Kutch: આમ તો આતંકવાદીઓ સાથે અથડાણમાં યુવાનોનો જીવ જાય તો તેમને શહીદ કહેવામાં આવે છે પણ ગુજરાતની કચ્છ સરહદે શરીરનું પાણી ખૂટી જતા બે યુવાનો પોતાની ફરજ દરમિયાન દેશની સુરક્ષા કરતા કરતા શહીદ થયા હોવાનો બનાવ બનતા આર્મી બેડામાં શોકનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
વિગતો મુજબ બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ના એક અધિકારી અને એક જવાનનું
શુક્રવારે ગુજરાતમાં ભારત-પાકિસ્તાન સરહદે આવેલા ‘હરામી નાલા’ ખાડી વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ભારે ગરમીના કારણે શહીદ થયા હતા.
આસિસ્ટન્ટ કમાન્ડન્ટ વિશ્વદેવ અને હેડ કોન્સ્ટેબલ દયાલ રામ શુક્રવારે
ગુજરાતમાં ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ નજીક પેટ્રોલિંગ દરમિયાન હીટ સ્ટ્રોક અને ડિહાઇડ્રેશનથી પીડાયા હતા. અધિકારી બીએસએફની 59મી બટાલિયનના એક ભાગ હતા..
BSFના બે જવાનો ‘ઝીરો લાઇન’ પેટ્રોલિંગ પર હતા ત્યારે તેઓ તૂટી પડ્યા. ભુજની આરોગ્ય સુવિધામાં લઈ જવા છતાં તેઓને પુનર્જીવિત કરી શકાયા નથી. હાલ આ અંગે બીએસએફ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
કણણવાળા વિસ્તારમાં પેટ્રોલિંગ સમયે લખપત નજીકના
નંબર 1136 પાસે આ ઘટના બની હતી. સુરક્ષા દળના પાંચ જવાનો ને અસર થઈ હતી જેમાંથી એક જવાન અને એક અધિકારીનું મોત થતાં સંરક્ષણ દળમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. શરીરનું પાણી ખૂટી જતા આ કરુણ બનાવ બન્યો હોવાની શક્યતા જોવામાં આવી રહી છે.બંને જવાનોના પાર્થિવ શરીરને ભુજ સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા.