પોલિટિકલ ડેસ્ક : તાજેતર માં સંપન્ન થયેલી વિધાનસભા ની પેટાચૂંટણીમાં ત્રણ બેઠકો ભાજપે ગુમાવતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત ભાજપની પ્રદેશ નેતાગીરીથી નારાજ હોવાની વાત કાલે સ્પષ્ટ થઈ ચૂકી છે. 31મી ઓકટોબરની પૂર્વ સંધ્યાએ વડાપ્રધાન અમદાવાદ એરપોર્ટ પર આવી પહોચ્યા ત્યારે તેઓની નારાજગી જોઈ શકાતી હતી અને એટલેજ કેવડિયા કોલોની ખાતે એકતા દિવસ ની ઉજવણી દરમ્યાન ભાજપના બધાય નેતાઓને અળગાં રાખવામાં આવ્યા હોવાનું કહેવાય છે, પરિણામે ગુજરાતના રાજકારણમાં કઇંક નવાજૂની થાય તેમ ભાજપના કાર્યકરોમાં જ કાનફુશી થઈ રહી છે.
વડાપ્રધાનના ગુજરાત માંજ પેટાચૂંટણીના પરિણામો વિપરીત આવતા નરેન્દ્ર મોદી પ્રદેશ નેતાગીરીથી માંડીને સરકારના મંત્રીઓથી ખુબજ નારાજ છે
પીએમ નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પર જ્યારે આવી પહોચ્યાત્યારે રાજ્યપાલ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી એ સ્વાગત કર્યુ ત્યારે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સામે
વડાપ્રધાન મોદીએ નોંધ પણ લીધી ન હતી અને અણગમો જણાતો હોવાનું સ્પષ્ટ થતું હતું ,આ વાત ભાજપના કાર્યકરોમાં ચર્ચાસ્પદ બની હતી અને પ્રમુખપદેથી જીતુ વાઘાણીની વિદાય નક્કી મનાય રહી છે અત્રે નોંધનીય છે કે દિવાળી ઉપર અમદાવાદની મુલાકાતે આવેલાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તો સરકીટ હાઉસમાં બેઠક યોજી ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી ને ગુજરાત માં આવેલ પરિણામો અંગે જવાબ માંગ્યો હતો અને ખખડાવ્યા હોવાનું પણ કહેવાય છે
પેટાચૂંટણીમાં રાધનપુર અને બાયડ બેઠકની જવાબદારી ગૃહમંત્રી પ્રદિપસિહ જાડેજાને શીરે હતી એટલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેઓ થી પણ નારાજ છે.
આ ઉપરાંત સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મુખ્યમંત્રી સહિતના મંત્રી,ભાજપના નેતાઓને દૂર રખાયાં હતાં. આ વાત ભાજપના કાર્યકરોમાં ચર્ચાનો મુદ્દો બન્યો હતો.
ઉપરાંત સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે કાર્યક્રમ પૂર્ણ કરી અમદાવાદ એનેક્સી ખાતે વડાપ્રધાનની એક બેઠકનુ આયોજન અગાઉ થી નક્કી હતું અને આ બેઠકમાં મુખ્યમંત્રી,નાયબ મુખ્યમંત્રી ઉપરાંત સંગઠનના પદાિધકારીઓ સાથે ચર્ચા કરવાની હતી જે પણછેલ્લી ઘડીએ રદ કરાયું હતું. આમ,પેટાચૂંટણીના પરિણામો બાદ વડાપ્રધાન પણ ગુજરાતના નેતાઓથી નાખુશ છે. ઉત્તર ગુજરાત માં આંતરિક મતભેદો અને શંકર ચૌધરીએ શક્તિ પ્રદર્શન કરવા ની વાત અને ભાજપ માંજ ખેલાયેલા આંતરીક પોલિટિક્સ ને હેન્ડલ નહિ કરવા સમર્થ વર્તમાન નેતાગીરી સામે નારાજ મોદીજી આગામી સમય માં કડક પગલાં ભરે તેવી શક્યતાઓ જણાઈ રહી છે.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.