Gujarat Weather: નવા વર્ષની શરૂઆત પર ગુજરાતમાં તીવ્ર ઠંડી, જાણો આગામી 5 દિવસનું હવામાન
Gujarat Weather: ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાની અસર હવે ગુજરાતમાં પણ જોવા મળી રહી છે, જેના કારણે રાજ્યમાં કડકડતી ઠંડીમાં વધારો થયો છે. ઠંડા પવન સાથે તાપમાનમાં 3-4 ડિગ્રીનો ઘટાડો થયો છે. ગુજરાતનો આ સિઝનનો સૌથી ઠંડો દિવસ મંગળવાર હતો, જ્યારે તાપમાન 5.2 ડિગ્રી નોંધાયું હતું.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 5 દિવસમાં ગુજરાતમાં ઠંડીની અસર વધશે. જોકે, 6 જાન્યુઆરી પછી તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું, જ્યાં 6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ઉત્તર ગુજરાતમાં ઠંડા પવનોને કારણે તીવ્ર ઠંડી પડવાની શક્યતા છે.
હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં 4 થી 8 જાન્યુઆરી દરમિયાન ખાસ કરીને વલસાડ અને જામનગરના ભાગોમાં કડકડતી ઠંડી પડશે.
ગુજરાતના શહેરોના તાપમાનની વિગતો
- નલિયા: 6°C
- ભુજ: 10.2°C
- ડીસા: 10.6°C
- રાજકોટ: 11.4°C
- ગાંધીનગર: 11.5°C
- કેશોદ: 11.7°C
- સુરેન્દ્રનગર: 12.8°C
- કંડલા પોર્ટ: 13°C
- પોરબંદર: 13.2°C
- અમરેલી: 14°C
- અમદાવાદ: 14.5°C
- મહુવા: 15.1°C
- વલ્લભ વિદયાનગર: 15.2°C
- ભાવનગર: 15.4°C
- વડોદરા: 15.8°C
- દ્વારકા: 16.3°C
- સુરત: 17.8°C
- વેરાવળ: 18°C
- ઓખા: 19°C