JEE Mains 2025: અમદાવાદના શિવેન તોશીવાલા ગુજરાતમાં ટોપ, 100 પર્સન્ટાઈલ સાથે દેશનું ગૌરવ વધાર્યું
JEE Mains 2025: JEE Mains 2025નું પરિણામ જાહેર થતા જ ગુજરાતમાંથી બે ટોપર્સના નામે ચમક ઝમકાવાની શરૂઆત થઈ છે. અમદાવાદના શિવેન તોશીવાલા અને વડોદરાના અદિત ભગડે બંનેએ 100 પર્સન્ટાઈલ મેળવીને રાજ્ય સાથે દેશનું પણ ગૌરવ વધાર્યું છે. બંને વિદ્યાર્થીઓએ પોતાની અવિરત મહેનતના બળે આ સિદ્ધિ હાંસલ કરી છે.
શિવેન તોશીવાલાએ જણાવ્યું કે તેણે ધોરણ 9થી જ JEE માટે તૈયારી શરૂ કરી હતી. પહેલા રાઉન્ડમાં પણ તેને 100 પર્સન્ટાઈલ મળી હતી અને હવે બીજા સત્રમાં ફરી તે પરિણામ ફરીથી આર્થિક રીતે અને શૈક્ષણિક રીતે સશક્ત બનીને આવ્યો છે. શિવેનને ઓલ ઈન્ડિયા રેન્ક 9 મળ્યો છે અને ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.
તેના કહેવા મુજબ, મેથેમેટિક્સ વિષયમાં વધુ સમય આપવો જરૂરી હોય છે જ્યારે કેમિસ્ટ્રી વિષય તેને ખાસ પડકારરૂપ લાગ્યો હતો. તેણે chemistry માટે ખાસ મહેનત કરી. શિવેનના માતા-પિતા બંને ડોક્ટર છે અને તેમના દીકરાના સપનાને સાકાર કરવા સંપૂર્ણ સપોર્ટ કરી રહ્યા છે. હવે શિવેનનું લક્ષ્ય IIT મુંબઈમાં એડમિશન મેળવવાનો છે, જેના માટે તે JEE Advanceની તૈયારી કરી રહ્યો છે.
આ વર્ષે કુલ 24 વિદ્યાર્થીઓએ JEE Mainsમાં 100 પર્સન્ટાઈલ મેળવ્યા છે, જેમાં સૌથી વધુ રાજસ્થાનના 7, અને ગુજરાતના 2 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. ગુજરાતના શિક્ષણ ક્ષેત્રે આ સિદ્ધિ વિશેષ ગૌરવની બાબત છે.