Surat: બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થતા અત્યાચારના વિરોધમાં સુરતમાં હિન્દુ હિત રક્ષક સમિતિ દ્વારા આવેદનપત્ર અપાયું
બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થતા અત્યાચાર અંગે દેશભરમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. સુરતમાં પણ હિન્દુ હિત રક્ષક સમિતિનાં નેજા હેઠળ રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુને સંબોધીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆતો કરી હતી.
Surat હિંદુ હિત રક્ષક સમિતિ સદસ્ય અને સમસ્ત હિંદુ સમાજ સુરત તરફથી બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચારો વિશે ગંભીર ચિંતા વ્યક્ત કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારને અલોકતાંત્રિક રીતે બરખાસ્ત કર્યા પછી હિંદુઓ પરના અત્યાચારોમાં ભારે વધારો થયો છે. હિંદુ ધાર્મિક સ્થળોને નિશાન બનાવીને તોડફોડ ક૨વામાં આવી રહી છે, હિંસા અને હત્યાની ઘટનાઓમાં વધારો થયો છે અને ધર્મ પરિવર્તન જેવા ગંભીર અપરાધો થઈ રહ્યા છે. આ પરિસ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે અને આંતરરાષ્ટ્રીય સમાજ માટે પણ શરમજનક છે.
આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે
સરકારની જવાબદારી છે કે તે પોતાના નાગરિકોની સુરક્ષા કરે અને કોઈપણ પ્રકારના અત્યાચારોને રોકે. આ અત્યાચારના વિરુદ્ધમાં ઇસ્કોનમાં પૂ.સંત શ્રી ચિન્મય કૃષ્ણ દાસજીના નેતૃત્વમાં શાંતિપૂર્ણ વિરોધ કરતા હિન્દુઓ પર પણ અત્યાચાર કરી પૂ.સંતશ્રીને ખોટી રીતે જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે જે અમાનવીય કૃત્યુ છે.
હિન્દુ હિત રક્ષક સમિતિની મુખ્ય માંગણીઓ
પૂજનીય સંતશ્રી ચિન્મય કૃષ્ણ દાસજીને તાત્કાલિક મુક્ત કરવા પ્રયાસ કરવામાં
આવે.
બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચારોને તાત્કાલિક બંધ કરાવવામાં આવે.
પીડિતોને ન્યાય અપાવવા અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
હિંદુ ધાર્મિક સ્થળોની સુરક્ષા વધારવામાં આવે.
અત્યાચારોને રોકવા માટે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિમાં સુધારો કરવો.
Bangladesh સેંકડો લોકોની સહી સાથેનું આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને સુપ્રત કરવામાં આવ્યું હતું. હાલમાં બાંગ્લાદેશની સરકારના વડા મહોમ્મદ યુનુસની કાર્યપદ્વતિને લઈ સમગ્ર વિશ્વમાં વિરોધ સાથે હોબાળો થઈ રહ્યો છે.