જામનગરઃ એક સમયના જામનગરના બહૂચકચારી વકીલ કિરીટ જોશી હત્યા કેસના મુખ્ય આરોપીઓની કોલકાત્તામાંથી ધરપકડ કરે લવામાં આવી છે. 28મી એપ્રિલ, 2018ના રોજ સાંજે જામનગરમાં જાણીતા વકીલ કિરીટ જોશીની જાહેરમાં રસ્તા પર છરીના ઉપરાઉપરી આઠથી દસ ઘા મારીને હત્યા કરી નાંખવામાં આવી હતી. આ કેસના આરોપીઓ દિલીપ ઠક્કર, હાર્દિક ઠક્કર અને જયંત ગઠવીની કોલકાત્તાથી ધડપકડ કરી લેવામાં આવી છે. આ કેસમાં અત્યારસુધી હત્યારાઓ ધરપકડથી દૂર હતા. આ કેસની તપાસ જામનગર ક્રાઇમ બ્રાંચ પોલીસ કરી રહી હતી. કિરીટ પટેલની જાહેરમાં જ ધારદાર હથિયારથી હત્યા કરી નાખવામાં આવી હતી. હત્યા અંગે કિરીટભાઈના નાના ભાઈ અશોકભાઈ જોશીએ ચોંકાવનારો આક્ષેપ કરતા કહ્યું હતું કે, કિરીટભાઈ ભૂમાફિયા સામે કેસ લડતા હતા. આથી ભૂમાફિયા જયેશ પટેલે જ આ હત્યા કરાવી છે.
શું છે આખો મામલો?
28મી એપ્રિલ, 2018ના રોજ સાંજે જામનગરમાં જાણીતા વકીલ કિરીટ જોશીની જાહેરમાં રસ્તા પર છરીના ઉપરાઉપરી આઠથી દસ ઘા મારીને હત્યા કરી નાંખવામાં આવી હતી. બાઈક લઈને આવેલા બે શખ્સોમાંથી એક શખ્સ છરી લઈને રસ્તાની વચ્ચે જ કિરીટ જોશી પર તૂટી પડ્યો હતો. આ સમયે અનેક લોકો અહીં હાજર હતા પરંતુ કોઈ પણ તેમના બચાવમાં આવ્યા ન હતા.
આ હત્યા એક સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે, હત્યારો છરી લઈને કિરીટ જોશી પર તૂટી પડે છે. કિરીટ જોશી ત્યાંથી ભાગવાનો પણ પ્રયાસ કરે છે, પરંતુ ઉપરા ઉપરી છરીના ઘા વાગવાને કારણે તેઓ ત્યાં જ જમીન પર ફસડાઈ પડે છે.
નોંધનીય છે કે કિરોટી જોશી જામનગરના ચકચારી 100 કરોડના જમીન કૌભાંડનો કેસ લડી રહ્યા હતા. આ કૌભાંડમાં 13 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
જામનગર શહેરના બહુચર્ચિત હત્યા કેસમાં ક્રાઇમ બ્રાંચે 14મી મે, 2018ના રોજ મુંબઈથી બે આરોપીની ધરપકડ કરી હતી. મળેલી રહેલી માહિતી પ્રમાણે જયેશ પટેલે સોપારી આપીને કિરીટ જોષીની હત્યા કરાવી હતી. જયેશ પટેલ અને કિરીટ જોશી વચ્ચે જમીનને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. જે બાદમાં વધુ એક આરોપી અજય પાલસિંહની રાજસ્થાનના માઉન્ડ આબુથી ધરપકડ કરવામાં આવી હતી.