Job vacancy : મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના હેઠળ ગાંધીધામ મનપામાં મોટી ભરતી, છેલ્લી તારીખ 20 એપ્રિલ
Job vacancy : નોકરી શોધી રહેલા યુવા ઉમેદવારો માટે ખુશખબર છે. ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના અંતર્ગત કુલ 92 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી સંપૂર્ણપણે એપ્રેન્ટિસ એક્ટ, 1961 હેઠળ થશે. અરજી કરવાની છેલ્લી તારીખ 20 એપ્રિલ 2025 છે.
કેટલી જગ્યાઓ માટે છે ભરતી?
મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવેલી વિગતો અનુસાર, વિવિધ હોદ્દાઓ માટે ખાલી જગ્યા નીચે મુજબ છે:
ક્લાર્ક-કમ-કમ્પ્યુટર ઓપરેટર: 30 જગ્યા
હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર: 15 જગ્યા
સર્વેયર: 10 જગ્યા
પ્લમ્બર: 10 જગ્યા
વાયરમેન, ફિટર, ઇલેક્ટ્રિશિયન: દરેક માટે 5 જગ્યા
મિકેનિક ડીઝલ, મિકેનિક મોટર વાહન, કેડ ઓપરેટર: દરેક માટે 4 જગ્યા
લાયકાત અને પગારવિઘિ
દરેક પદ માટે ઉમેદવાર પાસે સંબંધિત ટ્રેડમાં ITI પાસ હોવું જરૂરી છે.
ફક્ત માન્ય બોનાફાઈડ પ્રમાણપત્રો જ માન્ય ગણાશે.
પસંદ થયેલા ઉમેદવારોને મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના મુજબ સ્ટાઈપેન્ડ આપવામાં આવશે.
અન્ય કોઈ પગાર, ભથ્થાં કે ભાડાની વ્યવસ્થા રહેશે નહીં.
ઉંમર મર્યાદા અંગે મહાનગરપાલિકાએ ખાસ કોઈ ખુલાસો કર્યો નથી.’
અરજી કેવી રીતે કરવી?
લાયક ઉમેદવારોને તેમની અરજી સાથે પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ અને જરૂરી પ્રમાણપત્રોની સત્યપ્રતિકૃતિઓ સાથે ગાંધીધામ મહાનગરપાલિકા કચેરીમાં હાજર થવું રહેશે.
અરજી કરવાની અંતિમ તારીખ: 20 એપ્રિલ, 2025
મોડેથી કરાયેલી અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં .
ઉમેદવારોએ અરજીમાં ફરજિયાત રૂપે પોતાનું ઈમેઈલ આઈડી અને વોટ્સએપ નંબર ઉમેરવો જરૂરી રહેશે, કેમ કે કોલ લેટર ઈમેઈલ અને વોટ્સએપ દ્વારા મોકલવામાં આવશે.
મહત્વપૂર્ણ નોંધ
આ ભરતી સ્થાયી નોકરી માટે નથી. માત્ર એપ્રેન્ટિસશીપ ધોરણે, તાત્કાલિક આધારે નિયુક્તિ કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી, મહાનગરપાલિકા દ્વારા નક્કી કરાયેલા નિયમો મુજબ થશે.