ઉમિયાધામમાં ભાજપના નેતાઓને બોલાવી ઉદ્વાટન કરવાની હિલચાલ વિરુદ્વ સોશિયલ મીડિયામાં હાર્દિકે દુખ વ્યક્ત કર્યું છે. નજીકના ભવિષ્યમાં ઉમિયાધામમાં આયોજિત થઈ રહેલા કાર્યક્રમ અંગે હાર્દિકે દુખ સાથે પોતાનો તોખાર પણ બતાવ્યો છે.
સોશિયલ મીડિયામાં હાર્દિકે જણાવ્યું છે કે મા ઉમા-ખોડલના રથનું અપમાન કરનારાઓને સમાજના બની બેઠલા આગેવાનો ઉમિયાધામના ઉદ્વટાનમાં બોલાવવાના છે. પાટીદારો પર ગોળીઓ ચલાવનારા.માતા-બહેનો પર અત્યાચાર કરનારા, યુવાનોને જેલમાં ધકેલનારા લોકોને સમાજના કહેવાતા આગેવાનો માથે બેસાડીને નાચે છે, આનાથી મોટી દુખની કઈ વાત હોઈ શકે છે.
આગળ લખ્યું છે કે પાટીદારો પર અત્યાચારો કરનારા લોકોને બોલાવનારા સમજના બની બેઠેલા આગેવાનો જ અંધભક્તિ કરે છે. બાકી ભક્તિ થાય તો મા ઉમા-ખોડલની, બીજા કોઈની નહીં.
વધુમાં લખાયું છે કે બધું સહન થાય ઉમા-ખોડલનું અપમાન સહન નહીં કરાય. ઉમિયાધામમાં આયોજિત કાર્યક્રમ પૂર્વે સોશિયલ મીડિયામાં ચાલી રહેલા વિરોધથી ઉમિયાધામનો પ્રોગ્રામ વિવાદમાં આવી શકે છે.