RR vs RCB: બુધવારે અમદાવાદમાં રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે IPL 2024ની એલિમિનેટર મેચ રમાવાની છે. આરસીબીએ આ મેચ પહેલા પ્રેક્ટિસ રદ કરી હતી. એક રિપોર્ટ અનુસાર વિરાટ કોહલીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. જેના કારણે તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ટીમે પ્રેક્ટિસની સાથે સાથે પ્રેસ કોન્ફરન્સ પણ રદ્દ કરી દીધી છે. જો કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.
બુધવારે સાંજે 7.30 વાગ્યાથી રાજસ્થાન અને બેંગ્લોર વચ્ચે એલિમિનેટર રમાશે. આ મેચ પહેલા RCBએ પ્રેક્ટિસ સેશન રદ્દ કરી દીધું હતું. આ સાથે બંને ટીમોએ પ્રેસ કોન્ફરન્સ પણ રદ્દ કરી દીધી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગુજરાત પોલીસે 4 લોકોની ધરપકડ કરી છે. પોલીસને તેઓ આતંકવાદી હોવાની શંકા છે.