રાજ્યમાં ફરી એકવાર જુથ અથડામણની ઘટનાઓમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. કેટલાક અસમાજિક તત્વો દ્રારા ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. થોડાક દિવસ આગાઉ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓ જુથ અથડામણની ઘટનાઓ પ્રકાશમાં આવી હતી જેમાં સૌ પ્રથમ સાંબરકાંઠના વડામથક હિમંતનગરમાં રામનવમીને લઇ બે સમુદાય વચ્ચે તોફાન ફાટી નીકળ્યો હતો ત્યાર બાદ ખંભાત ,રાજકોટ, બાદ હવે સુરેન્દ્રનગર માંથી બે જુથ વચ્ચે અથડામણની ઘટના પ્રકાશ આવી છે સુરેન્દ્રનગર જિલ્લાના સુદાંમડમાં અગંત અદાવતને લઇ જુથ અથડામણ થઇ હતી જેમાં ફાયરિંગ થયા હોવાના પણ અહેવાલો મળી રહ્યા છે આ અથડામણ 5 લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમને તાત્કાલિક સારવાર અર્થે નજીક સ્થાનિક હોસ્પિટલમાં ખેસડાયા હતા ઘટનાની જાણ સુંદમડા પોલીસને થતા ઉચ્ચઅધિકારી સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મામલો થાળે પાડવા અને શાંતિ સ્થાપવાના પ્રયાસો હાથ ધર્યા હતા જો કે ઘટનામાં સંડોવાયેલા ટોળો સામે પોલીસે રાયટિગોનો અને શાંતિ ડહોળવાના સંદર્ભે ગુનોં નોધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. હાલ તો ઘટનાને લઇ પોલીસનો ઘાડેઘાડા કાફલો ઉતારી દેવામાં આવ્યુ છે. અને જુથ અથડામણ કયા કારણોસર થઇ હતી તે અંગે પોલીસે તપાસ હાથધરી છે.
