યુવાનોના ભાવિ સાથે ચેડા કરતી રહેશે?