ગતરોજ મોડીરાત્રે વડગામના ધારાસભ્ય અને દલિત નેતા જીગ્નેશ મેવાણીની બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતેથી આસામ પોલીસ દ્ઘારા તેમની ધરપકડ કરવામાં આવી હતી તેના વિરોધમાં કોંગ્રેસ દ્ઘારા અમદાવાદના સારંગપુર ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ જેમાં તમામ નેતાઓ અને કાર્યકર્તાઓની પોલીસ દ્ઘારા અટકાયત કરવામાં આવી હતી સરકાર વિરોધ સૂત્રોચાર પણ કર્યા હતા આ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસ પ્રદેશ પ્રુમખ જગદીશ ઠાકોર,કોંગ્રેસ વિપક્ષનેતા સહિત ધારાસભ્યો કોર્પોરેટર, મહિલાઓ કાર્યકર્તાઓ પણ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા ધારણ કરી સરકાર વિરોધી સૂત્રચાર કર્યા હતા
પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યુ હતુ કે જીગનેશ મેવાણી RRS પર કરેલા ટ્વિટને લઇ તેમની ધરપકડ કરવામાં આવી છે પરંતુ કોઇ પણ વોરંટ આપ્યા વગર ધરપકડ કરી છે CRPCના તમામ નિયમો નેવી મૂકી કાર્યવાહી કરવામાં આવી છે
ભાજપ સરકારમાં ખોટા કેસ કરી લોકોનો આવાજ દબાવામાં આવી રહ્યા છે અમે સરકાર સામે અડીખમ રહીને લડીશું જે માટે ડરો નહી લડો ના નારા સાથે અમે આગળ વઘીશું
જિગ્નેશ મેવાણીની ધરપકડ સામે વિરોધ
ગુજરાત કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
સારંગપુર આંબેડકર પ્રતિમા પાસે વિરોધ
ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની ધરપકડનો વિરોધ
ગુજરાત કોંગ્રેસ દ્વારા અમદાવાદમાં વિરોધ પ્રદર્શન કરાયું
નેતાઓની અટકાયત કરતાં મહિલા કાર્યકરોએ રોડ પર બેસી ગઈ હતી
આસામમાં થયેલી ફરિયાદના આધારે આસામ પોલીસે કરી ધરપકડ
આજે અમદાવાદના સારંગપુર ખાતે બાબા સાહેબ આંબેડકરની પ્રતમિમા પાસે કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર દ્વારા વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
મહત્વનું છે કે, ગુજરાત કોંગ્રેસના પ્રદર્શનને લઈને સારંગપુર ખાતે ACP, PI, 10 જેટલી પોલીસની ગાડીઓ સહિતનો પોલીસ કાફલો ખડકી દેવાયો હતો.
આ દરમિયાન શહેઝાદ ખાન વચ્ચે બોલાચાલી થઈ હતી. જે બાદ પોલીસે એક બાદ એક નેતાઓની અટકાયત શરૂ કરી હતી.
બીજી તરફ મહિલાઓ રોડ પર બેસી ગઈ હતી. તેમજ યુથ કોંગ્રેસે સારંગપુર ચાર રસ્તા નો રસ્તો રોકી લીધો હતો.