Surat: સુરત જિલ્લામાં વીજળીના કડાકા ભડાકા સાથે પવનની આધી કાઈ હતી અને વરસાદનું આગમન થયું હતું જે પૈકી સુરત જિલ્લામાં બારડોલી તાલુકામાં સાત મીમી અને માંગરોળ તાલુકામાં પાંચ મીમી તેમજ ઉમરપાડા તાલુકામાં એક ઇંચ જેટલો એટલે કે 23 મીમી વરસાદ વરસ્યો હતો.
આ ઉપરાંત અન્ય તાલુકાઓમાં સામાન્ય હળવાં ઝાપટાંથી લોકો બદલાયેલા વાતાવરણથી પરેશાન થઈ ગયા હતા
આ ઉપરાંત તાપી જિલ્લામાં રાત્રીના અરસામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ઉચ્છલ તાલુકામાં અડધો ઇંચ થી વધુ એટલે કે 14 મીમી વરસાદ પડ્યો હતો.
ડાંગમાં પણ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે જે પૈકી વઘઈ તાલુકામાં 9 એમએમ વરસાદ ખાબક્યો હતો દક્ષિણ ગુજરાતના મોટાભાગના તાલુકાઓમાં ગઈકાલે આંધી અને તે જ પવન ફૂંકાતા અનેક સ્થળોએ કાચા પાકા મકાનના છાપરા ઉડયા હોવાના પણ અહેવાલો મળી રહ્યા છે