હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે 18 અને 19 તારીખ ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ પડ્યો છે. જોકે, 18 નવેમ્બરે રાત્રે નવ વાગ્યા પછી શરૂ થયેલો વરસાદ 19 તારીખના સવાર સાત વાગ્યા સુધીમાં છાંબેલા ધાર પડ્યો છે. આ વરસાદે ખેતરોના ખેતર પાણીથી ભરી નાંખતા ખેડૂત ધોવાઇ ગયા છે. (તસવીર- પ્રતિકારાત્મક)
આ કમોસમી વરસાદમાં ગ્વાર, રાયડો, સરસવ, બટાટા સહિત મગફળી અને પશુઓ માટેની ચાર પણ બગડી ગઈ છે. તો બીજી તરફ એરંડા સહિતની અન્ય ખેતી પર નકારાત્મક પ્રભાવ પડવાની શક્યતાઓ દેખાઈ રહી છે. મહેસાણા જિલ્લામાં એક રાત્રી દરમિયાન ચાર-પાંચ ઈંચથી વધારે વરસાદ પડ્યાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે.
મહેસાણા સિવાય બનાસકાંઠમાં પણ ધોધમાર વરસાદની સમાચાર મળી રહ્યાં છે. તે ઉપરાંત પાટણ, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લાઓમાં પણ વરસાદ ખાબક્યો છે. તમામ વિસ્તારોમાં પડેલા ધોધમાર વરસાદના કારણે ખેતીને સૌથી મોટું નુકશાન થયું છે.
આ વરસાદના કારણે તેલિય પાકોને થયેલા નુકશાનીના કારણે આગામી દિવસોમાં તેલ સહિતના ભાવોમાં ભડકો લાગી શકે છે.