Himmatnagar: વાંટડા પાસે આવેલ ફાર્મ હાઉસના માલિક કોણ ?
Himmatnagar સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં બી ઝેડની પોન્ઝી સ્કીમોના તરકટની હવા નિકળી ગઇ છે. ત્યારે ખુબ ભુપેન્દ્રસિંહ ઝાલા કયાંય દેખાતા નથી. પરંતુ રોકાણકારના પૈસે જંગમ અને સ્થાવર મિલ્કતો ખરીદી લીધી છે. જે પૈકી હિંમતનગર તાલુકાના વાંટડા ગામની સીમમાં આવેલ એક આલીશાન ફાર્મ હાઉસમાં છેલ્લા કેટલાક દિવસોથી અવરજવર બિલકુલ બંધ થઇ ગઇ છે.
લોકોનું કહેવું છે કે આ ફાર્મ હાઉસમાં આવતા લોકો આલીશાન ગાડીઓ લઇને આવતા હતા અને કાચ બંધ રાખતા હોવાથી કોઇ ઓળખ કરવી મુશ્કેલી હતી. તેથી હવે પ્રશ્ન એ થાય છે કે સતત અવરજવરવાળા આ ફાર્મ હાઉસમાં અત્યારે ચકલુંય ફરકતું નથી. જેથી લોકોમાં પણ અનેક શંકાકુશંકા શરૂ થઇ ચુકી છે. એ જે હોય તે આગામી દિવસોમાં જો કંઇક હશે તો બહાર આવ્યા સિવાય રહેશે નહી.