Gujarat Stamp Duty Amendment 2025 : અત્યારે ઘર ખરીદવું બની ગયું છે વધુ ખર્ચાળ – ગુજરાત સરકારે સ્ટેમ્પ ડ્યુટીના નિયમોમાં કર્યો મોટો ફેરફાર!
Gujarat Stamp Duty Amendment 2025 : ઘર ખરીદવાની તૈયારી કરી રહેલા લોકોને સરકારના નવા નિર્ણયથી મોટો આર્થિક ઝટકો લાગ્યો છે. ગુજરાત સરકારે ‘સ્ટેમ્પ એમેન્ડમેન્ટ એક્ટ-2025’ હેઠળ મોટા ફેરફારો જાહેર કર્યા છે, જેમાં ખાસ કરીને જૂના એલોટમેન્ટ લેટર આધારિત મિલકતોને લઈ ચારગણી દંડની જોગવાઈ લાવી છે.
નવા નિયમ હેઠળ શું બદલાવ આવ્યો?
એલોટમેન્ટ લેટર ધરાવતી મિલકતો પર હવે ‘ભરવાપાત્ર સ્ટેમ્પ ડયૂટી’ ઉપરાંત 300% પેનલ્ટી ભરવી પડશે.
એટલે કે, જો કોઈ વ્યક્તિને ₹50,000 જેટલી સ્ટેમ્પ ડ્યુટી ભરવાની હતી, તો હવે તેને ₹2 લાખ સુધી ભરવાની ફરજ પડશે.
કયા સમયગાળાની મિલકતો પર લાગુ પડશે આ નિયમ?
27 એપ્રિલ 1982 થી 1 સપ્ટેમ્બર 2001 વચ્ચે કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીઓમાંથી એલોટમેન્ટ લેટર પર ઘર અથવા ફ્લેટ મેળવનારાઓને આ નિયમ લાગુ પડશે.
12 એપ્રિલ 1994 થી 1 સપ્ટેમ્બર 2001 દરમિયાન નોન-ટ્રેડિંગ એસોસિયેશન દ્વારા ફાળવાયેલી મિલકતો પણ આ જ નિયમના ઘેરામાં આવશે.
અગાઉ શું વ્યવસ્થા હતી?
પહેલાં આવા મિલકતધારકોને માત્ર ₹250 જેટલો ન્યુનતમ દંડ ભરવો પડતો હતો.
2022 પહેલાં સુધી, આવા ફ્લેટના પ્રથમ વેચાણ દરમિયાન કોઈ સ્ટેમ્પ ડયૂટી લેવાની ફરજ ન હતી.
પરંતુ 2022માં સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા એક પરિપત્ર મુજબ એલોટમેન્ટ લેટર પર મળેલી મિલકતોના નવા રજિસ્ટ્રેશન સમયે હાલની માર્કેટ કિંમત મુજબની સ્ટેમ્પ ડ્યુટી વસૂલવાની શરુઆત થઈ હતી.
હવે શું થશે?
સ્ટેમ્પ ડયૂટી ભરવામાં નિષ્ફળ રહેતા લોકો પાસેથી દર મહિને 2% પેનલ્ટી દરે રકમ વસૂલાશે.
એલોટમેન્ટ લેટર આધારિત મિલકત જો વેંચવામાં આવે તો નવી સ્ટેમ્પ ડયૂટી ભરીએ પછી જ તેનું રજિસ્ટ્રેશન શક્ય રહેશે.
સામાન્ય લોકોને પડે છે ભારે
આ સુધારાઓના કારણે ખાસ કરીને મધ્યમ વર્ગ અને નીચા આવકવાળા વર્ગના નાગરિકોને ઘરના સપનાને સાકાર કરવું હવે વધુ મુશ્કેલ બનશે. પહેલેથી જ મકાનોના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે અને હવે દંડની આ નવી જોગવાઈ સામાન્ય જનતાને વધુ વેઠવી પડશે..
ગુજરાત સરકારના નવા સ્ટેમ્પ ડયૂટી કાયદાથી ઘર ખરીદનારાઓ માટે ખર્ચ વધી જશે. ખાસ કરીને જૂના ફ્લેટ કે મિલકત ધરાવનારા નાગરિકોએ આ નવા નિયમો અંગે સાવચેત રહેવું જરૂરી બની ગયું છે.
શું તમે પણ 1982થી 2001 વચ્ચે કોઈ મિલકત ખરીદી હતી? તો તમારું રજિસ્ટ્રેશન અપડેટ કરાવતા પહેલાં સ્ટેમ્પ ડયૂટી અંગે સંપૂર્ણ માહિતી મેળવી લેવી જરૂરી છે.