પાટીદાર અનામત આંદોલન(PAAS) અંગે મોટો ધડાકો હાર્દિક પટેલે કર્યો છે. હાર્દિક પટેલે આજે જાતે અલ્પેશ કથીરીયાને એક રીતે અનામત આંદોલનની કમાન સોંપવામાં આવી રહી હોવાનું કહેતા હવેથી પાટીદાર અનામત આંદોલનની કમાન સીધી રીતે અલ્પેશ કથીરીયાના હાથમાં આવી ગઈ છે.
અલ્પેશ કથીરીયાની આજે જેલમૂક્તિને વધાવી લેવા માટે લાજપોર જેલથી રેલી આકારે પાટીદાર યુવાનો નીકળ્યા હતા અને ઉધના દરવાજા ખાતેથી સત્તાવાર રીતે રેલી કાઢવામાં આવી હતી. મોરબીમાં પણ મનોજ પનારાની આગેવાની હેઠળ અલ્પેશની જેલમૂક્તિને વધાવી લેવામાં આવી હતી.
ઉધના દરવાજાથી યોગી ચોક સુધીની પાટીદાર અનામતની માંગ સાથેની સંકલ્પ યાત્રા કાઢવામાં આવી છે હાર્દિક પટેલ પણ હાજર છે અને હાર્દિકે કહ્યું કે હવેથી પાટીદાર અનામત આંદોલનનો મુખ્ય ચહેરો અલ્પેશ કથીરીયા રહેશે. હાર્દિકે કબૂલાત કરી કે મારા વિશે ભૂતકાળમાં થયેલા વિવાદોના કારણે પાટીદાર અનામત આંદોલનમાંથી હું ખસી રહ્યો છે. અનામતની તરફેણમાં જે કંઈ પણ કરવાનું હશે તે કરતો રહીશ.
હાર્દિકના નિવેદન બાદ અલ્પેશ કથીરીયાએ કહ્યું કે મુખ્ય ચહેરો બનાવ કરતાં પાટીદાર સમાજની સાથે રહીને સમાજને ન્યાય મળે તે માટે સતત પ્રયાસ કરતો રહીશ. ત્રણ મહિના અને 20 દિવસ બાદ અલ્પેશ કથીરીયા જેલમાંથી બહાર આવી રહ્યો છે. હાર્દિકના અનામત આંદોલનમાં કથીરીયા શરૂથી જ જોડાયેલો રહ્યો છે. હવેથી અલ્પેશ કથીરીયાની આગેવાનીમાં પાટીદાર અનામત આંદોલન આગળ ધપવવામાં આવશે.