Kadi : નર્મદાની મુખ્ય કેનાલ પરનો બ્રિજ તૂટ્યો: રિપેરિંગ દરમિયાન JCB પાણીમાં ખાબકી, મોટી જાનહાનિ ટળી
નર્મદાની કેનાલ પરનો જુનો બ્રિજ સમારકામ દરમિયાન તૂટી જતા JCB મશીન સીધું પાણીમાં ખાબક્યું
સદનસીબે ઘટના દરમિયાન કોઈ જાનહાનિ થઈ નથી, પણ મોટી દુર્ઘટના ટળી ગઈ
કડી, શુક્રવાર
Kadi : કડી તાલુકામાં નર્મદા કેનાલ પર મોટી દુર્ઘટનાનો બનાવ સામે આવ્યો છે. કરણનગર અને બોરીસણા ગામને જોડતા નર્મદા કેનાલના જુના બ્રિજનું સમારકામ ચાલી રહ્યું હતું. શુક્રવારે સાંજના સમયે અચાનક બ્રિજનો મધ્ય ભાગ તૂટી પડ્યો હતો, જેના કારણે બ્રિજ પર આવેલી JCB મશીન સીધે કેનાલમાં ખાબકી હતી.
બ્રિજ જર્જરિત હાલતમાં હોવાથી નર્મદા વિભાગે તેને સમારકામ માટે બંધ રાખ્યો હતો. ઘટનાના સમયે JCB મશીન પર ટાયર બદલવાનું કામ ચાલી રહ્યું હતું. દુર્ઘટના સમયે કામદારો સ્થળ પર હાજર ન હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી.
જેથી મોટી જાનહાનિ ટળી
દુર્ઘટનાના પગલે નર્મદા વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા, પણ બાદમાં બહાર પડતી માહિતી મુજબ તેઓ ઘટનાના થોડા સમયમાં જ સ્થળેથી ચાલ્યા ગયા હતા. JCB મશીનને કેનાલમાંથી બહાર કાઢવા માટે હવે મોટી ક્રેનની જરૂર પડશે.
પ્રાથમિક માહિતી અનુસાર, જુના બ્રિજના સમારકામ દરમિયાન આ ઘટના બની છે, જે માટે વધુ તપાસ હાથ ધરાઈ છે.