Gujarat: સુરતમાં રૂ. 2 હજાર કરોડનું જમીન કૌભાંડ કરનારા સુરતના પૂર્વ કલેકટર આયુષ ઓક અને અધિકારીઓ સામે બીજી એક ફરિયાદ થઈ છે.
સુરતમાં સુમુલ ડેરી માર્ગ પર રહેતા ખેડૂત જયેશ મગનભાઈ પટેલે પોતાની જમીન બિનખેતી કરવા માટે સુરત કલેક્ટર માં અરજી કરી હતી. કલેક્ટરે જમીન એન એ ન કરવા માટે ખોટા વાંધા ઊભા કરીને જો બિન ખેતી કરવી હોય તો રૂ. 50 લાખ આપવા પડશે એવું કચેરીના મામલલતદારે કલેકટર વતી કહ્યું હતું.
જમીન
અડાજણ તાલુકાની પાલણપોર ગામની કેનાલ માર્ગ સરવે નંબર 150-1, બ્લોક નંબર 201, ટીપી સ્કીમ નંબર 9માં ફાઈનલ પ્લોટ 120ની જમીન બીનખેતી કરવાની હતી. જમીન દસ્તાવેજ પ્રમાણે 8195 ચોરસ મીટર ક્ષેત્રફળ છે. જ્યારે ફાઈનલ પ્લોટ પ્રમાણે 4453 ચોસર મીટર જમીન છે. જેની કિંમત રૂ.50 કરોડ હોઈ શકે છે.
ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આરોપ છે. ઘણી જમીનોમાં કલેક્ટરે વ્યાપક ભ્રષ્ટાચાર કર્યો હોવાના એક પછી એક બનાવો બહાર આવી રહ્યા છે.
સુરતના મહેસુલી અધિકારીઓ મિલકત, ઝવેરાત, પૈસા, જમીનો વસાવી છે. લાંચ લેવા અને લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ પગલાં ભરવા માટે અરજી કરવામાં આવી છે. કલેક્ટર આયુષ ઓકને રૂબરૂ મળીને જમીન બિનખેતી કરવા માટે માંગણી કરી હતી. ત્યારે કલેક્ટર મામલતદાર જીજ્ઞેશ જીવાણીને કાર્યવાહી કરવા માટે કહ્યું હતું.
પરંતુ ત્યાર બાદ વાંધા વચકા કાઢીને એનએ ન થાય એવા કારસા રચ્યા હતા.
એક સરખા ટાઈટલ
બીનખેતી કરવા કલેક્ટરે ઈન્કાર કરી દીધો હતો. ખેડૂતની જમીનની બરાબર બાજુમાં સરવે નંબર 98 બ્લોક નંબર 208ની જમીન અને જયેશ મગનભાઈ પટેલની જમીન એકસરખા ટાઈટલ ધરાવે છે. તેની જમીન એમ એસ પટેલે બીનખેતી કરી હતી. તો સરખા ટાઈટલ વાળી જમીન કેમ બિનખેતી થઈ ન શકે. 201 વાળી વડીલો પાર્જીત જમીન હતી. સરખા ટાઈટલ વાળી જમીન છે. એકજ સરખા ટાઈટલ છે. છતાં બીનખેતી ન કરી.
લાંચ
પણ પછી અચાનક જ મામલતદાર જીવાણીએ રૂ. 50 લાખ આંગળીઓમાં અમદાવાદ મોકલવા માટે કહ્યું હતું. તો કામ થઈ જશે એવું તેમણે કહ્યું હતું. પણ ખેડૂતે તે આપવાનો ઈન્કાર કર્યો હતો. તેથી જમીન બીનખેતી ન કરી અને વાંધો ઊભો કરીને 1935ના દસ્તાવેજ નથી એવું કહ્યું હતું.
એમ એસ પટેલ
પણ સરખી જ જમીનને બીનખેતી એમ એસ પટેલે કરી આપી છે તો તમે કેમ ન કરી આપો. એમણે કહ્યું કે પૂર્વ કલેક્ટર એમ એસ પટેલે ખોટું કર્યું હોય તો શું મારે ખોટું કરવાનું એવો જવાબ ઓક દ્વારા આપવામાં આવ્યો હતો.
કલેક્ટર પારઘીનો જવાબ
આઝાદી પહેલાના દસ્તાવેજો માંગ્યા હતા. આઝાદી પહેલાંના એન એ માટેના કાગળો માંગવામાં આવતા નથી. 1950 પહેલાના કાગળો 1935 પહેલાના કાગળો માંગેલા હતા. આ સંદર્ભે હાલના સુરતના કલેક્ટર પારઘીને ખેડૂત મળ્યા હતા. અને તેમની સમક્ષ રજૂઆતો કરી હતી.
પારઘીએ પણ કહ્યું કે, 1956 પછીના કાગળો જોઈએ. તે પહેલાની નહીં.
હાઈકોર્ટે પણ આ જ જમીનમાં ઠપકો આપ્યો છે.