Valsad:વલસાડ પંથકમાં કેટલાક બિલ્ડર- આર્કિટેક અને સ્ટક્ચર ડિઝાઇનરની ચંડાળ ચોકડી સક્રિય;GPCB ધ્યાન આપે!
વલસાડ પંથકમાં કેટલાક બિલ્ડરો બેફામ બન્યા છે અને નિયમોની ઐસીતૈસી કરીને બેધડક ગેરકાયદે બાંધકામ ઉભા કરી રહયા છે જેઓને તંત્રનો કોઈપણ જાતનો ડર નથી અને ખુલ્લેઆમ નિયમો વિરુદ્ધ મનમાની કરી બાંધકામો ધબેડી રહયા છે ત્યારે આવાજ પ્રકારનું એક બાંધકામ પારડી પંથકમાં ઉભુ થઈ રહ્યું છે અહીં બિલ્ડર કરણ પટેલ દ્વારા ઉભા થઇ રહેલા બાંધકામમાં ગુજરાત પોલ્યુશન બોર્ડની પોલીસીનું વાયોલન્સ ક્લીઅર કટ અહીં દેખાઈ રહ્યું છે અને એન્વાયરમેન્ટ વિભાગની પોલિસીનો ભંગ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.

પારડી પંથકમાં નેશનલ હાઇવે 48 પર ‘અરહામ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક'(Arham Industrial Park)નું બાંધકામ વિવાદમાં આવ્યું છે કારણકે બિલ્ડર કરણ પટેલ દ્વારા એન્વાયર વિભાગનું ક્લિયરન્સ લીધા વગરજ બાંધકામ ધબેડી દેવાની પેરવી હાથ ધરવામાં આવી હોવાની ચોંકાવનારી વિગતો જાણવા મળી છે.
જે રીતે વિગતો સામે આવી રહી છે તે મુજબ અરહામ ઈન્ડસ્ટ્રીયલ નામના પાસ થયેલા પ્લાનમાં 20,000 સ્કવેર મીટરથી વધુના બાંધકામની જો પરમિશન હોયતો એન્વાયરમેન્ટ ક્લિયરન્સ કેમ લેવામાં આવ્યું નથી? તે વાત અનેક સવાલો ઉભા કરે છે.
આવા ગેરકાયદે બાંધકામમાં જે તે આર્કિટેક અને સ્ટક્ચર ડિઝાઇનર પણ તેટલા જ જવાબદાર છે ત્યારે આવા આર્કિટેક અને સ્ટક્ચર ડિઝાઈનર સામે પણ પગલાં ભરવા જરૂરી થઈ પડ્યું છે જે વાત સંબંધિત વિભાગે ધ્યાને લેવા જેવી બાબત છે.

વલસાડ પંથકમાં આર્કિટેક અને પ્રચલ એન્જીનીયરો દ્વારા પરમિશન વગર જ કન્ટ્રકશન કરાવી દેતા હોવાની ચર્ચાઓ ઉઠી છે ત્યારે આવા જવાબદારો સામે પણ તંત્ર કડક કાર્યવાહી કરશે તોજ આવા બાંધકામો ઉપર અંકુશ આવી શકે તેમ હોવાનું જણાય રહ્યુ છે.
બિલ્ડર કરણ પટેલ દ્વારા ઉભા થઇ રહેલા બાંધકામમાં પણ કંઈક આવુજ સામે આવ્યું છે ત્યારે બિલ્ડર અને તેમની સાથેના આર્કિટેક અને સ્ટક્ચર ડિઝાઈનર પણ એટલાજ જવાબદાર હોય આ મામલે જીપીસીબી દ્વારા નોંધ લઈ કાર્યવાહી કરવામાં આવશેતો આવા અનેક બાંધકામો પણ તપાસમાં સામે આવી શકે તેમ છે કારણકે આર્કિટેક અને સ્ટક્ચર ડિઝાઈનર દ્વારા અન્ય જગ્યાએ પણ આજ રીતે કન્ટ્રકશન થયાની વિગતો ખુલી શકે તેમ છે ત્યારે પારડીના અરહામ ઇન્ડસ્ટીયલ પાર્કના વિવાદિત બાંધકામમાં GPCB દ્વારા હવે શું કાર્યવાહી થાય છે તેતો સમય જ બતાવશે (ક્રમશઃ)