Krushi Mahiti: વલસાડ જિલ્લામાં બાગાયત વિભાગની વિવિધ સહાય યોજનાઓના લાભ લેવા I-KHEDUT પોર્ટલ સરકાર દ્વારા ખુલ્લુ મૂકવામાં આવ્યું
- વાવતેર માટેના સહાય ઘટકો માટે તા.૦૧-૧૨-૨૦૨૪ થી તા.૦૭-૧૨-૨૦૨૪ સુધી I-KHEDUT પોર્ટલ સરકાર દ્વારા ખુલ્લુ મૂકવામાં આવ્યું
Krushi Mahiti બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે વર્ષ ૨૦૨૪-૨૫માં બાગાયત ખાતાની ગુજરાત હોર્ટીકલ્ચર મિશન તથા રાજય પ્લાન યોજનાઓના વિવિધ ઘટકોમાં રાજયના ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજીઓ કરવા માટે I-KHEDUT પોર્ટલ તા.૦૧-૧૨-૨૦૨૪ થી તા.૧૫-૧૨-૨૦૨૪ સુધી સરકાર દ્વારા ખુલ્લુ મૂકવામાં આવનાર છે.
Krushi Mahiti બાગાયત ખાતાની યોજનાઓના વિવિધ ઘટકો જેવા કે અર્ધ પાકા મંડપ-વેલાવાળા શાકભાજીના પેડલ, કાચા મંડપ ટામેટા/મરચાં અને અન્ય શાકભાજીના ટ્રેલીઝ, શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન, સરગવાની ખેતીમાં સહાય, પ્લાસ્ટીક મલ્ય લેઇંગ મશીન, મેન્યુઅલ સ્પ્રેયર-નેપસેક / ફૂટ ઓપરેટેડ સ્પ્રેયર,ખેતર પરના ગ્રેડીંગ, શોટીંગ,પેકીંગ એકમ ઉભા કરવા સહાય, કાપણીના સાધનો,પ્રોસેસીંગના સાધનો,બાગાયતી પાકના પોસેસીંગના નવા યુનિટ માટે સહાય,ઔષધિય સુંગધિત પાકોના માટે નવા ડીસ્ટીલેશન યુનિટ, મિશન મધમાખી કાર્યક્રમ, ટ્રેકટર (૨૦ PTO HPસુધી), ટ્રેકટર માઉન્ટેડ/ઓપરેટેડ સ્પ્રેયર (૩૫ BHP થી વધુ) / ઇલેક્ટ્રોસ્ટેટીક સ્પ્રેયર,ટ્રેકટર માઉન્ટેડ/ઓપરેટેડ સ્પ્રેયર (૨૦ BHP થી ઓછા),પાવર નેપસેક સ્પ્રેયર / પાવર ઓપરેટેડ તાઇવાન સ્પ્રેયર (૧૨-૧૬લી. ક્ષમતા),પાવર નેપસેક સ્પ્રેયર / પાવર ઓપરેટેડ તાઇવાન સ્પ્રેયર (૧૬ લી.થી વધુ ક્ષમતા),પાવર નેપસેક સ્પ્રેયર / પાવર ઓપરેટેડ તાઇવાન સ્પ્રેયર (૮-૧૨ લી. ક્ષમતા),સ્વયં સંચાલિત બાગાયત મશીનરી, કંદ ફૂલો અને દાંડી ફૂલોના વાવતેર માટે સહાય ઘટકો માટે તા.૦૧-૧૨-૨૦૨૪ થી તા.૦૭-૧૨-૨૦૨૪ (૭ દિવસ) સુધીનાં સમયગાળા માટે I-KHEDUT પોર્ટલ સરકાર દ્વારા ખુલ્લુ મૂકવામાં આવેલ છે.
જ્યારે અન્ય બાગાયતી ઘટકો જેવા કે આંબા અને જામફળ ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ
આંબા તથા લીંબુ ફળપાકના જુના બગીચાઓને નવસર્જન માટે સહાય, કમલમ ફળ (ડ્રેગનફૂટ) ના વાવેતર માટે સહાયનો કાર્યક્રમ, કેળ (ટીસ્યુ)- ફળપાક ઉત્પાદક્તા વધારવાનો કાર્યક્રમ,કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ, ટીસ્યુકલ્ચર ખારેકની ખેતીમાં સહાય, નાળીયેરી વાવેતર વિસ્તાર સહાય, પપૈયા-ફળપાક ઉત્પાદક્તા વધારવાનો કાર્યક્રમ,ફળપાક પ્લાન્ટીંગ મટીરીયલમાં સહાય,વધુ ખેતી ખર્ચવાળા ફળ પાકો સિવાયના ફળપાકો, ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો,આંબા, જામફળ, દાડમ, લીંબુ માટે,પોલીહાઉસ (નેચરલી વેન્ટીલેટેડ)-નળાકાર સ્ટ્રક્ચર માટે, નેટહાઉસ- નળાકાર સ્ટ્રક્ચર માટે, રાઈપનીંગ ચેમ્બર (ક્ષમતા મહત્તમ ૩૦૦ મે.ટન), સંકલિત કોલ્ડ ચેઈન સપ્લાય સીસ્ટમ, ફંક્શનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (કલેકશન, શોટીંગ /ગ્રેડીંગ, પેકીંગ એકમો વગેરે તેમજ ગુણવતા નિયંત્રણ,પૃથ્થયકરણ પ્રયોગશાળા), નાની નર્સરી (૧ હે.) ઘટકો માટે તા.૦૧-૧૨-૨૦૨૪ થી તા.૧૫-૧૨-૨૦૨૪ (૧૫ દિવસ ) સુધીનાં સમયગાળા માટે I-KHEDUT પોર્ટલ સરકાર દ્વારા ખુલ્લુ મૂકવામાં આવેલ છે.
ઉપર જણાવેલ બાગાયતી વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે https://ikhedut.gujarat.gov.in વેબસાઈટ પર કે ગામના ઇ-ગ્રામ સેન્ટર કે નાયબ બાગાયત નિયામક, વલસાડ કચેરી ખાતે સવારના ૧૦.૩૦ કલાકથી સાંજના ૬.૧૫ કલાક દરમ્યાન ૭/૧૨, ૮-અ ની નકલ, આધાર કાર્ડની નકલ, જાતિનો દાખલો, બેંક ખાતાની વિગતો સાથે લઇ સંબંધિત ઘટકમાં સમયસર અરજી કરવાની રહેશે.અરજી કર્યા બાદ અરજીની પ્રિંન્ટ જરૂરી સાધનિક કાગળો સાથે દિન-૦૭ માં નાયબ બાગાયત નિયામકની કચેરી,શ્રમજીવી વિદ્યામંડળ સંકુલ,પહેલો માળ,એચ.ડી.એફ.સી.વલસાડ બેંક શાખાની સામે,તિથલ રોડ,વલસાડ-૩૯૬૦૦૧ ખાતે અચૂક જમા કરાવવાના રહેશે. આ અંગે વધુ જાણકારી માટે જિલ્લા બાગાયત ખાતાની કચેરીના ફોન નંબર :- ૦૨૬૩૨-૨૪૩૧૮૩ ઉપર રૂબરૂ કે ટેલીફોનીક સંપર્ક સાધી શકાશે