- ગુજરાતમાં જુવારમાંથી ગોળ બનાવવાની શક્યતા
દિલીપ પટેલ
અમદાવાદ, 14 ઓગસ્ટ 2024
Krushi Mahiti: શેરડી જેવો જુવારનો ગોળ બનાવવા નવું સંશોધન, જુવારની મીઠાશ એટલી બધી હોય છે કે મધમાખી તેમાંથી મધ બનાવે છે.
Krushi Mahiti જુવારના મીઠા સાંઠામાંથી રસ કાઢી ગોળ બનાવી શકાય છે.
સુરતના જુવાર સંશોધન કેન્દ્રમાં ગોળ બનાવી શકાય એવી જુવાર અનાજની જાતો અલગ તારવી છે. જી.એસ.એસ.વી. 148 જાતની જુવાર ગોળ બનાવવા માટે અનુકૂળ છે. તેનો ગળપણનો આંક 20 જેટલો છે. એક હેક્ટરમાંથી 3,000થી 3,500 કિલો દાણા, 2,800થી 3,000 કિલો ગોળ અને 8,000થી 10,000 કિલો સૂકું ઘાસ મેળવી શકાય છે.
જુવાર વાવેતર
જો ગુજરાતમાં મીઠી જુવાર 50 હજાર હેક્ટરમાં ઉગાડવામાં આવે તો તેમાંથી 14થી 15 કરોડ કિલો ગોળ પેદા કરી શકાય તેમ છે. શેરડી જેવા દાંડીને પીલીને રસ કાઢતાં તેમાં ખાંડનું પ્રમાણ 10-15% હોય છે.
ગુજરાતમાં 55 હજાર હેક્ટરમાં 74 હજાર ટન જૂવાર પાકે છે. રાજ્યમાં શરેરાશ 1338 કિલોની છે. સૌથી વધારે પોરબંદરમાં 15200 હેક્ટરમાં વાવેતર અને 18500 ટન પાકે છે. જોકે સૌથી વધારે ઉત્પાદકતાં તાપીમાં 2 હજાર કિલો એક હેક્ટરે પાકે છે. સૌથી વધારે ઉત્પાદન તાપીમાં 21300 ટન 10700 હેક્ટરમાં જુવાર પાકે છે. ત્રીજા નંબર પર સુરત છે.
10 વર્ષ પહેલાં 2014-15માં જુવારનું વાવેતર 70 હજાર હેક્ટરમાં 15 હજાર ટન પાકતી હતી. 10 વર્ષમાં વાવેતર ઘટી ગયું છે.
શેરડી વાવેતર
2024ના ઉનાળામાં ગુજરાતમાં 10 હજાર હેક્ટર વિસ્તારમાં શેરડીનું વાવેતર થયું છે. કિલો શેરડી તૈયાર કરવા માટે ખેડૂતોને 2000 લિટર પાણી આપવું પડે છે. શેરડી માટે 30 હજાર કરોડ લિટર પાણી જોઈએ છે. ખાંડ બનાવતી વખતે પણ એટલું જ પાણી વપરાય છે અને બાળવામાં આવે છે. એક કિલો ખાંડ બનાવવા માટે 20 હજાર લિટર પાણી જોઈએ છે. તેની સામે જુવારનો ગોળ બનાવતાં ત્રીજા ભાગનું પાણી જોઈએ. વળી, ઘાસ ચારો સાવ મફતમાં મળે છે.
1.35થી 1.47 લાખ ટન શેરડીના ઉત્પાદનની ધારણા છે. હેક્ટરે 73 હજાર કિલો શેરડી પાકે છે.
સુરત, તાપી, નવસારી, ભરૂચમાં શેરડીનું વાવેતર સૌથી વધારે થાય છે.
1 લાખ 12 હજાર ટન ખાંડ પાકે છે. 10થી 12 કરોડ કિલો ખાંડ પાકે છે. 30 લાખ ડબા 4.50થી 5 કરોડ કિલો ગોળ બને છે. સમગ્ર ગુજરાતમાં દર વર્ષે ગોળના 400 સ્થળે ગોળ બનાવવાના કોલા થાય છે. ગીરસોમનાથ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને તળાજામાં ગોળનું સૌથી વધારે ઉત્પાદન થાય છે.

જુવાર
જુવાર દાણા તરીકે માનવ-આહારમાં તેમજ ચારા તરીકે પશુ-આહારમાં ઉપયોગી છે. ઉપરાંત મીઠાં રાડાંમાંથી રસ કાઢી ગોળ બનાવી શકાય છે. દાણા અને ચારો તો બને છે પણ હવે ગોળ, સિરપ, ખાંડસરી, પોંક, ધાણી વગેરે અખતરા હાથ ધરવામાં આવ્યા છે. રાષ્ટ્રીય કક્ષાની કામગીરી આ કેન્દ્ર દ્વારા થઈ છે.
દેશી અને જંગલી જાતોના સંકરણથી જી.એસ.એસ.વી. 148 જાત વિકસાવવામાં આવી છે. 120 દિવસમાં ઉત્પાદન આપી શકે છે. ગાભમારાની ઇયળ સામે પ્રતિકારક કરે છે. બરછટ અનાજમાં જુવાર આવે છે. ગ્રેટ મિલેટ છે. શેરડી પકવવામાં વપરાતા પાણીની સામે માત્ર સાતમા ભાગ પાણી વપરાય છે.
મીઠી શેરડી જેવી મીઠાશ જુવાર અનાજના દાંડા રસથી ભરેલા હોય છે. જેમ શેરડીનો રસ નીકળે છે તેમ આ જુવારના દાંડાના રસનો લિકવિડ (દ્રવ ગોળ) બને છે. ઉચ્ચ ગુણવત્તાનો મીઠાશથી ભરેલો ગોળ છે. આ દ્રવ ગોળ એક મિઠાશ તરીકે વાપરા છે.
નીરવ ઘંટી
નવસારી જુવાર સંશોધન કેન્દ્રના વિજ્ઞાની નીરવ ઘંટી કહે છે કે, સંશોધન થયા છે, બીજા કેટલાંક પ્રયોગ પ્રક્રિયામાં છે. દક્ષિણ ભારતમાં જુવાર વધારે થાય છે. પણ સુગર ફેક્ટરી ઓછી છે. જુવારની ખાંડ કે ગોળ બને છે, તે મોંઘાભાવની હોય છે. નજીકના ભવિષ્યમાં ગોળ બનતો હશે. સ્વિટનર શેરડીને મળતું આવે છે, મોટા પાયે ઉત્પાદન નથી. શેરડીનો વિકલ્પ જુવાર બની શકે છે. હાલ તો ખાંડ બનાવવા શેરડી એક માત્ર ખેત પેદાશ ગુજરાતમાં છે. બાજરી કરતાં જુવારનો ભાવ વધારે છે.
અમદાવાદના ભાલ પ્રદેશ, જૂનાગઢ-પોરબંદરના ઘેડ પ્રદેશ કે સુરેન્દ્રનગર જિલ્લામાં જુવાર સારી મીઠાશની થાય છે.
જુવારના દાંડામાંથી ગોળ બનાવવાનો નવો ઉદ્યોગ શરૂ કરી શકાય છે. ખૂબ જ કારગર છે. ઉપયોગ કરી નવો ઉદ્યોગ ચાલુ કરી શકાય છે. પ્રાકૃતિક રીતે બનાવી શકાય છે. આમાં કોઇ મોટાં સાધનોની જરૂર નથી. શેરડીના રસની જેમ જુવારના સાંઠાના રસને ઉકાળી ગોલ બને છે.
મધ્ય ભારતમાં તે 1970ના દાયકાની શરૂઆતમાં નિમ્બર એગ્રીકલ્ચરલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ઇથેનોલ અને સીરપ ઉત્પાદન માટે ઉપયોગી હોવાનું કહેવામાં આવ્યું હતું.સાંઠામાં ખાંડનું પ્રમાણ વધુ હોય છે. મીઠી જુવાર ચારા, સાયલેજ અને શરબત ઉત્પાદન માટે ઉગાડવામાં આવે છે. મીઠી જુવારની ચાસણી જેવો ગોળ બને છે. મોલાસીસ કે મીઠી ચાસણી છે.
રસ
ફકત જુવારના ડાંડાનો જ નહીં મકાઇના દાંડા, બાજરીના દાંડા, નાગલીના દાંડા ગોળ માટે વાપરી શકાય છે.
દાંડાનો તાજો રસ પીવાથી ડાયાબિટીસમાં આવતી નબળાઇ, એનિમીયા જેવી બીમારી, અસ્થમા, આંતરડાની નબળાઇ દૂર કરી શકાય છે. રસમાં પોટેશિયમનું પ્રમાણ ઉચ્ચું છે તેથી ગર્ભ ન રહેતો ગોય તો તે સમસ્યા પણ દૂર કરી શકાય છે.
માદક પીણું
જુવારના ગોળનો ઉપયોગ માદક પીણા બનાવવામાં થાય છે. જૈવ બળતણ બનાવવા માટે રસને નિચોવીને અને પછી તેને ઇથેનોલમાં આથો બનાવીને કરવામાં આવે છે.
ઇંધણ
રસ કાઢી લીધા પછી બગાસમાં ઉચ્ચ કેલરીફિક મૂલ્ય હોય છે. તેનો ઉપયોગ વીજળી ઉત્પન્ન કરવા માટે થઈ શકે છે. બગાસ પશુ આહાર તરીકે કરી શકાય છે. બીજી પેઢીના સેલ્યુલોસિક ઇથેનોલના ઉત્પાદન માટે સબસ્ટ્રેટ તરીકે પણ ઉપયોગ કરે છે. જૈવ ઇંધણમાં ઘન બાયોમાસ, પ્રવાહી ઇંધણ અને બાયોમાસ રૂપાંતરણમાંથી ઇંધણ મેળવી શકાય છે.
જૈવિક ઈંધણ તરીકે પણ થાય છે. ધાન્ય જુવારનો ઉપયોગ ઇથેનોલ ઉદ્યોગ દ્વારા પણ લાંબા સમયથી કરવામાં આવે છે કારણ કે તે મકાઈ જેટલું જ ઇથેનોલ પ્રતિ બુશેલનું ઉત્પાદન કરે છે. ટેક્સાસ A&M યુનિવર્સિટીએ જુવારના પાંદડા અને દાંડીઓમાંથી ઇથેનોલ ઉત્પાદન માટેની શ્રેષ્ઠ જાતો શોધવા માટે યુનાઇટેડ સ્ટેટ્સમાં ટ્રાયલ ચલાવી હતી.
ખોરાક
ખોરાક, પીણા અને ફાર્માસ્યુટિકલ ઉદ્યોગોમાં વપરાય છે.
દિવસમાં એકવાર જુવારની રોટલી કે રોટલો ખાવાથી ઘઉં કરતાં સારા ફાયદા મળે છે. પિઝા, કેક, વડા, ફાલૂદા, રબડી જૂવારમાંથી બને છે. વેજીટેબલ ખીચડી, ઢોકળા, ખીચું , વાટા, પૂરી, ગોળ પાપડી, ઢોસા, વઘારેલી ધાણી, રીગ નાસ્તો, કટલેટસ, પરોઠા, ટિક્કી, ક્રિસ્પી વડા, મમરા, સુખડી બને છે. જુવારની ચાસણી અને ગરમ બિસ્કિટ સારો નાસ્તો છે. જુવારની ચાસણીનો ઉપયોગ પેનકેક, કોર્નમીલ મેશ, ગ્રિટ્સ માટે થાય છે.
શેરડી કરતાં સારી
જુવારના દ્રવગોળથી બનતી મીઠાઇઓ કે અન્ય વસ્તુઓ પોષક છે.
સાકરમાં કાર્બોહાઇડ્રેડ સરળ શર્કરામાં તૂટી જાય અને શરીરમાં ગ્લુકોઝનું સ્તર વધી જાય ત્યારે ડાયાબિટીસની સમસ્યા પેદા થાય છે. જુવારના દ્રવ ગોળમાં ટેનિન હોય છે. આ એક પ્રકારનું એન્ઝાઇન (પાચકરસ) છે જે શરીર દ્વારા સ્ટાર્ચના અવશોષણને રોકે છે. જે શરીરમાં ઇન્સ્યુલીન અને ગ્લુકોઝના સ્તરને નિયમિત કરવામાં સમસ્યા પેદા કરે છે. દ્રવ ગોળથી ડાયાબિટીસની સમસ્યાને રોકી શકાય છે. વધુ ગ્લુકોઝ ધરાવતાં ખોરાકથી એલર્જીનો સીલી રોગ થાય છે. બજારુ મીઠાઇઓમાં ઉચ્ચ ગ્લુકોઝનું સ્તર હોય છે.
ફાયદા-ગુણવત્તા
જુવારમાં એન્ટિ ઓકિસડન્ટ, કેલ્શિયમ, મેગ્નેશ્યિમ વિટામિન બી-૩, કોપર, ડાયટરી ફાઇબર, કાર્બોહાઇડ્રેટ્સ, પોટેશિયમ, કોપર, આયરન, ખનિજો છે.
વજન
નિયાસીન કે વિટામિન બી-૩ને કારણે ભોજનને ઊર્જામાં સરળતાથી બદલે છે. ડાયટરી ફાઇબર, ગ્લુકોઝનું નીચું પ્રમાણ, વજન વધવાની સમસ્યા રહેતી નથી. એનીમિયા, કોલેસ્ટરોલ ઘટે, વજન, મોટાપો નહીં, ચરબી ઓછી હોય છે. બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.
ખેડૂતો દાંડાઓને બાળી નાખે છે તેનો ઉપયોગ થતો નથી.
પોંક – હુરડા
જુવારની કિંમત પ્રતિ ક્વિન્ટલ 3 થી 4 હજાર રૂપિયા છે. પોંકના 120થી 200 રૂપિયા પ્રતિ કિલોના મળે છે. 30 વર્ષથી સુરતી અને ગુલભેંડી જાતોની હુરડાની ખેતી કરે છે. તે પોંકની પરંપરાગત જાત છે. સુરતી, ગુલભેંડી જુવારનો લોટ કરી શકાતો નથી. તેનો ઉપયોગ પોંક માટે જ થઈ શકે છે. ભાવ સારો હોય, તો હુરડા રૂ. 250 અને ઓછો ભાવ હોય તો 100 રૂપિયા કિલોમાં જાય છે. હુરડા વેચીને ક્યારેક હજાર રૂપિયા તો ક્યારેક 500 રૂપિયા ઘરે ખેડૂતો રોજ લઈ જાય છે.
વાવેતર
મીઠી જુવાર ઉગાડવાથી ખેડૂતોની આવકમાં પ્રતિ હેક્ટર US$40નો વધારો થઈ શકે છે. એકદળી વર્ગ છે. વૈજ્ઞાનિક નામ Sorghum bicohor (Linn.) Moench. તંતુમૂળ હોય છે. એકલ દાંડી હોય છે. 1થી 4 મીટર ઊંચો છોડ વધે છે. ડાળીઓ પડતી નથી. 3થી 4 દિવસમાં ફૂલ ખીલવાની અને ફલીકરણની પ્રક્રિયા પૂરી થાય છે.
ડેરી-વિકસિત વિસ્તારમાં લીલા ચારા તરીકે વાવેતર થાય છે. જુવાર ઉનાળો (માર્ચથી જૂન), ચોમાસું (જૂનથી સપ્ટેમ્બર) તથા શિયાળો (ઑક્ટોબરથી ફેબ્રુઆરી) એમ 3 ઋતુમાં વિવિધ ધ્યેય માટે વવાય છે. ચોમાસુ વાવેતર માટે હેક્ટરદીઠ 1.8થી 2.0 લાખ અને શિયાળુ વાવેતર માટે 1.4 લાખ છોડ વાપરવાથી વધુ ઉત્પાદન મેળવી શકાય છે. ચોમાસુ જુવાર માટે પિયતની જરૂર રહેતી નથી. ગાંઠો બંધાવાના સમયે અને દૂધિયા દાણા સમયે જમીનમાં પૂરતો ભેજ હોવો જોઈએ.
વિસ્તાર
ગુજરાત રાજ્યમાં હાલમાં 13 લાખ હેક્ટર જમીનમાં જુવારનું વાવેતર કરવામાં આવે છે. દક્ષિણ ગુજરાતમાં તે મુખ્યત્વે દાણા માટે અને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચારા તેમજ ધાન્ય તરીકે વવાય છે. ભારતમાં જુવારના સરેરાશ ઉત્પાદન કરતાં ગુજરાતનું ઉત્પાદન આશરે પ્રતિ હેક્ટરે 100 કિલો ઓછું છે.
આર્થિક રીતે ઓછું ઉત્પાદન આપતો પાક હોઈ પાક-સંરક્ષણનાં પગલાં નહિવત્ લેવાય છે.
વિદેશ
જુવારનું મૂળ ઉત્પત્તિસ્થાન આફ્રિકાના ઈશાન પ્રદેશને માનવામાં આવે છે. તેમ છતાં ભારતમાં પણ ઘણી જંગલી જાતો જોવા મળે છે. સાઉથ અમેરિકા અને આફ્રિકામાં મોટા પ્રમાણમાં જુવાર ગોળ બને છે. ભારતમાં જુવારનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે. દ્રવ ગોળ ઓછો બને છે. જુવારનો દ્રવગોળ આલ્બમા, જયોર્જિયા, લોવા, મિસીસીપી, નોર્થ કેરોલીના જેવા સાઉથ અમેરિકાનાં રાજ્યોમાં બને છે.
જુવારના પાકનું ઊગમસ્થાન આફ્રિકા છે. ત્યાંથી તે વિવિધ દેશોમાં ફેલાયેલ છે. ભારતમાં મહારાષ્ટ્ર, આંધ્ર, કર્ણાટક, તમિળનાડુ અને મધ્યપ્રદેશમાં વધુ પ્રમાણમાં વાવેતર થાય છે.
મીઠાઈ ઉમેરવા માટે 1850 થી અમેરિકામાં મીઠી જુવારની વ્યાપકપણે ખેતી કરવામાં આવે છે. એલાબામા, અરકાનસાસ, જ્યોર્જિયા, આયોવા, કેન્ટુકી, મિસિસિપી, નોર્થ કેરોલિના, મિઝોરી અને ટેનેસીમાં ઉગાડવામાં આવે છે. 1900 ના દાયકાની શરૂઆતમાં, યુએસએ વાર્ષિક 20 મિલિયન યુએસ ગેલન (76,000 એમ3) મીઠી જુવારની ચાસણીનું ઉત્પાદન કર્યું હતું. હવે 1 મિલિયન ગોળ બને છે.
બીજી જાતો
સુરતના સંશોધન કેન્દ્ર દ્વારા બી.પી. 53 નામની મોતી જેવા દાણા ધરાવતી ખૂબ પ્રચલિત જુવારની જાત વિકસાવેલી હતી. જીજે 35, જીજે 36, જીજે 37, જીજે 38, જીજે 39, જીજે 40, જીએફએસ 4 અને જીએસએચ 1 જેવી જાતો કે સંકર જાતો વિકસાવેલી છે.
ઘાસચારા પાકોનું મુખ્ય સંશોધન કેન્દ્ર, આણંદ ખાતે 1963થી છે. સુરતની જુવારની સીએસવી- 21 એફ જાત આખા ભારતમાં 2006થી ઉગાડાય છે. જે 65થી 70 દિવસે તૈયાર થઈ જાય છે. 1992માં ઘાસચારા જુવાર સંકર- 1 જાત સમગ્ર ગુજરાતમાં વાવેતર કરાય છે.
જુવારનો જીનોમ
2009માં આંતરરાષ્ટ્રીય સંશોધકોએ જુવારનો જીનોમ ઉકેલ્યાને જાહેરાત કરી હતી. વધુ વરસાદ અને પાણીની અછત સામે ટક્કર જીલે છે. ક્ષારવાળી જમીનમાં સારો પાક થાય છે. જુવાર રોગ અને જીવાત સામે પ્રતિકાર શક્તિ ધરાવે છે. તેમાં પશુઓને નુકશાન કરતા ઝેરી તત્વોનું પ્રમાણ ઓછું રહેલું છે.
સાયનાઈડ ઝેર
જુવારની મૌક પ્રજાતિ તેના વિકાસના શરૂઆતના સમયમાં ભયજનક માત્રામાં હોર્ડેનાઈન નામનું હાયડ્રોજન સાયનાઈડ તત્ત્વ ધરાવે છે. આવા છોડ તેને ચરનારા પ્રાણી માટે ઘાતક નીવડી શકે છે. દુકાળ કે શુષ્ક વાતાવરણમાં પણ જુવારના છોડવામાં સાયનાઈડ અને નાઈટ્રેટનું પ્રમાણ ઝેરી સ્તર સુધી વધી શકે છે. ઝોન્સન ઘાસ નામની જુવારની પ્રજાતિને અમેરિકાના ખોરાક અને ઔષધ ખાતાએ આક્રમક પ્રજાતિ ઘોષિત કરી છે.
રોગ
જુવારના પાકને આશરે 100 જેટલી જીવાતો નુકસાન કરે છે. ગુજરાતમાં જુવારના પાકને સાંઠામાખી, ગાભમારાની ઇયળ, પાનકથીરી, ડૂંડાની ઇયળ (હેલેયોથીસ) અને દાણાની મીજ જેવી મુખ્ય જીવાતોથી ખાસ નુકસાન થાય છે. વળી મોલો-મશી, તડતડિયાં, કણસલાનાં ચૂસિયાં, કાતરા, ખપૈડી, ચાંચડી, થ્રીપ્સ, માઇલોસીરસ વીવિલ, ધૈણ, પાન વાળનારી ઇયળ, ઢાલપક્ષ ભૂંગા, કાંસિયા, પાયરીલા, કંસારી અને કીડી જેવી ગૌણ જીવાતોથી પણ નુકસાન થતું હોય છે.