કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં પતંગ પર્વ પર ભાજપ વિરોધી સુત્રોચાર લખી એક લાખથી વધુ પતંગોનું વિતરણ() કરવામાં આવ્યું હતું. જે બાબતે કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે ભરતી કૌભાંડ, કોરોના તેમજ મોંઘવારી સહિતના વિવિધ સ્લોગનો પતંગ પર લખીને ચગાવામાં આવ્યા હતા.
તેમણે જણાવ્યું હતું કે, ત્રીજી લહેર વધુ ઘાતક ન બને તેવી પ્રાર્થના પણ કરી હતી. વડાપ્રધાન પર નિશાન સાધતા કહ્યું કે, રાજ્યમાં બેરોજગારી અને મોંઘવારીને વધી રહી છે તેનું મુખ્ય કારણ વડાપ્રધાન જ છે. ગુજરાતના યુવાનોને ભાજપની સરકાર દ્વારા નશાના રવાડે ચઢાવી દેવામાં આવ્યા છે.
તેમણે જણાવ્યું કે ગુજરાત સરકાર ખેડુતોને અન્યાય કરી રહી છે. પેપર ફોડી યુવાનોને હેરાન કરી રહી છે. દારુ અને અફીણ અને ડ્રગ્સ જેવા નશામાં યુવાનોને નશાની લત લગાડી રહી છે. આ મુદ્દા સાથે પતંગ પર મેસેજ લખી ભાજપ સરકારને ધર ભેગી કરવા આહવાન કરવામાં આવ્યું છે. પ્રજા વિરોધી સરકારને હટાવી કોંગ્રેસની સરકાર બનાવવા માટે લોકોને અપીલ કરવામાં આવી રહી છે.
જગદીશ ઠાકોરે ઉત્તરાણની શૂભેચ્છા આપી હતી અને પતંગ ચગાવી હતી. પતંગ ચગાવતા કોંગ્રેસ પ્રમુખે કહ્યું કે આવનારી ચૂંટણીમાં ગુજરાતની જનતા ભાજપનો પતંગ ચોક્કસપણે કાપશે.