આજની યુવા પેઢી ટેકનોલોજીને સરળતાથી સમજી શકે છે. તેવામાં ગુજરાત યુનિવર્સિટીએ તે વાતોનું ધ્યાન રાખીને આજની યુવા પેઢીને અનુરૂપ 13 નવા સ્કિલ બેઝ્ડ કોર્સ શરૂ કર્યા છે. ગુજરાત યુનિ દ્વારા શરૂ કરાયેલા 13 કોર્સમાંથી ચાર ડિપ્લોમાં અને નવ સર્ટિફિકેટ કોર્સ છે. આ કોર્સની પ્રવેશ પ્રક્રિયા જાન્યુઆરીથી શરૂ થવાની છે.
આ કોર્સ થકી આજની યુવા પેઢી ઝડપી અને સરળતાથી રોજગાર મેળવી શકશે. ઉલ્લેખનિય છે કે, છેલ્લા ચાર વર્ષમાં ગુજરાત યુનિવર્સિટીએ વિવિધ કોર્સ શરૂ કર્યા છે. તેવામાં એક વખત ફરીથી યુનિએ આ વર્ષથી વિવિધ પ્રકારના વિશેષ કોર્સિસની વિદ્યાર્થીઓને ભેટ આપી છે. હવે ગુજરાત યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ ન્યૂ એજ મીડિયાના બેનર હેઠળ ન્યૂ કોર્સને ભણાવશે.
ડિજિટલ યુગમાં યુવા પેઢી સ્કિલ બેઝ્ડ લર્નિંગ શીખે તે માટે પત્રકારત્વ, રેડિયો, વેબ, ઓનલાઈન પ્લેફોર્મ સહિતના કોર્સમાં મહત્વપૂર્ણ મુદ્દાઓ અને બાબતોને આવરી લેવામાં આવશે.
ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો. હિમાંશુ પંડ્યાએ જણાવ્યું હતુ કે- વર્તમાન સમયની માગને અનુસાર યુવા પેઢીને ધ્યાને રાખીને ઉપયોગી વિવિધ પ્રકારના નવા કોર્સ ડિઝાઈન કર્યા છે. જેમાં જે-તે ક્ષેત્રના નિષ્ણાત પ્રશિક્ષણ આપશે. આ સ્કિલ બેઝ્ડ કોર્સનો રોજગારીલક્ષી આશય છે. વર્તમાન સમયની માગને અનુરૂપ નવી યુવાપેઢીને ધ્યાને રાખીને આ પહેલ કરી છે.
યુનિએ ક્યા કોર્ષ શરૂ કર્યા
1. ડિપ્લો. ઈન ઓનલાઈન, ડિજિટલ જર્નાલિઝમ- એક વર્ષ
2. ડિપ્લો. ઈન ડિજિટલ ફોટોગ્રાફી- વીડિયોગ્રાફી- એક વર્ષ
3. ડિપ્લો. ઈન ટીવી એન્કરિંગ- રેડિયો જોકી- એક વર્ષ
4. ડિપ્લો. ઈન સોશિયલ મીડિયા, કન્ટેન્ટ, માર્કેટિંગ-પીઆર- એક વર્ષ
5. સર્ટિ કોર્સ ઈન પોડકાસ્ટ- છ મહિના
6. સર્ટિ. કોર્સ ઈન બ્લોગિંગ્સ વ્લોગર- ત્રણ મહિના
7. સર્ટિ. કોર્સ ઈન ઓટીટી પ્લેટફોર્મ- ત્રણ મહિના
8. સર્ટિ. કોર્સ ઈન આર્ટિ. ઈન્ટે. ટૂલ્સ એન્ડ એપ્રોચીસ ઈન મીડયા- ત્રણ મહિના
9. સર્ટિ કોર્સ ઈન સ્ટોરી ટેલર, સ્ટોરી રાઈટર- ત્રણ મહિના
10. સર્ટિ કોર્સ ઈન પીઆર (ડિજિટલ મીડિયા)- ત્રણ મહિના
11. સર્ટિ કોર્સ ઈન ડિજીટલ એડ. મેન્ટ- ત્રણ મહિના
12. સર્ટિ. કોર્સ ઈન મોબાઈલ જર્નાલિઝમ- છ મહિના
13. સર્ટિ. કોર્સ ઈન સ્વયંમ (એમઓઓસીએસ) ફોર ટીચર્સ- એક મહિનો