Gujarat સુખભાદર નદીનું પુનઃજીવન અને ધોલેરા સ્માર્ટ સિટીની પુરસુરક્ષા માટેની કામગીરી
અમદાવાદ, 11 – 4 – 2025
Gujarat ધંધુકા તાલુકાના અડવાળ ખાતેથી કોટડા કટ વિયરની હેઠવાસમાં સુખભાદર નદીના ઉતર ફાંટાને પુનઃ જીવિત કરવાનું કામ શરૂ કરાયું હતું. પુરાતત્વ ક્ષેત્રે જાણીતું લોથલ બંદર સુકભાદર નદી પર આવેલું હતું. કાંઠે રંગપુરમાં પુરાતન શહેર મળી આવ્યું હતું. આ નદીના કિનારે ધંધુકા, ધોલેરા અને રંગપુર જેવાં શહેરો આવેલાં છે.
ધંધુકા તાલુકાના અડવાળ ગામ ખાતેથી કોટડા કટ વિયરની હેઠવાસમાં સુખભાદર નદીના ઉત્તર ફાંટાને પુનઃ જીવિત કરવા ખાતમુહૂર્ત કરાયું હતું.
આ નદી પુનઃ જીવંત થતાં આજુ બાજુનાં ગામોના સ્થાનિકોને – ખેડૂતોને અનેક લાભો મળશે.
કલ્પસર યોજના બની રહી છે તેમાં પાણી આવવાનું છે એવી નદીઓમાં સાબરમતી, મહી, ધારધાર, નર્મદા (ડાઇવર્ઝન કેનાલ દ્વારા), લીમડી ભોગાવો, સુખભાદર, ઉતાવળી, કેરી અને વાગડ છે.
વળી, સ્માર્ટ સિટી ધોલેરામાં પાણી ભરાય છે તે ન ભરાય તે માટે ઘણી નદીઓને પાળા બાંધીને બીજે વાળવામાં આવે છે.
સુખભાદર નદી સાબરમતી નદીની ઉપનદી છે. વૌઠા ખાતે આ નદી સાબરમતી નદીમાં મળી જાય છે. આ નદી 194 કિલોમીટર લાંબી છે અને એનો સ્રાવ વિસ્તાર 2118 ચોરસ કિલોમીટર છે.
સુખભાદર નદીની ગોમા નદી મુખ્ય શાખા છે તેનાપર ગોમા બંધ આવેલો છે. સુખભાદર નદી પર સુખભાદર બંધ આવેલો છે. બોટાદના મોટા ભડલા ગામ પાસે આવેલ સુખભાદર ડેમ છે. જેનો સ્ત્રાવક્ષેત્ર 495 ચો.કિ.મી. છે.
2007માં 146.65 ક્યૂસેક પાણી અને 109.2 મીટર પાણીનું લેવલ સાથે મહત્તમ આવરા સાથેનું પૂર આવ્યું હતું.
સૌરાષ્ટ્રના પૂર્વ દિશા તરફ વહેતી અન્ય નદીઓ માં બે ભોગાવો નદી (એક મૂળી અને વઢવાણ પાસેથી પસાર થતી અને બીજી લીંબડી પાસેથી વહેતી), રાણપુર અને ધંધૂકા નજીક સુખભાદર, ઉમરાળા નજીક કાળુભાર અને પાલિતાણા અને તળાજા પાસેથી વહેતી શેત્રુંજી નદી ખંભાત ના અખાત ને મળે છે. સુખભાદર નદીની પેટા શાખા ગોમા નદી સુખભાદર નદી ને રાણપુર પાસે મળે છે. દક્ષિણ-પૂર્વી ય અથવા દક્ષિણ તરફ વહેતી અન્ય નાની નદી ઓ મહુવા પાસે માલણ અને રાજુલા પાસે રાવલ, મચ્છન્દ્રી અને ધાતરવાડી નદી ઓ છે.
બોટાદમાં આવેલી નદીઓ
સુખભાદર નદી
ઘેલો નદી
નીલકા નદી
કાળુભાર નદી
કેરી નદી
ગોમા નદી
બોટાદ નદી કિનારે વસેલા શહેરો
સુખભાદર નદીના કિનારે રાણપુર
ઘેલો નદીના કિનારે ગઢડા
નીલકા નદીના કિનારે ભીમનાથ
ઉતાવળી નદીના કિનારે બોટાદ
બોટાદને સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર (ગેટ-વે-ઓફ કાઠિયાવાડ) ગણવામાં આવે છે.
‘બોટ’ એટલે ‘ગોખરું’. ગોખરું એ જમીનમાં થતી કાંટાળી વનસ્પતિ છે, જેને આયુર્વેદમાં ઉત્તમ ઔષધ માનવામાં આવે છે. જ્યારે ‘આદ’ શબ્દનો અર્થ ‘સમૂહ’ થાય છે. આમ, બોટાદ એટલે એવી જમીન કે જ્યાં પુષ્કળ પ્રમાણમાં ગોખરું જોવા મળે છે.
સુખભાદર ને ભાલ પ્રદેશ મળે છે તેમ ભાદરને ઘેડ પ્રદેશ મળે છે . બંને નદીઓના છેલથી ભાલ અને ઘેડ કસદાર બને છે . ભાલમા ઘઉંનો મબલખ પાક ઉતરે છે તો ઘેડમાં પણ સારો પાક થાય છે .
સુખભાદર મદાવેથી નિકળી અનેક વોંકળા ભેળવતી રાણપુર પાસે ગોમા સાથે મળે છે. નાગનેશ, દેવળિયા થાતીક ને રંગપર ગામને પાદર એક ફાંટો પાડતી ધંધુકા સુધી પહોંચે છે. આગળ જતા ભાલપ્રદેશના પટમાં જાણે પોતાનુ સ્વરુપ ફેલાવતી હોય તેમ ફેલાતી ખંભાતના અખાત ને મળી પોતાની સફર પુરી કરે છે.
ધોલેરા સ્માર્ટ સિટી માટે ખર્ચા
અગાઉ 2016માં અધિયા નદી અને સુખભાદર નદીના કિનારા સારી રીતે નથી. સપાટ ભૂગોળમાંથી પણ પસાર થાય છે, તેથી પૂરનું પાણી સમગ્ર વિસ્તારમાં ફેલાય છે. ધીમે ધીમે સમુદ્રમાં વહે છે.
પાળાના બાંધકામ માટે, યોગ્ય ઉધાર વિસ્તારોમાંથી માટી લાવવાની જરૂર છે.
સરેરાશ 28 કિમીના લીડને ધ્યાનમાં રાખીને માટીકામનો દર નક્કી કરવામાં આવ્યો છે.
અધિયા નદી પૂર સુરક્ષા બંધ સુધી પૂરા પાડવામાં આવશે.
અઢિયા નદી પર પૂરના પાળાનું બાંધકામ ધોલેરા સ્માર્ટ સિટીને બચાવવા માટે 2016થી કરાયું હતું. જેમાં 5 મીટર પહોળા માટીના પાળા બાંધવાનો સમાવેશ થાય છે.
જેમાં પાળા, સર્વિસ લેન, ગટર વગેરે સહિત સમગ્ર કોરિડોર પહોળાઈ છે.
પાળાની ટોચ પર ૩.૭૫ મીટર પહોળા સિંગલ લેન બિટ્યુમિનસ સર્વિસ રોડ છે.