દિલીપ પટેલ
અમદાવાદ, 22 ઓગસ્ટ 2024
Krushi Mahitiઅણિયારી ગામમાં મોરબીથી 25 કિલોમીટર હળવદ માળિયા હાઈવે પર વળાંક પર ખેડૂત બાબુલ લોરિયાનું ખેતર છે.
Krushi Mahiti બાબુલનો બાવળ અર્થ થાય છે. સુરત શહેરનું બીજુ નામ બાબુલમક્કા છે. બાબુલભાઈ દાડમમાં અનોખી મીઠાશ લાવી શક્યા છે. ગુજરાતમાં દાડમની રસાયણોથી જ ખેતી કરવી પડે છે. પ્રાકૃતિક ખેતી બહુ સફળ થતી નથી. પણ ખેડૂત બાબુલભાઈ લોરિયાએ પ્રાકૃતિક ખેતી સફળ કરી બતાવી છે. ઓર્ગેનીક દાડમ પેદા કરવા ઘણા અઘરા છે. ઓર્ગેનીક દાડમ કોઈ કરી શકતું નથી.
42 વીઘામાં વર્ષે રૂ. 15 લાખ 70 હજારનો દવા ખાતરનો ખર્ચ થતો હતો. ઝેર વાળું દાડમ બની જતું હતું. એક તબક્કે તો વીઘે રૂ. 40 હજારનો ખર્ચ જંતુનાશક દવા અને રાસાયણિક ખાતરનો થતો હતો.
દર અઠવાડિયે રાસાયણિક જંતુનાશક દવા દાડમના છોડ પર છાંટવી પડે છે. સતત 12 મહિના જંતુનાશક દવા છાંટવી પડે છે. જેમ 15 દિવસે બીજા પાકમાં રાસાયણિક જંતુનાશક દવા છાંટવી પડે તેમ અહીં દર 7 દિવસે છાંટવી પડતી હોવાથી ખર્ચ ઊંચું આવે છે.
ગુજરાતમાં દાડમ
46 હજાર હેક્ટરમાં 6 લાખ 90 હજાર ટન દાડમ પેદા થાય છે. હેકટરે સરેરાશ 15 ટન દાડમ ગુજરાતના ખેડૂતો પકવે છે. જેમાં મોરબીમાં 54 હજાર ટન માલ 3900 હેક્ટરમાં પેદા થાય છે. બનાસકાંઠા આખા રાજ્યમાં ભલે સૌથી વધારે ઉત્પાદકતા 16.50 ટન સાથે 16 હજાર હેક્ટરમાં 2 લાખ 58 હજાર ટન દાડમ પેદા કરતો હોય પણ મોરબીના આ ખેડૂતના દાડમ જેવી પદ્ધતિથી દાડમ કોઈ પકવતું નથી.
બાજરો એક શ્રેષ્ઠ દવા
દાડમમાં ફૂગથી ભારે મોટું નુકસાન થાય છે. તેનો ઉપાય બાજરો છે.
ખેડૂત બાબુલ લોરિયા પોતે બાજરીના લોટનો ઉપયોગ શ્રેષ્ઠ જંતુનાશક દવા તરીકે કરે છે. 60 મણ એકી સાથે બાજરી દળી લે છે. દળીને ખેતરમાં તેને એક જગ્યાએ સ્ટોર કરી દે છે. તેના પર ભારે રેતીનું દબાણ આવે એટલી રેતી નાખવામાં આવે છે. રેતીના કારણે તેમાં જીવાત પડતી નથી.
બાજરીના લોટમાં બેક્ટેરિયા પેદા થવા લાગે છે. જેના કારણે બાજરાનો લોટ કડવો ઝેરી બની જાય છે. જે જંતુનાશક તરીતે કામ આવે છે. જીરૂ અને દાડમમાં તે ખેતરમાં નાંખવામાં આવે તો જીવાત પડતી નથી.
બાજરી પોતે જ ઔષધ પાક છે. પોષક તત્વો હોય છે. જેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, ટ્રીપટોફાન એમિનો એસિડ, પ્રોટીન, વિટામિન બી-6, ફ્લોરાઇડ, આયર્ન અને ઝિંક હોય છે.
20 કિલોના 500 છે. 150 દિવસ સુધી 5 મહિના રાખી મૂકે છે.
કડવાશ આવી જાય તે છોડમાં આપવાથી જીવાત મરી જાય છે. જમીન પર છાંટવાનું હોય છે. જીરૂમાં દાંતીમાં ભરી છાંટે છે.
બોરોન દવા 1 કિલોના 500 રૂપિયા છે. બોરોન તત્વ બાજરીના લોટ હોય છે. બાજરો બોરેન દવાથી 10 ગણું કામ કરે છે. બધી મળીને 134 વીઘા જમીન પર તેઓ તેનો ઉપયોગ કરે છે.
ગુજરાતમાં પરંપરાગત બાજરી ખાવામાં આવતી હતી. ગુજરાતમાં કહેવાય છે કે, બાજરો ખાય તે નિરોગી રાખે છે.
નવી પદ્ધતિ વિકસાવી
3 હજાર લીટરના 4 ટાંકા બનાવેલા છે. જેમાં ડી કંપોસ્ટ ખાતર તૈયાર કરે છે. કંપોસ્ટ ખાતર બનાવવા માટે તેઓ અમૃત પાણી વધારે મહત્વ આપે છે. તેના મતે અમૃત પાણી તૈયાર કરીને છોડને આપવામાં આવે તો બીજા કોઈ ખાતરની જરૂર પડતી નથી.
અમૃત પાણી
અમૃત પાણી બનાવવાના સામાન્ય નિયમ છે. જેમાં 100 કિ.ગ્રા. દેશી ગાયનું છાણ, 100 લિટર ગૌમૂત્ર અને 500 ગ્રામ ગોળને 500 લિટરના બંધ મોઢાવાળા ડ્રમમાં 300 લિટર પાણી સાથે મિશ્ર કરાય છે. જેને 10 દીવસ સુધી સડવા દેવામાં આવે છે. અમૃતપાણી 10 કિલો દેશી ગાયના છાણ અને 500 ગ્રામ ગોળ મધને ભેળવીને તૈયાર કરવામાં આવે છે.
1 લિટર અમૃતપાણીનું દ્રાવણ 10 લિટર પાણીમાં ભેળવીને સિંચાઈના પાણી સાથે અપાય છે.
લોરિયા રીત
ખેડૂત બાબુલ લોરિયા પોતે અમૃત પાણી તૈયાર કરવામાં તેઓ 80 ટ્રેક્ટર ગોબર, 5 ટ્રેક્ટર એરંડાની ફોતરી, રાયડાની ફોતરી, 3 ટ્રેક્ટર લીંબોળી, 2 ટ્રેક્ટર આંકડો, 5 ટ્રેક્ટર શેરડીના છોતરા, 10 ભારી મામેજો, 3 ટ્રેક્ટર કુકડાની ચરક નાંખીને ઉપરથી પાણી નાખે છે. પાણીનો નિતાર એક કુવા જેવા ઉંડા ખાડામાં લાવવામાં આવે છે. આ પાણીને 15 દિવસ રહેવા દે છે. 30 હજાર લિટર ટાંકામાં તેને ભરી રાખે છે. તે પાણી જરૂર પડે તેમ ટપક સિંચાઈમાં પાઈપમાં આપવામાં આવે છે. આ પાણી એટલું અમૃત સાબિત થાય છે કે બીજા કોઈ ખાતરની જરૂર પડતી નથી.
આ પાણીમાં રોપણી પહેલાં બીને 24 કલાક પલાળી રાખવાથી સારો ઉગાવો આવે છે. સૂકા પાંદડા અથવા ઘાસચારાને અમૃત પાણીના દ્રાવણમાં પલાળીને પશુ આહાર તરીકે ઉપયોગમાં લેવાય છે.
જીવામૃત
26 હજાર લીટર એકી સાથે જીવામૃત તેઓ તૈયાર કરે છે. દેશી ગાયનું તાજું છાણ 10 કિ.ગ્રા., દેશી ગાયનું તાજું મૂત્ર 10 લિટર, ગોળ 2 કિ.ગ્રા., કઠોળનો લોટ 2 કિ.ગ્રા., સજીવ માટી 1 કિ.ગ્રા. અને પાણી 200 લિટર લઈને ટાંકીને છાંયડામાં 7 દિવસ રાખવામાં આવે છે. તેને દિવસમાં બે વાર ઘડિયાળના કાંટાની દિશામાં હલાવવામાં આવે છે.
આવક જાવક
તેમને વર્ષે 1.50 લાખ રૂપિયાનું ઉત્પાદન થતું હતું તેમાં રૂ. 90 હજારથી રૂ. 1 લાખ મળતા હતા. મજૂરી અને અન્ય ખર્ચ કાઢતાં તેઓ માંડ થોડું કમાતા હતા. તેથી તેમણે રસાયણો છોડીને પ્રાકૃતિક ખેતી કરવાનું નક્કી કર્યું હતું. જેમાં તેમને કોઈ સીધો ફાયદો ન હતો. પણ તેમના દાડમ ખાનારાઓને સીધો ફાયદો થતો હતો. શુદ્ધ ખાવાનું તેમને મળતું રહ્યું છે.
12 મહિનાની ખાટી છાસ તેઓ બનાવી રાખે ત્યારે આખું ખેતર ગંધ મારે છે.
ફળઝાડના પાકોમાં મોનોક્રોટોફોસ પ્રતિબંધિત છે.
કેનેડાથી માંગ
ખેડૂત બાબુલ લોરિયા કહે છે કે, કેનેડાની એક કંપનીએ 17 જૂન 2024ના દિવસે તેમને કાચા દાડમ પુરા પાડવા કહ્યું છે. આ કંપની દાડમનો ઉપયોગ દવામાં કરે છે. કેનેડાની કંપનીના 5 અધિકારીઓ તેના ખેતરે ઓર્ગેનિક ખેતીની તપાસ કરવા આવ્યા હતા. ત્યાર પછી આ ઓર્ડર આપેલો છે. ખેતરથી દાડમના નમુના લઈ જઈને તેમણે લેબોરેટરીમાં તપાસ કરાવી હતી, કેટલા પેસ્ટીસાઈડ છે. તપાસમાં બહાર આવ્યું હતું કે, 93 ટકા દાડમમાં ઝેરી રસાયણો ન હતા.
42 વીઘામાં જેટલાં દાડમ છે, તેમાંથી 120 ટન પાકા દાડમ થાય છે. કાચાનું વજન એટલું જ રહે છે.
કાચા 100 ગ્રામ અને પાકેલા 500 ગ્રામના ફળ હોય છે.
દાડમ તેઓ રૂ. 160 કિલો સુધીના ભાવે વેચે છે. બોક્સ પેકેજીંગમાં આપે છે.
બોર શેઢા પર 40 વૃક્ષ પણ વાવે છે. ચીકુ 15 થડ, લીંબુ 8 વીઘા છે.
લીંબોળીનો ખોળ
લીમડો પ્રાકૃતિક ઔષધ છે. ફળ, છાલ અને પાંદડા એન્ટિસેપ્ટિક, એન્ટિવાયરલ, એન્ટીપ્રાયરેટીક્સ, બળતરા વિરોધી અને એન્ટીફંગલ છે.
તેલમાં એઝાડીરેકટીન, નીમ્બિન, નીંબિડીન, સેલેનીન, મેલીઓન્ટ્રીઓલ જેવા 100થી વધુ ઘટકો છે. તેલ મોલોમશી, સફેદ માખી, થ્રિપ્સ, મીલીબગ વિવિધ ઈયળ જેવી 200 કરતાં વધારે નુકસાનકારક જીવાતો સામે રક્ષણ આપે છે.
લીમડાના ફળને પીલીને તેલ કાઢી લીધા પછી જે વધે છે તે ખોળ છે. ખોળ જમીનને સુધારે છે. જમીનના સૂક્ષ્મ જીવાણુઓ અને રાઈઝોસ્ફિયર માઈક્રોફ્લોર સાથે સુસંગત છે. કાર્બન સુધારે છે. પાણીને પકડી રાખવાની ક્ષમતા વધારે છે. મૂળના સારા વિકાસ માટે જમીનમાં વાયુ મિશ્રણને સુધારવામા સહાયરૂપ નીવડે છે. જમીનમાં ક્ષારનું પ્રમાણ પણ ઘટાડે છે. નાઇટ્રોજનની કાર્યક્ષમતા વધારે છે.
દૂધ ગોળ
ગૌમૂત્ર, બેસન, દૂધ, ગોળનું મિશ્રણ કરીને 14-15 દિવસ સુધી સ્ટોર કરી ડ્રિપના માધ્યમથી છોડ પર તેનો છંટકાવ કરે છે. જેનાથી છોડ રોગમુક્ત રહે છે અને પક્ષીઓથી બચાવ માટે નેટ અથવા જાળી લગાવવામાં આવે છે.
દાડમી સેવા
કૃષિ એ વેપાર નથી, ધર્મ છે અને કૃષિ ધર્મમાં ખેડૂતનું કર્મ છે પ્રકૃતિને વફાદાર રહેવા પ્રાકૃતિક ખેતી કરે છે. તેમણે પોતાના ખેતર પર દાડમ લેવા આવે તો તે મફત આપે છે. ગયા વર્ષે 4 ટન મફત દાડમ આપેલા હતા. 500થી 600 લોકો દવા માટે લઈ ગયા હતા. કેન્સરની સારવાર કરાવવા માટે મોટાભાગે લઈ જાય છે. માંદા માણસ માટે દાડમ લેવા આવે તેની પાસેથી તેઓ પૈસા લેતા નથી.
દાડમ એક દવા
દાડમ એક વૃક્ષ છે. ઝાડના વિવિધ ભાગો અને ફળોનો ઉપયોગ દવા બનાવવા માટે થાય છે. લોકો હાઈ બ્લડ પ્રેશર, એથ્લેટિક પ્રદર્શન, હૃદય રોગ, ડાયાબિટીસ અને અન્ય ઘણી પરિસ્થિતિ માટે દાડમનો ઉપયોગ કરે છે, પરંતુ આમાંના મોટાભાગના ઉપયોગોને સમર્થન આપવા માટે કોઈ સારા વૈજ્ઞાનિક પુરાવા નથી.
કાચું દાડમ
કાચા દાડમનો ઉપયોગ સદીઓથી પરંપરાગત દવામાં કરવામાં આવે છે. રસ, બીજ અને છાલનો સમાવેશ થાય છે.
1. એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો: દાડમનો રસ એન્ટીઑકિસડન્ટોના સમૃદ્ધ છે, જે શરીરને મુક્ત રેડિકલ અને ઓક્સિડેટીવ તણાવ સામે રક્ષણ કરવામાં મદદ કરે છે.
2. બળતરામાં ઘટાડો: દાડમમાં બળતરા વિરોધી ગુણધર્મો છે, જે બળતરા ઘટાડવામાં અને સંધિવા જેવી સ્થિતિમાં લક્ષણો સુધારવામાં મદદ કરી શકે છે.
3. કાર્ડિયોવેસ્ક્યુલર હેલ્થ: રસ અને બીજ બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં મદદ કરી શકે છે, હૃદય રોગનું જોખમ ઘટાડે છે.
4. એન્ટિમાઇક્રોબાયલ ગુણધર્મો: છાલ અને રસમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટિવાયરલ ગુણધર્મો હોવાનું દર્શાવવામાં આવ્યું છે, જે તેમને ચેપ સામે અસરકારક બનાવે છે.
5. પાચન સમસ્યા: દાડમનો રસ ઝાડા અને મરડો જેવી પાચન સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરી શકે છે.
6. માસિક સ્વાસ્થ્ય: પરંપરાગત દવાઓમાં, દાડમના રસનો ઉપયોગ માસિક ખેંચાણ, ભારે રક્તસ્ત્રાવ અને PMS સાથે સંકળાયેલા અન્ય લક્ષણોની સારવાર માટે થાય છે.
7. કેન્સર વિરોધી ગુણધર્મો: સંશોધન સૂચવે છે કે દાડમના અર્કમાં કેન્સર વિરોધી ગુણધર્મો હોઈ શકે છે, જો કે તેની પુષ્ટિ કરવા માટે વધુ અભ્યાસની જરૂર છે.
ઔષધિય હેતુઓ માટે કાચા દાડમનો ઉપયોગ કરતા પહેલા હેલ્થકેર પ્રોફેશનલની સલાહ લેવી જરૂરી છે,
કોઈ વ્યક્તિ બીમાર પડે છે ત્યારે તેને પહેલા દાડમ ખાવાની સલાહ આપવામાં આવે છે. શરીરમાં આયર્નની ઉણપ હોય કે પછી હૃદય-મનના સ્વાસ્થ્યની વાત હોય, દાડમ સ્વાસ્થ્ય માટે રામબાણ છે.
દાડમમાં ફાઇબર, વિટામીન K, C, અને B, આયર્ન, પોટેશિયમ, જસત અને ઓમેગા-6 ફેટી એસિડ, અન્ય ઘણા પોષક તત્વોથી ભરપૂર હોય છે. જે સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓને દૂર રાખવામાં મદદ કરે છે.
દાડમનું સેવન કરવાથી શરીરમાં લોહી વધે છે.
સ્કીન એલર્જી, લો બ્લડ પ્રેશર, એસિડિટી, ઉધરસ, કબજિયાત અને ગેસ હોય એમણે દાડમ ન ખાવું જોઈએ.