Gujarat: ગુજરાતની સરકારી કચેરીઓમાં આતંકવાદ વિરુદ્ધ શપથ લેવામાં આવી રહ્યા છે. દેશના નાગરિકોને આતંકવાદ અને હિંસાથી દૂર રાખવા દર વર્ષે 21મી મેના રોજ આતંકવાદ વિરોધી દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસના ભાગરૂપે ગાંધીનગરની તમામ સરકારી કચેરીઓ અને ખાનગી એકમોમાં કર્મચારીઓ તથા સહભાગીઓ દ્વારા આતંકવાદ વિરૂદ્ધના શપથ લેવામાં આવી રહ્યાં છે. જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે ત્યારે ગુજરાતમાં આતંદવાદીઓ પણ આવવા લાગે છે.
આતંકવાદ વિરોધી દિવસ
21મે 1991ના દિવસે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની બોમ્બ બ્લાસ્ટમાં હત્યા કરવામાં આવી હતી. રાજીવ ગાંધી એક ચૂંટણી રેલીમાં ભાગ લેવા માટે શ્રીપેરંબુદુર (તમિલનાડુ) ગયા હતા. રેલી પહેલા લોકોની શુભેચ્છા સ્વીકારતી વખતે રાજીવ ગાંધી આગળ વધી રહ્યા હતા. ત્યારે વિસ્ફોટકો છુપાવીને આતંકવાદી સંગઠન લિબરેશન ટાઈગર્સ ઓફ તમિલ ઈલમે (એલટીટીઈ) સુસાઇડ મહિલા બોમ્બ દ્વારા તેમની હત્યા કરી હતી. આ પછી વીપી સિંહની સરકારે રાજીવ ગાંધીની યાદમાં 21 મે ના રોજ આતંકવાદ વિરોધી દિવસ તરીકે મનાવવામાં જાહેરાત કરી હતી. ત્યારથી આ દિવસ મનાવવામાં આવે છે.
અગાઉ ગોધરામાં ચૂંટણી પહેલાં 2002માં હુમલા થયા હતા.
ત્યાર પછીની ચૂંટણીઓમાં ગુજરાત પોલીસ ભાજપના નેતાઓને મારવા આવતાં લોકોની હત્યા કરીને તેને આતંકવાદીઓ તરીકે ખપાવતી રહી હતી.
આતંકવાદ દિવસ પહેલાં ગુજરાતમાં આતંકવાદી ઘટના બહાર આવી હતી. લોકસભાની ચૂંટણીમાં આતંકવાદનો મુદ્દો ગૃહ પ્રધાને ચૂંટણી મુદ્દો બનાવવાનો પ્રયાસ કર્યો હતો.
13 સપ્ટેમ્બર 2022માં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે, આટલી મોટી સમુદ્રી અને જમીન સરહદ હોવા છતાં વર્ષમાં ગુજરાતમાં એક પણ આતંકવાદી ઘટના ન બનવી એક બહુ મોટી ઉપલબ્ધિ છે, ગુજરાતે ભારત સરકારના માદક દ્રવ્યોનાં અભિયાનને પણ મજબૂત બનાવ્યું છે
4 મે 2024માં બોડેલીમાં અમિત શાહે કહ્યું હતું કે નરેન્દ્ર મોદીની સરકારે ભારતમાંથી આતંકીઓને ખતમ કરી દીધા છે. આતંકવાદ ખતમ કરી દીધો છે.
ગુજરાતમાં આતંકવાદ સામેના ગુજકોટોક કાયદો પસાર કરવા માટે ગુજરાત સરકારે અનેક પ્રયાસો કર્યા હતા. 12 વર્ષે ગુજરાત વિધાનસભામાં ગુજકોટોકને નજીવા સુધારા સાથે ધ ગુજરાત કન્ટ્રોલ ઓફ ટેર્રિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ બિલ 2015ના નવા નામે પસાર કરવામાં આવ્યો હતો. ન્યાયાધિશના બદલે પોલીસ અને 120 દિવસની અટકાયત વિવાદાસ્પદ રહ્યાં છે.
આમ છતાં ગુજરાતમાં આતંદવાદીઓ આવી રહ્યાં છે.
सारे विश्व को संदेश दे दिया कि हमारे देश के साथ कोई नापाक हरकत करेगा तो इस पार भी और सीमा पार जाकर भी हम मार सकते है।
– माननीय रक्षा मंत्री श्री राजनाथ सिंह जी pic.twitter.com/y488YO8KkP
— BJP Gujarat (@BJP4Gujarat) September 2, 2021
આતંકવાદ શું છે
ઇતિહાસમાં આતંકવાદ પ્રચલિત રહ્યો છે. અત્યારસુધી માત્ર સરકારો જ સંગઠિત હિંસાનું શસ્ત્ર ધરાવતી હતી. તેનો આ ઇજારો આતંકવાદીઓએ તોડી નાખ્યો છે. તે સરકાર તેમજ તેનાં કૃત્યોના વાજબીપણા સામે જ પડકાર ફેંકે છે. રાજકીય અથવા ધાર્મિક હેતુ સિદ્ધ કરવા હિંસા આચરે છે. રાજકીય સંગઠનો, રાષ્ટ્રવાદી અને વંશગત જૂથો, ક્રાંતિકારીઓ, લશ્કર અને સરકારની ખાનગી પોલીસ દ્વારા આતંદ થતો રહ્યો છે.
20 મે 2024માં ગુજરાતમાં અમદાવાદના અદાણી એરપોર્ટ પરથી ચાર આતંકવાદીઓ ઝડપાયા હતા. શ્રીલંકાના વતની અને ઈસ્લામિક સ્ટેટના આતંકવાદી છે. ગુજરાત પોલીસ નહીં પણ કેન્દ્ર સરકારની જાસૂસી સંસ્થાએ ચારેય શખ્સને ઝડપી લેવા કહ્યું હતું. તેને અજાણ્યા સ્થળે લઈ જઈને પુછ પરછ હાથ ધરી છે. અમદાવાદ અને ગુજરાતમાં કેટલાક લોકો સંકળાયેલા છે.
ચોક્કસ વ્યક્તિ પર હુમલો કરવાના હતા.
IPLની 3 ટીમ અમદાવાદ આવવાની હતી.
ગુજરાતમાં ઘણી આતંકી ઘટનાઓ બની રહી છે.
2023
ડિસેમ્બર 2023માં ગોધરામાંથી 6 શંકાસ્પદ આતંકવાદીને ગુજરાત ATSએ પકડ્યા હતા.
2022 ગુજરાત
2022માં ચૂંટણીમાં ગુજરાતમાં ધંધુકામાં કિશન ભરવાડની ગોળી મારી હત્યા કરી નાંખી. કિશને સોશિયલ મીડિયા પોસ્ટ ‘ઇશનિંદા’ કરી હતી. પાકિસ્તાન સમર્થિત એક જેહાદી નેટવર્ક દ્વારા અંજામ આપવામાં આવેલું એક પૂર્વનિયોજિત કાવતરું હતું.
IS ખુરાસાન
ગુજરાત ATSએ પાંચ લોકોની અટકાયત કરી હતી. જે લોકો IS ખુરાસાન સાથે સંકળાયેલા હતા. પોરબંદર રેલવે સ્ટેશન પરથી ઉમેદ મીર, હનાન શોલ અને મોહમ્મદ હાજીમ નામના શ્રીનગરના ત્રણ શંકાસ્પદ શખ્સોની અટકાયત કરી હતી.
અક્ષરધામ મંદિર પર હુમલો
ગુજરાતમાં 24 સપ્ટેમ્બર,2002માં લશ્કરે મોહમ્મદ અને જૈશ એ મોહમ્મદના આતંકવાદીઓએ ગાંધીનગરના અક્ષરધામ મંદિર પર હુમલો કર્યો, જેમાં 31 નિર્દોષ નાગરિકોના મોત નિપડ્યા હતા અને 80 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
અમદાવાદ શ્રેષ્ણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ
અમદાવાદમાં 26 જુલાઈ 2008ના રોજ બે કલાકમાં 20 બોમ્બ વિસ્ફોટ થયા હતા, જેમાં 50થી વધારે નિર્દોષ નાગરિકો માર્યા ગયા હતા.
ભારતમાં આતંક
અમિત શાહે આપેલાં આંકડા અને આરટીઆઈમાં આપવામાં આવેલાં હમણાંના આંકડાઓમાં મોટો તફાવત આવે છે. અમિત શાહે ઓછા આંકડા આપેલા હતા. રાજ્યસભામાં ચર્ચા દરમિયાન અમિત શાહે કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને કારણે મોદી સરકારના 2014 થી 2023ના કાર્યકાળ દરમિયાન લગભગ બે હજાર ઘટનાઓ બની છે.
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને કારણે 42 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.
અમિત શાહના કહેવા પ્રમાણે 2023માં 6 વખત સીઝફાયરનું ઉલ્લંઘન થયું છે.
1994થી 2004 વચ્ચે જમ્મુ-કાશ્મીરમાં 40,164 આતંકવાદી ઘટનાઓ બની હતી.
2004થી 2013માં 9,321 આતંકવાદી હુમલા થયા જેમાં 4,005 આતંકવાદીઓ માર્યા ગયા અને 878 અન્યની ધરપકડ કરવામાં આવી.
2014થી ઓગસ્ટ 2022 સુધી 2,132 આતંકવાદી ઘટનાઓ બની હતી જેમાં 1,538 ઉગ્રવાદીઓને ખતમ કરવામાં આવ્યા હતા અને 1,432ની ધરપકડ કરવામાં આવી હતી.
18 વર્ષમાં 11,453 આતંકવાદી હુમલા થયા છે. 5,543 આતંકવાદીઓને મારી નાખ્યા અને 2,310 ઉગ્રવાદીઓની ધરપકડ કરી.
વર્ષ 2020માં 221 આતંકવાદીઓ માર્યા ગયા
એનડીએ શાસનમાં
- 2014માં 151 આતંકી હુમલા, 110 માર્યા ગયા, 70ની ધરપકડ,
- 2015માં 143 ઘટનાઓ, 108 માર્યા ગયા અને 67ની ધરપકડ
- 2016માં 223 હુમલા થયા, 150 માર્યા ગયા અને 79ની ધરપકડ
- 2017માં 279 ઘટનાઓ, 213 માર્યા ગયા અને 97ની ધરપકડ
- 2018માં 417 હુમલા, 257 માર્યા ગયા અને 105ની ધરપકડ
- 2019 માં 255 ઘટનાઓ, 157 માર્યા ગયા અને 115 ધરપકડ
- 2020માં 244 હુમલા, 221 માર્યા ગયા અને 328ની ધરપકડ
કાશ્મીર
2021માં જમ્મુ અને કાશ્મીરમાં 95 ઘટનાઓમાં 180 માર્યા ગયા હતા
2022માં જમ્મુ અને કાશ્મીરમાં 111 ઘટનાઓમાં 187 માર્યા ગયા,
રક્ષા મંત્રી રાજનાથસિંહે ગુજરાતના સરદારના પુતળા પાસે કહ્યું હતું કે, મોદી રાજમાં આતંદીઓ ખતમ થઈ ગયા છે. આ નિવેદન બાદ કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ કહ્યું કે, તે એક મોટું જુઠ્ઠાણું છે, અને 2014 થી 2021 સુધીમાં 3043 આતંકવાદી ઘટના બની હતી. પુલવામામાં 40 જવાનો સહિદ થયા તે ઇતિહાસમાં સૌથી મોટી ઘટના હતી.
જમ્મુ કાશ્મીર
જમ્મુ-કાશ્મીરમાં મતદાન પહેલાં બે આતંકવાદી હુમલા:અનંતનાગમાં જયપુરના ટુરિસ્ટ કપલ પર ફાયરિંગ કર્યું, શોપિયામાં ભાજપના નેતાની ગોળી મારીને બે દિવસ પહેલાં હત્યા કરી હતી.
2019
લોકસભાની ચુંટણી પહેલાં કાશ્મીરમાં પુલવામા 14 ફેબ્રુઆરી 2019ના રોજ CRPFના જવાનો પર હુમલો થયો હતો. ભારતીય વાયુસેનાએ વળતા જવાબમાં આતંકવાદી છાવણીઓનો નાશ કર્યો હતો.
ગુજરાત વિધાનસભાના 2022ના મતદાનના 3 દિવસ જ બાકી હતા ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી માંડીને તમામ નેતાઓ ગુજરાતમાં આતંકવાદ અને સુરક્ષાના મામલાને લઈને મતદારોને આકર્ષવાના પ્રયત્નો કર્યો હતો. તેમણે રવિવારની સાંજે સુરતમાં પણ આતંકવાદ અને અમદાવાદ-સુરતના સિરિયલ બોમ્બબ્લાસ્ટ અંગે વાત કરી હતી.