ભાજપના લેટરપેડ અને પ્રદેશ મીડિયા કન્વીનરની સહીનો દૂરુપયોગ કરવા માટે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. પ્રદેશ મીડિયા કન્વીનર ડોકટર યજ્ઞેશ દવેના નામે ખોટો પત્ર વાયરલ થયો છે. જેને લઈ સાયબર ક્રાઇમમાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. યજ્ઞેશ દવે જણાવ્યું કે દિલ્લીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાને કોઈ પત્ર કે નિમંત્રણ પાઠવવામાં આવ્યું નથી. વાયરલ થયેલ પત્ર અંગે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
— Modi Bhakt Tha (@bhakt_tha) March 27, 2022
નોંધનીય છે કે, દિલ્હીની AAP સરકાર અને ગુજરાતના ભાજપ વચ્ચે શિક્ષણ મુદ્દે ટ્વીટર વૉર ચાલી રહ્યું છે. થોડા સમય પહેલા દિલ્હીના ડેપ્યુટી CM મનિષ સિસોદીયાએ શિક્ષણ અંગે ડિબેટની ચેલેન્જ ગુજરાતના શિક્ષણ મંત્રીને કરી હતી, જેના જવાબમાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ વળતો જવાબ આપતા કહ્યું છે કે કેટલાક લોકો સત્તાના નશામાં આવીને કંઈપણ બોલે છે. માટે એ સમજવાની જરૂર છે કે દિલ્લી-પંજાબના મતદાતાઓનો સરવાળો ગુજરાત જેટલો નથી થતો. પણ મીડિયામાં રહેવા માટે કેટલાક લોકો આવા નિવેદનો કરે છે.