Gujarat Weather: આગામી 48 કલાક માટે 16 જિલ્લાઓમાં હીટવેવની ચેતવણી, દરિયામાં ભારે પવનને પગલે માછીમારોને એલર્ટ જારી
Gujarat Weather : રાજ્યમાં તાપમાન સતત વધી રહ્યું છે અને આ ગરમી હવે લોકોના ધૈર્યની કસોટી લેતી થઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતના અનેક વિસ્તારોમાં અસહ્ય ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. હવામાન વિભાગે આગામી 48 કલાક માટે રાજ્યના 16થી વધુ જિલ્લાઓમાં હીટવેવની ચેતવણી આપી છે. ખાસ કરીને દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે પવન અને ભેજવાળું વાતાવરણ રહેવાની શક્યતા છે. જેથી માછીમારોને આગામી બે દિવસ માટે દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
આજનું તાપમાન ઘટશે!
હવામાન વિભાગના અમદાવાદ સેન્ટરના ડાયરેક્ટર A.K. દાસે માહિતી આપતાં જણાવ્યું કે, આગામી 24 કલાક દરમિયાન હવામાનમાં ખાસ ફેરફારની શક્યતા નથી, પરંતુ ત્યારબાદ તાપમાનમાં 2થી 4 ડિગ્રી સુધીનો ઘટાડો થઈ શકે છે. આમ, લોકો માટે થોડી રાહત ભરી આગાહી કરવામાં આવી છે.
કયા વિસ્તારમાં એલર્ટ?
રાજ્યના અનેક વિસ્તારોમાં હીટવેવને લઇને ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરાયો છે. નીચે પ્રમાણે વિસ્તારોને ચેતવણી અપાઈ છે:
ઓરેન્જ એલર્ટ (સિવિયર હીટવેવ):
કચ્છ
રાજકોટ
ભાવનગર
મોરબી
સુરેન્દ્રનગર
પોરબંદર
બનાસકાંઠા
સાબરકાંઠા
પાટણ
મહેસાણા
યલો એલર્ટ (સામાન્ય હીટવેવ):
ગાંધીનગર
અમદાવાદ
આણંદ
બોટાદ
જુનાગઢ
સુરત
10 એપ્રિલ માટે યલો એલર્ટ વિસ્તારો:
કચ્છ
રાજકોટ
બનાસકાંઠા
સાબરકાંઠા
દરિયાકાંઠે વધશે પવન અને ભેજ
હવામાન વિભાગે દરિયાકાંઠા વિસ્તારો માટે આગાહી કરતાં જણાવ્યું કે, આગામી 48 કલાક માટે આ વિસ્તારોમાં ઉશ્કેરાયેલું અને ભેજવાળું વાતાવરણ રહેશે. સાથે જ દરિયામાં ભારે પવન ફૂંકાશે. જેને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયો ન ખેડવા ચીમકી આપી દેવામાં આવી છે.
11થી 17 એપ્રિલ સુધી કોઈ ચેતવણી નહીં
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, 11મી એપ્રિલથી 17મી એપ્રિલ દરમિયાન રાજ્યના કોઈપણ જિલ્લામાં હીટવેવ કે અન્ય કોઇ હવામાન ચેતવણી આપવામાં આવેલી નથી. તેમ છતાં તાત્કાલિક દિવસોમાં લોકોએ વધતી ગરમીથી બચવા માટે સાવચેતી રાખવી જરૂરી છે.