Gujarat tourist List: ગુજરાત સરકારે કાશ્મીરમાં ફસાયેલા યાત્રિકોની યાદી મંગાવી, બચાવ કામગીરી શરૂ
Gujarat tourist List: જમ્મુ-કાશ્મીરમાં થયેલા હમલાના પગલે ગુજરાતના અનેક પરિવારોએ પોતાના નિકટજનો ગુમાવ્યા છે, અને હજુ પણ ઘણા પ્રવાસીઓ ત્યાં ફસાયેલા છે. 22 એપ્રિલ, 2025ના રોજ પહલગામમાં થયેલા આતંકી હુમલામાં 28 લોકોના મોત થયા છે, જેમાં ત્રણ ગુજરાતી મુસાફરો – સુરતના શૈલેષભાઈ કળથિયા અને ભાવનગરના પિતા-પુત્ર, યતીશભાઈ અને સ્મિત પરમાર શામેલ છે.
તેણે પગલે રાજ્ય સરકારે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે, જેથી કાશ્મીરમાં રહેલા બાકીના પ્રવાસીઓને હેમખેમ ઘરે પરત લાવવામાં આવી શકે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ, રાજ્ય સરકાર સતત જમ્મુ-કાશ્મીરના પ્રશાસન સાથે સંપર્કમાં છે અને સજ્જ વ્યવસ્થાઓ કરી રહી છે. દરેક જિલ્લાના કલેક્ટરોને ફસાયેલા પ્રવાસીઓની યાદી તૈયાર કરવાની સૂચના આપવામાં આવી છે.
પ્રવાસીઓ અને તેમના પરિવારજનો માટે રાજ્ય સરકારે ખાસ હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યા છે. યાત્રિકો અથવા તેમના નજીકના લોકો રાજ્યના સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર પર 079-23251900 (લેન્ડલાઇન) અથવા 99784 05304 (મોબાઇલ) પર સંપર્ક કરી શકે છે. કાશ્મીર તરફના સ્થાનિક કંટ્રોલ રૂમ નંબર 01954–294439 તેમજ વિવિધ મોબાઈલ નંબરો – 9419029997, 9797773722, 6006225055, 7006481108 અને 9797559766 પણ સંપર્ક માટે ઉપલબ્ધ છે.
હુમલામાં મૃત્યુ પામેલા પ્રવાસીઓના પરિવારો માટે રાજ્ય સરકારે આર્થિક સહાયના નિર્ણયની જાહેરાત કરી છે. મૃતકોના પરિવારોને 5 લાખ રૂપિયા સહાય આપવામાં આવશે, જ્યારે ઈજાગ્રસ્તોને રૂ. 50,000 આપવામાં આવશે.
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલા અન્વયે કંટ્રોલ રૂમ – હેલ્પ ડેસ્ક શરૂ કરાઈ… pic.twitter.com/EFTVf1c4RM
— Gujarat Information (@InfoGujarat) April 23, 2025
સુરતના શૈલેષભાઈ કળથિયા અને ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહને તેમના વતન લાવવામાં આવ્યા હતા. ભાવનગરમાં પિતા-પુત્રની એકસાથે નીકળેલી અંતિમયાત્રા જોઈ લોકોના દિલ દ્રવાઈ ગયા હતા. શૈલેષભાઈની અંતિમ વિધિમાં મુખ્યમંત્રી , કેન્દ્રીય મંત્રી અને અન્ય મોટા નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
મૃતક શૈલેષભાઈની પત્ની શીતલબેનનો આક્રોશ પણ મહત્વપૂર્ણ રહ્યો. તેમણે સરકાર અને સુરક્ષા વ્યવસ્થાની નિષ્ફળતા ઉપર આંગળી ઉઠાવી. તેમનો દાવો હતો કે હુમલાની ઘડીએ ત્યાં કોઈ પણ સુરક્ષા કર્મચારી હાજર નહોતો અને જે જગ્યાએ હજારો મુસાફરો હતા ત્યાં ન તો આર્મી હતી, ન તો મેડિકલ … તેમણે જણાવ્યું કે મુસાફરી દરમિયાન આતંકીઓએ ખાસ કરીને હિન્દુઓને ટાર્ગેટ કરીને ગોળી મારી હતી અને Muslim પ્રવાસીઓને હલનચલન વગર છોડવામાં આવ્યા હતા.
કંટ્રોલ રૂમ નં. – 01954 – 294439 તેમજ આ મોબાઈલ નંબર પર ફોન તેમજ વોટ્સએપ નંબર 9419029997, 9797773722, 6006225055, 7006481108, 9797559766 પર સંપર્ક કરી શકાશે…
— Gujarat Information (@InfoGujarat) April 24, 2025
શીતલબેનનો આક્ષેપ હતો કે સરકાર તંત્ર આટલી ગંભીર સ્થિતિ વચ્ચે નિષ્ફળ રહ્યું અને જ્યારે આપણે પોતે આપણા જ દેશની આર્મી પર ભરોસો રાખીને કશ્મીર જેવા સંવેદનશીલ વિસ્તારમાં જતા હોઈએ ત્યારે આવી ઘટનાઓ બની જાય તો જવાબદારી કોણ લેશે?
આ દુઃખદ ઘટનાએ દેશભરમાં ગમગીન માહોલ ઊભો કર્યો છે અને સાથે સાથે અનેક સવાલો ઉભા કર્યા છે — આપણા પ્રવાસીઓની સુરક્ષા કોણ સુનિશ્ચિત કરશે? આવા હુમલાને રોકવા માટે શું પગલાં લેવામાં આવશે? આ પ્રશ્નો માત્ર ગુજરાત નહીં, પણ સમગ્ર દેશ માટે ચિંતાનો વિષય બન્યા છે.