HMPV positive cases in Gujarat: ગુજરાતમાં HMPVના કુલ 7 કેસ નોંધાયા: મહેસાણાના 69 વર્ષીય વૃદ્ધાનો પોઝિટિવ રિપોર્ટ
ગુજરાતમાં HMPVના પોઝિટિવ કેસોની સંખ્યા 7 પહોંચી, પ્રથમ કેસ 6 જાન્યુઆરીએ નોંધાયો હતો
મહેસાણા અને અમદાવાદમાં નવા પોઝિટિવ કેસ નોંધાયા, તમામ દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી નથી
અમદાવાદ, સોમવાર
HMPV positive cases in Gujarat: ગુજરાતમાં HMPV (હ્યુમન મેટાન્યુમોવાઇરસ)નો વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો છે, અને આ સાથે રાજ્યમાં પોઝિટિવ કેસોની સંખ્યા 7 સુધી પહોંચી ગઈ છે. આ નવો પોઝિટિવ કેસ અમદાવાદમાં નોંધાયો છે, જેમાં મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના 69 વર્ષીય વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. આ દર્દીની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. 18 જાન્યુઆરીના રોજ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, અને તેમનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો.
પ્રથમ પોઝિટિવ કેસ 6 જાન્યુઆરીએ નોંધાયો હતો, જ્યારે 26 ડિસેમ્બરે ચાંદખેડાની ખાનગી હોસ્પિટલમાં પ્રથમ કેસ નોંધાયો હતો, પરંતુ તંત્રને તેની જાણ મોડી મળી હતી. ત્યારબાદ અનેક અન્ય કેસો પણ નોંધાયા છે.
9 જાન્યુઆરીના રોજ, પ્રાંતિજના એક ગામમાં 7 વર્ષીય બાળકને તાવ, શરદી અને ઉધરસના લક્ષણો સાથે હિંમતનગરના બેબીકેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં HMPV માટે પોઝિટિવ રિપોર્ટ આવ્યો.
10 જાન્યુઆરીના રોજ, અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં 9 માસના બાળકનો પણ પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો, જે હાલમાં પણ સારવારમાં છે.
11 જાન્યુઆરીએ, કચ્છના 59 વર્ષીય પુરુષનો પણ HMPV પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો, જેને વધુ સારવાર માટે અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
13 જાન્યુઆરીના રોજ, અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં 4 વર્ષના બાળકનો પણ પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો.
આ તમામ કેસોમાં, દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી નથી મળતી. આરોગ્ય વિભાગ તેનાથી જોડાયેલી તપાસો કરી રહ્યો છે.