- શ્રી દાદા લાડ ખેત પદ્ધતિ, જે કામ 28 વર્ષે થયું તે કામ 1 વર્ષમાં કરી શકે તેમ છે
દિલીપ પટેલ
અમદાવાદ, 13 ઓગસ્ટ 2024
Krushi Jagat: ગુજરાતમાં પ્રથમવાર કપાસના પાકમાં નવતર દાદા લાડ કોટન પ્રોડક્શન ટેકનૉલૉજીનો પ્રયોગ કર્યો છે.
Krushi Jagat મહેસાણાના વિસનગરના કુવાસણા ગામના 59 વર્ષના ખેડૂત ગીરીશકુમાર મંગળદાસ પટેલે કપાસના પાકમાં શ્રી દાદા લાડ કપાસ તંત્ર જ્ઞાનની પદ્ધતિ અપનાવી છે. વીઘે દોઢથી બે ઘણું ઉત્પાદન વધી જતું હોવાનો તેમનો દાવો છે. તેઓ બે વર્ષથી કપાસની દાદા લાડ પ્રકારની ખેતી કરે છે. કપાસ પેદા કરવાની નવા પ્રકારની તકનિકની ખેતીને બે વરસ પુરા થયા છે. જેમાં દોઢ ઘણાથી બે ઘણું ઉત્પાદન મળ્યું હતું.
સરળ રીત
આ એકદમ સાદી પદ્ધતિ છે. નીચેની ફુલ વગરની ડાળી અને જમીનને અડી જતા ડાળી અને પાન કાપવામાં આવે છે. કપાસની ટોચ પરની સૌથી ઊંચી મુખ્ય સોટાની ટોચેથી કાપી કાઢવાની એકદમ સરળ રીત છે. દરેક ખેડૂતો જોતા આવ્યા છે કે જમીન પરની નીચેની ડાળીઓમાં ક્યારેય કેરી થતી નથી. હવે તે શોધી કાઢીને નવી તકનીક વિકસાવી છે.
દાદા લાડ કપાસની ખેતી તકનીક છે. મજૂરી, દવા અને ખાતર પર વધુ પડતો ખર્ચ થાય છે. તેથી ઉત્પાદન ખર્ચ ઘટાડવાની જરૂર છે અને આ માટે ખેડૂતોએ સંકલિત પાક પદ્ધતિ અપનાવવી જોઈએ. દાદા લાડ કપાસની ખેતીની તકનીકમાં યોગ્ય જાતની પસંદગી, પથારીમાં વાવેતર, યોગ્ય અંતરથી ખેતી કરાય છે.
શું છે પદ્ધતિ
જાત પસંદગી
વાવેતર બે હાર વચ્ચે 3 ફૂટ જગ્યા રાખી કરવું. હારમાં કપાસના બે છોડ વચ્ચેનું અંતર 1 ફૂટ હોય છે.
મોટી કેરીની કોઈ પણ જાત પસંદ કરાય છે. 5 ગ્રામનું કાલુ થતું હોય તેવી જાત પસંદ કરાય છે.
છોડ નીચે ડાળી કાપો
કપાસના છોડની નીચે જમીન પાસે ડાળી બે પ્રકારની હોય છે. મોનોફોડિયા ડાળી કપાસનો 70 ટકા ખોરાક ખાઈ જાય છે. ફુલ આવેલા ન હોય એવી ડાળી નીચેની કાપી લેવામાં આવે છે. આવી 3થી 5 ડાળી હોય છે. જમીનને અડી રહેતાં પાંદડા કાપી કાઢવામાં આવે છે. ફુલ આવે ત્યારે કટીંગ – પુલીંગ કરી દેવામાં આવે છે. જેના પર ફૂલ હોય તે સીમ ફોડિયા ડીળીને એમને એમ રહેવા દેવી. તેને ફળાવ ડાળી કહેવામાં આવે છે. ડાળખીઓ અને પાંદડા જમીન પર જ નાંખી દઈને તેનું આવરણ કરી દેવામાં આવે છે. ડાળી કાપવાનું એક એકર દીઠ રૂ. 1 હજારનું મજૂરી ખર્ચ આવે છે. તેનાથી ત્રણ ઘણું પાણી અને ખાતર ડાલી કાપી લેવાથી બચે છે.
40 કેરી રાખી ટોપીંગ કરો
એક કપાસના છોડ પર 40 કેરી – જીંડવા રહેવા દેવા. 3 ફૂટ વિકાસ થઈ જાય પછી 40થી 45 દિવસના કપાસમાં ટોપીંગ કરી દેવામાં આવે છે. ઉપરની સીધી સોટા જેવી ઊભી ડાળીનો વિકાસ કે વધતી બંધ કરાવી દેવા માટે ઉપરથી કાપી કાઢવામાં આવે છે. ત્રણથી ચાર ફૂટ સુધી પહોંચે ત્યારે તેની ટોચ દૂર કરવી જરૂરી છે. પથારી અને ટપક સિંચાઇ પદ્ધતિ વાપરવી જોઈએ. મૃત ડાળીઓને દૂર કરવી અને જડમૂળ કરવી એ મહત્વનું કાર્ય છે. આ ઉપરાંત કપાસનું વાવેતર 90×30 સે.મી.ના અંતરે કરવું જોઈએ. આમાં આ પદ્ધતિથી એક એકરમાં છોડોની સંખ્યા વધે છે. સીધી જાય એવી વિકાસની ડાળી કપાસમાં હોય છે. જે છોડ ઉગ્યાના 40થી 45 દિવસમાં ટોચ પરથી કાપી નાંખવામાં આવે છે. તેથી જીંડવાંની સંખ્યા વધે છે, જીંડવાંનું વજન વધે છે.
દાદા લાડ રીતના ફાયદા
1 – છોડની સંખ્યામાં વધારો થાય છે.
2 – એક એકરમાં 15 હજાર છોડ હોય છે.
3 – હાલની પદ્ધતિમાં 4.5 ફૂટ 2 ફૂટમાં 4800 છોડ આવે છે.
4 – ત્રણ ગણાથી વધારે છોડ થઈ જાય છે.
5 – સામાન્ય કપાસમાં 5 ગ્રામનું ફળ હોય તે દાદા પધ્ધતિમાં 8થી 10 ગ્રામ થઈ જાય છે.
6 – પોષણ ઓછું આપવું પડે છે જે ડાળી ખોરાક ખાઈ જાય તે ડાળી કાપવામાં આવે છે.
7 – ડાળી ઓછી થઈ જતાં છોડ અને જમીનને સુર્ય પ્રકાશ અને હવા સારી મળી રહે છે.
8 – ઓછી ડાળી થઈ જવાથી રોગ જીવાત ઓછા થઈ જાય છે.
9 – 40 મણ કપાસ 80 – 90 મણ થઈ જાય છે. 3 ગણી આવક થઈ શકે છે.
10 – ઓછા ખર્ચે ચાંદી જેવો સારી ગુણવત્તાનો કપાસ બમણો પાકે છે.
એક કેરીમાં રૂનું વજન
જૂની રીતમાં એક કેરીમાંથી 5 ગ્રામ રૂ નિકળે તો છોડ પરથી 200 ગ્રામ રૂ મળે છે. નવી રીતમાં કેરી જો 5 ગ્રમ ગણીયે તો 200 ગ્રામ રૂ મળે છે. એક એકરમાં 15000 છોડ ગુણ્યા 200 એટલે 3 હજાર કિલો રૂ મળે છે. હાલ સરેરાશ વધુમાં વધું 40 મણ થઈ શકે છે. ટપક સિંચાઈ હોય તો ઉત્પાદન વધે છે.
બે ગણો કપાસ
કપાસના કાલાનુ વજન વધે છે. ચાલુ પદ્ધતિમાં 1 વીઘામાં 20 મણ રૂનુ ઉત્પાદન થતું હોય તો આ પદ્ધતિ અપનાવવાથી 40 મણ ઉત્પાદન લઈ શકાય છે.
ઉત્પાદન પ્રયોગ
ગયા વર્ષે ગીરીશભાઈની અડધા એકર જમીનમાં કપાસના 2200 છોડ આ રીતે ઉછેર્યા હતા. બાકીની અડધા એકર ખેતરમાં 4000 છોડ પરંપરાગત પદ્ધતિથી ઉછેર્યા હતા. 2200 છોડમાં 800 કિલોગ્રામ એટલે કે 40 મણ કપાસ પેદા થયો હતો. છોડ દીઠ 363.63 ગ્રામ કપાસ પેદા થયો હતો. બાકીના 4000 છોડમાં 800 કિલો કપાસ પેદા થયો હતો. એક છોડ દીઠ 200 ગ્રામ કપાસ થયો હતો. જે લગભગ અડધો હતો.
40 ટકા આવક વધી
દાંડી વાળા કપાસના કાલા – કેરીનું વજન 4થી 5 ગ્રામ જેટલું હોય છે. દાદાની દાંડી વગરની પદ્ધતિમાં કેરીનું વજન 8થી 10 ગ્રામ જોવા મળે છે. 1 લાખની આવક આ દાદા રીતથી થઈ અને પરંપરા ગત દાંડી વાળા છોડથી 58 હજારનો કપાસ થયો હતો. પ્રાકૃતિક ખેતીમાં કપાસનો સારો પાક મળ્યો.
જેટલું મળે છે એ વધારાનો ફાયદો. કપાસનો અત્યારનો ભાવ એક મણના 1450 રૂપિયા લેખે ગણીએ તો ગિરીશભાઈને માત્ર અડધા એકરમાં કરેલો 40 મણ કપાસ વેચવાથી 58,000 રૂપિયાની આવક થશે.
ચાંદી જેવો સફેદ કપાસ
રૂની ગુણવત્તા બીજા રૂ કરતાં જૂદી દેખાય છે. તારની મજબૂતાઈ વધે છે. ગુણવત્તા સુધરે છે. રૂની ચમક વધે છે. ચાંદી જેવો થઈ થઈ જાય છે. ઓછા ખર્ચે ચાંદી જેવો સારી ગુણવત્તાનો કપાસ બમણો પાકે છે.
કેળની ખેતીથી પ્રેરણા
ખેડૂતો કેળના છોડની સીધી ઉપર જતી ડાળી કાપી નાખતા હતા. કેળની લુમના ટોચના કાચા કેળા કાપી કાઢતાં હતા. કારણ કે ડાળી વધારે પોષકતત્ત્વો ખેંચી લે છે. તેથી પાક ઓછો મળે છે. તે ડાળી કાપી નાખવાથી તેમને વધારે પાક મળે છે. આ પદ્ધતિ દાદા લાડે કપાસમાં અપનાવી હતી. તેમની પાસે જઈને ગીરીશભાઈ આ પધ્ધતિ શિખી લાવ્યા છે. જે ઘણાં રાજ્યોમાં પ્રચલિત છે.
પાક ફેર બદલી
બે વીઘામાં કપાસ અને સવા વીઘામાં ઘઉં, અડદ અને રાઈનો ફેરબદલીનો પાક લે છે. સારી ગુણવત્તાનો કપાસનો પાક મેળવ્યો છે. કૃષિ તાલીમોમાં ભાગ લે છે.
પ્રાકૃતિક ખેતી
તેમની પાસે 7 વીઘા જમીન છે. તેઓ 7 વર્ષથી સજીવ ખેતી કરે છે. પ્રાકૃતિક ખેતીની સાથેસાથે ખેતીની શ્રેષ્ઠ પદ્ધતિઓ, પ્રણાલીઓ અપનાવી છે. જંતુનાશક દવાઓનો ખર્ચ ઘટે છે. પાણી ઓછું વપરાય છે. કુટુંબનું આરોગ્ય ખર્ચ ઘણું ઘટે છે. ઘણાં ખેડૂતો અલગ કરે છે. જેમાં નો-ટીલ ટેકનિક, છાણનો ઉપયોગ, પથારી પર વાવેતર, પાકના અવશેષો જમીનમાં સડવા, જીવાત અને રોગ નિયંત્રણ માટે વિવિધ જૈવિક સંયોજનોનો ઉપયોગ, જૈવિક ખાતરો અને ફૂગનાશકોનો નિયમિત ઉપયોગ કરવો પડશે. કપાસની સાંઠીનો ભૂકો કરીને જમીનને મોટી માત્રામાં જૈવિક ખાતર મળે છે અને જમીનનું પોત સુધરે છે.
દાદા લાડ મારા ખેતરમાં આવી ગયા
મે 2021માં દાદા લાડ ગુજરાતના મહેસાણાના વિજાપુરમાં મારા ખેતરમાં આવ્યા હતા. જેમનો કાર્યક્રમ ગાંધીનગરમાં હતો. કૃષિ વિજ્ઞાની ડો. જે. એમ. પટેલ સમક્ષ મેં મારા ખેતર બધું બતાવ્યું હતું. અણદાભાઈ થરાદ ખેત ઉત્પન્ન બજારના અધ્યક્ષ અમદાભાઈ વિડિયો જોઈને તેમના ખેતરમાં કપાસ આવ્યા હતા.
200 ખેડૂતો
વિસનગર તાલુકાની ડીએસસી – ડેવલપમેન્ટ સપોર્ટ – સંસ્થા દ્વારા ખેડૂતો ભેગા થયા હતા. કેટલાક ખેડૂતોએ 10 – 15 છોડ પર પ્રયોગ કર્યો છે. ઘણાં ખેડૂતો ઓનલાઈન શિખ છે. વિડિયો દ્વારા ઘણાં ખેડૂતો શિખ્યા છે.
હાલ 200 ખેડૂતો જેવા ખેડૂતો ગુજરાતમાં આ પદ્ધતિથી ખેતી કરે છે.
નબળો ઉત્સાહ
તેમણે એક હજાર ખેડૂતોને તાલમી આપી તેમાં હાલ 5થી 6 ખેડૂતો એ પ્રયોગો કર્યા હતા.
મહારાષ્ટ્રમાં 700 ખેડૂતો
મહારાષ્ટ્રના ખેડૂત દાદા લાડ છે. તેમણે વિકસાવેલી ખેતીની રીત, 2022માં મહારાષ્ટ્રની ‘શ્રી દાદા લાડ કપાસ પદ્ધતિ’ ગુજરાતમાં તેઓ લાવ્યા છે. ખેતરોનો કુદરત મુજબ કુદરતી રીતે વિકાસ કરવો જરૂરી છે. સ્થાનિક બિયારણનો ઉપયોગ કરવો જોઈએ. જીવવિજ્ઞાન વિભાગ ખાસ રસ લે છે. મહારાષ્ટ્રના વિદર્ભ અને મરાઠવાડાના 700 ખેડૂતોએ તેમની 1600 એકરમાં આ ખેતી કરી રહ્યાં છે.
ગુજરાતમાં કપાસની ખેતી –
વાવેતર અને ઉત્પાદન
2023-24માં કપાસનું વાવેતર 26 લાખ 83 હજાર હેક્ટર અને ઉત્પાદન 99 લાખ 18 હજાર ટન અને 628.42 કિલો હેક્ટરે ઉત્પાદન થવાની ધારણા હતી.
1995-96માં 14 લાખ 10 હજાર 400 હેક્ટરમાં વાવેતર સામે 22 લાખ 01 હજાર 500 ટન પેદા થયો હતો. જે સરેરાશ 265 કિલો કેહટર દીઠ પેદાશ હતી.
28નું કામ 1 વર્ષમાં
28 વર્ષમાં 12.73 લાખ હેક્ટર કપાસનું વાવેતર વધ્યું હતું. 77.17 લાખ ટન કપાસનું ઉત્પાદન વધ્યું છે. હેક્ટર દીઠ પેદાશ 235 કિલો વધી હતી. જે કામ 28 વર્ષે થયું તે કામ 1 વર્ષમાં આ નવી પદ્ધતી કરી શકે તેમ છે.
1 કરોડ ટન કપાસ 3 કરોડ ટન થઈ જાય
જો 2024-25ના વર્ષમાં ગુજરાતના કપાસ પકવતાં 25 લાખ ખેડૂતો 30 લાખ હેક્ટરમાં કપાસ વાવીને શ્રી દાદા લાડ પદ્ધતિથી ખેતી કરે તો 1 કરોડ ટન કપાસનું ઉત્પાદન વધીને 2 કરોડથી 3 કરોડ ટન કપાસ પેદા કરી શકાય તેમ છે.
75 હજાર કરોડનો કપાસ 225 હજાર કરોડનો થઈ જાય
ગુજરાતમાં કપાસનો ભાવ 1 કિલોનો 75 રૂપિયા ગણવામાં આવે તો રૂ. 75 હજાર કરોડનો પેદા થયો ગણાય. જે નવી રીતથી બે ગણો વધે તો રૂ 150 હજાર કરોડ અને 3 ગણું ઉત્પાદન વધે તો રૂ.225 હજાર કરોડનો કપાસ પેદા થઈ શકે છે. વધુ ઉત્પાદન થતાં ભાવ નીચા રહે તો પણ રૂ. 200 હજાર કરોડ ખેડૂતોને મળી શકે તેમ છે. આમેય છેલ્લાં 10 વર્ષથી કપાસના ભાવમાં ખાસ વધારો થયો નથી. તેથી કપાસની ખેતી ખોટમાં જવાની તૈયારીમાં છે ત્યારે નવી પદ્ધતિ તેને ઉગારી શકે તેમ છે.
માલામાલ બે જિલ્લા
ગુજરાતના ખેતરોમાં મુખ્ય પાક કપાસ છે. 1 કરોડ હેક્ટરમાં 20 ટકા કપાસ વવાય છે. જે વાવેતર અને ઉત્પાદનમાં ભારતમાં બીજા નંબર પર છે. સૌથી પછાત એવા સુરેન્દ્રનગરમાં સૌથી વધારે 3.35 લાખ હેક્ટરમાં 12 લાખ ગાંસડી અને બીજા નંબર પર અમરેલીમાં 3 લાખ હેક્ટરમાં 96 લાખ ગાંસડી કપાસ પેદા થાય છે. આ બન્ને જિલ્લાના ખેડૂતો માલામાલ થઈ શકે તેમ છે.
અવનવા પ્રયોગો
આંતર ચાસ પાટલા, પીળાં પાટિયાં, પ્રકાશ પિંજર, સંકલિત પોષણ વ્યવસ્થાપન અને સંકલિત જીવાત વ્યવસ્થાપન જેવી શ્રેષ્ઠ પ્રણાલીઓ પદ્ધતિઓ અપનાવી છે.
નવા સાધનો
ગીરીશભાઈને લોકો ગાંડા ખેડૂત કરીકે ઓળખે છે, તેઓ જે અખતરા અને ગાંડુ વાંચન કરે તે બીજા કરતાં નથી. આંતર પાક, આંતર ચાસ પાટલા, પીળાં પાટિયાં, પક્ષી થાંભલા, લીલી મલ્ચિંગ, વર્મી કમ્પોસ્ટ, જમીન ચકાસણી, પ્રકાશ પિંજર, સંકલિત પોષણ વ્યવસ્થાપન અને સંકલિત જીવાત મારણ બાબતો અપનાવી છે.
કૃષિ વિશ્વ વિદ્યાલયો અને સંસ્થાઓની મદદથી ઘણાં નવા અખતરા કરીને સફળ થયા છે.
નિંદામણનું નવું સાધન
મહેસાણાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-ખેરવાને નિંદામણ કાઢવાનું હાથથી ચલાવવાનું સાધન આપ્યું હતું. જેનાથી મજૂરી ખર્ચ બચી જતો હતો.
દેશી કપાસ
આ વર્ષે તલોદ કૃષિ વિશ્વ વિદ્યાલય પાસેથી કપાસનું દેશી બિયારણ મંગાવ્યું હતું. બે વીઘા ખેતરમાં નોન-બીટી કપાસ વાવ્યો છે.
નવી જાત
મહારાષ્ટ્રથી સૂરજ અને સુરભિ નામની કપાસની જાતની ખેતી કરી છે.
આંતર પાટલ પાણી
બે વીઘાના કપાસના ખેતરમાં 14 કલાક સિંચાઈના પાણીનો ખર્ચ 2240 રૂપિયા થાયો હતો. તેના બદલે આંતર પાટલ – એક છોડીને બીજા પાલળમાં સિંચાઈ કરી તો પાણી ઓછું વપરાય છે. ઓછા ખર્ચે વધારે વિસ્તારમાં વાવેતર થઈ શકે છે.
આચ્છાદન
કુદરતી મલ્ચિંગ – જમીન પર પડ કરવા આચ્છાદન માટે કઠોળના પાકો પર રોટાવેટર ફેરવીને કામ કરે છે. પછી આંતરપાકના અવશેષોને જમીન પર પાથરીને મલ્ચિંગ કરે છે. તેના કારણે અળસિયા, ભેજ વધ્યા અને નિંદામણ ઓછું થયું હતું.
પ્રકાશ પિંજર
જમીનમાં હવા, પાણી અને પ્રકાશનું 98.5 ટકા કુદરતી રીતે હોય છે. ખૂટતા 1.5 ટકા વધારવા કાર્બન, ફોસ્ફરસ અને નાઈટ્રોજન નાંખવામાં આવે છે.
દીવેલનો પ્રયોગ
લોખંડનું તગારામાં પાણી ભરી તેમાં દીવેલ નાંખે છે. ઉપર એક લેમ્પ રાખે છે. પીળો કાગળ રાખવાથી હાનિકારક જીવાતો ખેંચાઈને દીવેલવાળા પાણીમાં પડી મરી જાય છે.
કોઈ ખેડૂતો બોલાવે તો તેઓ ત્યાં આ પદ્ધતિ સમજાવવા માટે પોતાના ખર્ચે જાય છે. તેમણે 1100 ખેડૂતોને ‘શ્રી દાદા લાડ પદ્ધતિ’ની તાલીમ આપી છે.
વાદળી અને પીળી સ્ટીકી ટ્રેપનો સમાવેશ થવો જોઈએ, સુગંધી જાળ, નિંબોલીના અર્કનો નિયમિત ઉપયોગ, જૈવિક ફૂગનાશકોનો ઉપયોગ કરો.
ભૂંડ ગયા
જીવામૃત જૈવિક ખાતરના કારણે ખેતરમાં ભૂંડ આવતાં બંધ થયા છે.
છાછામૃત જેવા બાયોપેસ્ટિસાઈડ છાંટવાથી ભૂંડ આવતાં નથી.
શેઢેપાળે તુવેર ઉગાડીને કપાસમાં ઈયળ ઓછી કરી છે.
ત્રણ સ્તરની ખેતી
2023માં તેમની એક એકર જમીનમાં 30×30 મીટરમાં 3 સ્તરની – મલ્ટિ-લેયર કરીને ખેતી કરી છે. એક જે ખેતરમાં એકી સાથે ત્રણ પાક ઉગાડ્યા છે. જમીનની અંદર આદું-હળદર વાવ્યાં, જમીનની ઉપર 2 કે 3 ફૂટના છોડ કે વેલા જેવા કે ચોળી, ભીંડા, ગવાર, રીંગણ, ટામેટાં, મરચાં વાવ્યાં છે. તેમ જ તેની ઉપર મંડપ બાંધીને કાકડી, તુરિયા, દૂધીનો પાક વાવ્યો છે. હવે ઘણાં ખેડૂતો આ રીતે ત્રી સ્તરીય ખેતી કરીને બે કે ત્રણ ગણી આવક મેળવે છે. ઘણાં પાકમાં પાણી અલગ આપવું પડે છે. જંતુનાશકો અને ખાતર અગલ આપવું પડે છે.