Gujarat: પીએમ મોદીએ જ્યાં રજા માણી એ રિલાયન્સ ઝૂમાં કેવા નિયમોનો ભંગ થયો?
પીએમ મોદીએ રિલાયન્સ ઝૂમાં રજા માણવા અંગે અનેક સવાલ…
દિલીપ પટેલ અમદાવાદ, 5 માર્ચ 2025
Gujarat: જામનગરમાં રિલાયન્સના અનંત અંબાણીએ બનાવેલા પ્રાણી સંગ્રહાલયના અનેક વિવાદો થયા છે. ઝૂ શરૂ થયુ તેના બરાબર એક વર્ષ પછી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રજા માણી હતી. મુકેશ, નીતા અને અનંત અંબાણીની મોંઘેરી મહેમાનગતી માણી હતી.
સોમવાર 27 ફેબ્રુઆરી 2024થી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને રિલાયન્સ ફાઉન્ડેશને ગુજરાતમાં એનિમલ વેલફેર શરૂ કર્યું છે. જેને વનતારા નામ આપવામાં આવ્યુ છે. ભારત અને વિદેશમાં ઇજાગ્રસ્ત થયેલા અને પ્રતાડિત કરાયેલા વન્યપ્રાણીઓના બચાવ, સારવાર અને પુનર્વસન કરે છે.
2100 કર્મચારીઓ છે. એક લાખ ચોરસ ફૂટની હોસ્પિટલ અને તબીબી સંશોધન કેન્દ્ર છે. આઇ.સી.યુ., એમ.આર.આઇ., સીટી સ્કેન, એક્સ-રે, અલ્ટ્રાસાઉન્ડ, એન્ડોસ્કોપી, ડેન્ટલ સ્કેલર, લિથોટ્રિપ્સી, ડાયાલિસિસ, સર્જરી માટે ઓઆરવન ટેક્નોલોજી છે. 43 પ્રજાતિઓના 2000થી વધુ પ્રાણીઓ રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટરની દેખરેખ હેઠળ છે.
ખરેખર તો જ્યાં બનાવ બન્યો હોય ત્યાં જ સારવાર આપીને તે જ જંગલમાં છોડી દેવા જોઈએ.
પણ રિલાયન્સ કંપની સારવાર અને પુનઃવસનના નામે લોકોની સાથે છેતરપીંડી કરી રહી છે. કારણ કે જામનગરમાં ઝૂ બની ગયું છે.
જ્યારે જાહેરાત કરવામાં આવી ત્યારે તે ઝૂ તરીકે જ પરીમલ નથવાણીએ જાહેરાત કરી હતી. ખાવડામાં બનવાનું હતું. હવે તેનું એકાએક નામ બદલીને સારવાર કેન્દ્રમાં ફેરવી દેવામાં આવ્યું છે. જે માટે લોકોની મનમા શંકા છે.
વનતારા સેન્ટર નામ આપાયું છે.
વનતારા જ બનાવવું હોય તો વનમાં હોવું જોઈએ. દરિયા કાંઠે કેમ.
રિલાયન્સ ફાઉન્ડેશન પાસે 3000 એકરમાં પ્રાણીઓની સંભાળ અને પુનર્વસન સેન્ટર બનાવેલું છે. વનતારા સેન્ટરમાં પ્રાણીઓના આરોગ્યસંભાળ, હોસ્પિટલો, સંશોધન અને શૈક્ષણિક કેન્દ્ર બનાવ્યા છે. બચાવેલા પ્રાણીઓ સુખેથી રહી શકે તે માટે 3000-એકરમાં જંગલ જેવી જ કુદરતી તળ બનાવેલું છે.
વિદેશથી સારવાર માટે પ્રાણીઓ વિમાનમાં લાવવામાં આવે છે. કેટલાં વિમાન દ્વારા લવાયા છે અને કયા પ્રાણીઓ છે તેના નામ જાહેર કરાયા નથી. જો જાહેર કરે તો મોતની વિગતો જાણી શકાય તેમ છે.
વૈશ્વિક સંસ્થાઓ સાથે જોડાણ
ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર (IUCN) અને વર્લ્ડ વાઇલ્ડલાઇફ ફંડ ફોર નેચર (WWF) સાથે અદ્યતન સંશોધન અને સહયોગ કરે છે. વેનેઝુએલાના નેશનલ ફાઉન્ડેશન ઓફ ઝૂઝ જેવી ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન્સ સાથે કામ કરે છે અને સ્મિથસોનિયન અને વર્લ્ડ એસોસિએશન ઓફ ઝૂઝ એન્ડ એક્વેરિયમ્સ જેવી વિશ્વભરમાં પ્રતિષ્ઠિત સંસ્થાઓ સાથે સંકળાયેલો છે. જ્યારે ભારતમાં તે નેશનલ ઝૂલોજીકલ પાર્ક, આસામ સ્ટેટ ઝૂ, નાગાલેન્ડ ઝૂલોજીકલ પાર્ક, સરદાર પટેલ ઝૂલોજીકલ પાર્ક વગેરે સાથે કોલાબ્રેશન કરેલું છે.
અનંત અંબાણીના આ કામથી કરણ જોહર ખુશ થયાં, ખુશીથી ઝુમવા લાગ્યા.
પણ કરણ જોહર નહીં પૂછે કે, કેટલા વિમાનો ભરીને પ્રાણીઓ લાવવામાં આવ્યા છે. તેના નામ નહીં પૂછે. ગયા અઠવાડિયે જ 4 વિમાનો અમદાવાદ હવાઈ મથક પર ઉતારવામાં આવ્યા હતા.
ભાસ્કર છાપામાં આ વિગતો છપાઈ કે વિમાનો ભરીને પ્રાણીઓ આવે છે. ત્યારે તેના માલિકોએ તે સમાચારો પર રોક લગાવી દીધી હતી. હવે આવા સમાચારો છપાતા બંધ થઈ ગયા છે. જાણકારો કહે કે, કૂલ 52 વિમાનો અમદાવાદ અને જામનગરમાં આવ્યા છે.
જો રિલાયન્સ સત્ય સમજતું હોય તો તેણે તેની વિગતો પ્રજાની વચ્ચે જાહેર કરવી જોઈએ.
સરકાર સિંહ આપીને બદલામાં 300 પ્રાણીઓ લેતી હોય તો રિલાયંસે બદલામાં કોઈ પ્રાણી આપ્યા કે કરોડોના ખર્ચે વેચાતા લીધા કે સારવારના બહાને લાવવામાં આવ્યા.
જો બિમાર પ્રાણીઓને વિમાનથી જામનગર લઈ જવામાં આવતાં હોય તો રસ્તામાં ઘણા પ્રાણીઓના મોત થયા હશે તે જાહેર કરાયું નથી.
પ્રાણીસંભાળ માટે વૈશ્વિક નિષ્ણાતોને દર અઠવાડિયે બોલાવે છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં, પ્રોગ્રામમાં 200થી વધુ હાથીઓ અને હજારો અન્ય પ્રાણીઓ, સરિસૃપો અને પક્ષીઓને અસુરક્ષિત પરિસ્થિતિઓમાંથી બહાર કાઢીને બચાવ્યા છે. જો તેમને સારવાર માટે વિમાનથી અહીં લાવવામાં આવ્યા છે. હાથીને તેના વતન જંગલમાં જ્યાં તેઓ કુદરતી રીતે રહેતાં હોય છે ત્યાં જ સારવાર આપીને છોડી દેવા જોઈએ. પણ રિલાયન્સે એવું કર્યું નથી.
આ પહેલમાં ગેંડા, ચિત્તા અને મગર સહિતની મુખ્ય પ્રજાતિઓના પુનર્વસનની કામગીરી પણ કરવામાં આવી છે.
તાજેતરમાં મેક્સિકો, વેનેઝુએલા વગેરે દેશોમાં વિદેશી બચાવ મિશનમાં પણ ભાગ લીધો હતો. મધ્ય અમેરિકન ઝૂ ઓથોરીટીને મદદ કરી હતી. ત્યાંથી ઘણાં મોટા પ્રાણીઓ લાવવામાં આવ્યા હતા. જેમાં ભારતમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે કાયદા અને નિયમોનું પાલન કરાયું છે.
અનંત અંબાણીએ જણાવ્યું હતું કે, “ખૂબ જ નાની ઉંમરે મારા માટે શોખ કામ શરૂ થયું હતું. મિશન બની ગયું છે. ભારતીય મૂળની ગંભીર રીતે લુપ્તપ્રાય પ્રજાતિઓનું રક્ષણ કરવાનો છે. ભારતમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા મળી છે. ભારતના અને વિશ્વના કેટલાક ટોચના પ્રાણીશાસ્ત્રી અને તબીબી નિષ્ણાતો જોડાયા છે. સરકારી સંસ્થાઓ, સંશોધન અને શૈક્ષણિક સંસ્થાઓ માર્ગદર્શન આપે છે.
હું દરેક પ્રાણીમાં ભગવાન જોઉ છું, કેટલાક હાથીઓ તો રાધિકાનો આવાજ પણ ઓળખે છે. બિઝનેસમાં નંબર વન રહેવાની સાથે અંબાણી પરીવાર સેવાકિય કાર્યોમાં પણ હંમેશા અગ્રેસર રહે છે. પ્રાણીઓની સારવાર અને દેખભાળ માટે રીલાયન્સ ગ્રુપ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.
ભારતના તમામ 150-થી વધુ પ્રાણીસંગ્રહાલયોને તાલીમ આપશે. પ્રાણીઓની સંભાળમાં સુધાર લાવવા માટે ઝૂ ઓથોરિટી ઓફ ઈન્ડિયા સાથે ભાગીદારી કરી છે. વૈશ્વિક સ્તરે આશાનું કિરણ બની રહેશે. વૈશ્વિક જૈવવિવિધતા (ગ્લોબલ બાયોડાઇવર્સિટી)ના રક્ષણ માટે મદદ કરશે. વ્યાવસાયિક અને કરુણાનું સંયોજન છે. હું જીવ સેવા (પ્રાણીઓની સંભાળ) ને ભગવાન અને માનવતાની સેવા તરીકે જોઉં છું. અવાજ વિનાની સેવા એ સૌથી મોટી સેવા છે. પ્રાણીઓની સેવા કરવાનો આ પાઠ મને મારી માતા પાસેથી મળ્યો છે.
હું જેટલો મુંબઈનો છું તેટલો જ હું જામનગરનો છું. દાદા (ધીરુભાઈ અંબાણી)એ જામનગરમાં રિફાઈનરીનું સપનું જોયું હતું. પિતા (મુકેશ અંબાણીએ) દાદાનું સપનું પૂરું કર્યું. આજે જામનગરમાં વિશ્વની સૌથી મોટી રિફાઈનરી છે. આ સાથે તેણે વધુમાં કહ્યું કે ‘મારી માતા (નીતા અંબાણીએ) જામનગરમાં 1000 એકરનું જંગલ બનાવ્યું હતું. 1995થી માતાએ ખૂબ જ મહેનત કરી છે. માતાએ જામનગરમાં ટાઉનશીપ બનાવી.અહીં તેમણે 8.5 કરોડ વૃક્ષો વાવ્યા.
જામનગરમાં વિશ્વનો સૌથી મોટો કેરીનો બાગ છે. તે કેરી પરિમલ નથવાણી અધિકારીઓ, રાજકારણીઓ અને પત્રકારોને પહોંચાડે છે. તેઓ ઓબ્લિગેશનનો વેપાર કરે છે.
ગ્રીન્સ ઝૂઓલોજિકલ રેસ્ક્યુ સેન્ટર વર્ષ 2020 માં શરૂ થયું હતું.
હાથી કેન્દ્ર
હાથીઓ માટેના શેલ્ટર્સ, એન્ક્લોઝર્સ, હાઇડ્રોથેરાપી પૂલ્સ, જળાશયો અને આર્થરાઇટિસની સારવાર માટેના એલિફન્ટ જકુઝી છે. આ સેન્ટર 200થી વધુ હાથીઓ છે. 500નો સ્ટાફ છે. પશુચિકિત્સકો, જીવવિજ્ઞાનીઓ, રોગવિજ્ઞાનીઓ, પોષણશાસ્ત્રીઓ અને પ્રકૃતિશાસ્ત્રીઓ છે.
25,000 ચોરસ ફૂટની વિશ્વની સૌથી મોટી એલિફન્ટ હોસ્પિટલ છે. જે પોર્ટેબલ એક્સ-રે, લેસર, ફાર્મસી, પેથોલોજી, નિદાન માટે આયાતી એલિફન્ટ રિસ્ટ્રેઇનિંગ ડિવાઇસ, હાઇડ્રોલિક પુલી અને ક્રેન્સ, હાઇડ્રોલિક સર્જિકલ ટેબલ અને હાથીઓ માટે હાઇપરબેરિક ઓક્સિજન છે. આ હોસ્પિટલ કેટરેક અને એન્ડોસ્કોપિક ગાઇડેડ ઓપરેશન કરે છે. એન્ડોસ્કોપી સાધન છે. કોઈપણ શસ્ત્રક્રિયા કરી શકે છે.
14000 ચોરસ ફૂટનું રસોડું છે. આયુર્વેદ તકનીકો પણ અજમાવે છે. ગરમ તેલના મસાજથી લઈને મુલતાની માટી સુધીના ઉપચારો સાથે આયુર્વેદ પ્રેક્ટિશનરો હાથીઓ માટે કામ કરે છે.
રેસ્ક્યૂ એન્ડ રેહાબિલિટેશન સેન્ટરમાં 2 હજાર પ્રાણીઓ છે. આ તમામ વિમાન દ્વારા લાવવામાં આવ્યા છે.
અમદાવાદ અને જામનગર હવાઈ મથકે લાવવામાં આવ્યા છે.
જંગલી પ્રાણીઓ માટે 650 એકરનું રેસ્ક્યૂ એન્ડ રેહાબિલિટેશન સેન્ટર છે. ભારત અને સમગ્ર વિશ્વમાંથી યાતનાદાયક અને ખતરનાક વાતાવરણમાંથી બચાવવામાં આવેલા પ્રાણીઓને રાખવામાં આવેલા છે.
ભારતમાંથી ઈજાગ્રસ્ત 200 દીપડાઓને બચાવ્યા છે. તમિલનાડુમાં ખીચોખીચ અને ભીડભાડવાળી ફેસિલિટીમાંથી 1000થી વધુ મગરોને બચાવાયા છે. આફ્રિકામાં શિકારની જગ્યાઓમાંથી, સ્લોવાકિયામાં અસાધ્ય રોગના ભય હેઠળ પીડાતા, મેક્સિકોની ફેસિલિટીઝમાં ગંભીર રીતે પીડિત પ્રાણીઓને બચાવ્યા છે.
લુપ્ત પ્રજાતિનું સંવનન
લુપ્તપ્રાય પ્રજાતિના સાત ભારતીય અને વિદેશી પ્રાણીઓનો કન્ઝર્વેશન બ્રીડિંગ પ્રોગ્રામ શરૂ કર્યો છે. અનામત સંખ્યા ઊભી કરી લુપ્ત થતાં પ્રાણીઓ બચાવી શકાય. 200 હાથીઓ, 300થી વધુ ચિત્તા, વાઘ, સિંહ, જગુઆર વગેરે, 300થી વધુ શાકાહારી પ્રાણીઓ જેમ કે હરણ અને 1200થી વધુ સરિસૃપ જેમ કે મગર, સાપ અને કાચબા છે.
રેસ્ક્યુ અને એક્સચેન્જમાં કાયદાનું અનુસરણ
બચાવાયેલાં તમામ પ્રાણીઓને ઝૂ રૂલ્સ, 2009ની માન્યતાઓ મુજબ તેમજ વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન એક્ટ, 1972 હેઠળ સ્થાપિત જોગવાઈઓ અનુસાર સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ઉપરાંત જે-તે રાજ્યના ચીફ વાઈલ્ડલાઈફ વોર્ડનની આગોતરી મંજૂરીઓ મેળવ્યા બાદ વનતારા ખાતે લાવવામાં આવે છે.
સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી તરફથી અનુમતિ /મંજૂરી મળે તે પછી તમામ પ્રાણીઓના દેશ અને વિદેશમાં આપલે હાથ ધરવામાં આવે છે. સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી, વન-પર્યાવરણ અને જલવાયુ પરિવર્તન મંત્રાલય, વિદેશ વ્યાપાર મહાનિદેશક, પશુ સંવર્ધન અને ડેરી વિભાગ તથા વન્યજીવ ગુના નિયંત્રણ બ્યૂરો પાસેથી જરૂરી મંજૂરીઓ મેળવ્યા પછી આવાં પ્રાણીઓને લાવવામાં આવે છે.
રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સહયોગ
વેનેઝુએલન નેશનલ ફાઉન્ડેશન ઓફ ઝૂસ જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે નિકટતાથી કામ કરીને તેમજ સ્મીથસોનિયન અને વર્લ્ડ એસોશિયેશન ઓફ ઝૂસ એન્ડ એક્વારિયમ્સ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ સાથે જોડાઈને વનતારા પ્રોગ્રામને અપ્રતિમ લાભ મળ્યો છે. ભારતમાં, તે નેશનલ ઝૂઓલોજીકલ પાર્ક, આસામ સ્ટેટ ઝૂ, નાગાલેન્ડ ઝૂઓલોજીકલ પાર્ક, સરદાર પટેલ ઝૂઓલોજીકલ પાર્ક વગેરે સંસ્થાઓ સાથે સહયોગથી કામ કરે છે.
પ્રાણીઓનું રેસ્ક્યુ (ઉગારવા) અને કન્ઝર્વેશન (સંવર્ધન) કરાય છે.
રિલાયન્સ ફાઉન્ડેશનની ‘વનતારા’ એટલે કે સ્ટાર ઓફ ધ ફોરેસ્ટ છે.
બર્મીશ અજગર
બર્મીશ અજગર સાપોની સૌથી મોટી પ્રજાતિઓમાંથી એક છે. તેમ છતાં IUCN રેડ લિસ્ટ અનુસાર, તે ‘અસુરક્ષિત’માં લિસ્ટેડ છે. માદા બર્મીશ અજગરને કોઇલોમિક ફોલ્લા થયા હતાં. જેના કારણે તેને ભૂખ લાગતી ન હતી. તે મરણાવસ્થા પર આવી ગઇ હતી. સાપનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.
પશુ ચિકિસ્તકોએ તે સાપને સામાન્ય રીતે બેભાન રાખ્યો અને તેના શરીરમાં છિદ્ર કર્યુ. ઓપરેશન દરમિયાન પશુ ચિકિત્સકોએ પરુથી ભરેલો 3 ફૂટ અને 4.5 કિલોગ્રામનો ફોલ્લો પણ કાઢ્યો. ડોક્ટરોએ તેને હટાવીને ટાંકા લીધા. સુધાર જોવા મળ્યો. જ્યારે સાપને ભૂખ લાગી અને તેણે નિયમિત રીતે ભોજન કરવાનું શરૂ કર્યુ.
બ્લેક એશિયાટીક રીંછ
રેસ્ક્યૂ કરાયેલા બ્લેક એશિયાટીક રીંછને નવજીવન અપાયું છે. નોર્થઇસ્ટ ભારતમાંથી બચાવવામાં આવેલા એશિયાટિક બ્લેક રીંછની એક જોડી ગંભીર આરોગ્ય સમસ્યાઓનો સામનો કરી રહી હતી. શ્વાસની તકલીફ હતી. રીંછની જોડીને કુપોષણ-પ્રેરિત હાડકાંની સમસ્યાઓ તેમના શ્વાસને અસર કરતી હોવાનું બહાર આવ્યું હતું. એક્સપર્ટ ટીમે એપિડરમલ ગ્રોથ ફેક્ટર્સ અને એનાબોલિક સ્ટેરોઇડ્સનો ઉપયોગ કરીને બ્રિધિંગ પેટર્ન વધારવા અને ખરાબ ન્યૂટ્રીશનના કારણે થતી મોર્ફોલોજિકલ સમસ્યાઓને સુધારવા માટે ટ્રીટમેન્ટ શરૂ કરી હતી. આ સારવાર બાદ રીંછની સ્થિતિમાં સુધારો થયો અને તેમને નવજીવન મળ્યું હતું.
પ્રિવેડીંગ
મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણી હાલમાં ફિયાન્સ રાધિકા મર્ચન્ટ સાથેના પ્રિ-વેડિંગ ફંક્શનને કારણે ચર્ચામાં છે.
ગુજરાતનું ઘરેણું છે આ જગ્યા, જ્યાં થશે અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેરેમની રાખી છે. RIL અને રિલાયન્સ ફાઉન્ડેશનના બોર્ડના ડિરેક્ટર અનંત અંબાણીની લીડરશિપ હેઠળ વંતારા ઇનિશિએટિવ એક વિચારમાંથી વાસ્તવિકતા બન્યુ હતું. અનંત ગુજરાતના જામનગરમાં 1 માર્ચથી 3 માર્ચ સુધી તેની ફિયાન્સ રાધિકા મર્ચન્ટ સાથે પ્રી-વેડિંગ સેલિબ્રેશન માટેની તૈયારીઓમાં વ્યસ્ત છે. તેમના આ સેલિબ્રેશનમાં બિઝનેસ, એન્ટરટેઇનમેન્ટ અને સ્પોર્ટ્સની દુનિયાના સૌથી મોટા નામાંકિત ચહેરાઓ ઉપસ્થિત રહેશે.
3 હજાર કર્મચારીઓમાં 20-30 સ્થળાંતર કરનારાઓ છે, આ બધા લોકો આ કેન્દ્રમાં શિક્ષકો અથવા પ્રોફેસરની ભૂમિકામાં છે. દોઢ વર્ષમાં તૈયાર કરાયું છે. વિશ્વનું સૌથી મોટું રેસ્ક્યું સેન્ટર છે. કોવિડમાં બિલ્ડીંગ બનાવેલું છે.
2008માં પહેલો હાથી રાસ્કયું કરાયો હતો. 2010માં હાથીનું સ્થાન બનાવાયું હતું. જંગલ સાથે,
રિલાયન્સ ફાઉન્ડેશન શું છે?
રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને અધ્યક્ષ નીતા અંબાણી છે. આ સંસ્થા ગ્રામીણ વિસ્તારોના વિકાસ, શિક્ષણ, આરોગ્ય, રમતગમત, આપત્તિ વ્યવસ્થાપન, મહિલા ઉત્થાન, કલા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનું કામ કરે છે. અત્યાર સુધી સંસ્થાએ 55400 ગામડાઓમાં 72 લાખ લોકોના ઉત્થાન માટે કામ કર્યું છે.
દ્વારકા-જામનગર રોડ પર લાલપુર તાલુકામાં આવેલું છે. જ્યાં દરિયો છે.
2022
જુલાઈ 2022માં પ્રાણી સંગ્રહાલય તરીકે બતાવવામાં આવતું હતું.
આફ્રિકન સિંહો અને રોયલ બંગાળ વાઘ પ્રાણીસંગ્રહાલયમાં છે.
અમેરિકન રીંછ, જગુઆર, ઓસેલોટ્સ અને આલ્બિનો સિંહ છે. 79 પ્રજાતિઓના 1,689 પ્રાણીઓને રાખવાની જાહેરાત કરાઈ હતી. જેમાં 27 પ્રજાતિઓ વિદેશી હાવાનું કહેવામાં આવ્યું હતું. જેમાં ચિત્તા, જગુઆર, જગુઆરુંડી, પિગ્મી હિપ્પો, જિરાફ, ઝેબ્રા, કાંગારૂ, સફેદ ગેંડા અને આફ્રિકન હાથી સહિત 257 પ્રાણીઓ હોવાની જાહેરાત કરાઈ હતી.
બે કાર્ગો ફ્લાઈટમાંથી ડિલિવરી આવી, એક અમદાવાદમાં અને બીજી જામનગરમાં.
કેપીબારસ, મલયાન ટેપીર્સ, મેરકાટ્સ, માર્મોસેટ્સ અમેરિકન વાનર) અને બિન્ટુરોંગ્સ છે.
વિશાળ ખિસકોલી, પેંગોલિન, સ્વેમ્પ ડીયર, એક શિંગડાવાળા ગેંડા અને ઢોલ જંગલી કૂતરા સહિત 238 પ્રાણીઓ હતા. કોર્પોરેટ અફેર્સ ડિરેક્ટર પરિમલ નથવાણીએ ટાઈમ્સને જણાવ્યું હતું.
ડાઉન ટુ અર્થ પ્રમાણે
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલયનું નિર્માણ કરશે, કંપનીના ટોચના એક્ઝિક્યુટિવએ 20 ડિસેમ્બર, 2020 ના રોજ પ્રકાશિત થયેલા અહેવાલમાં ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા, અમદાવાદને પુષ્ટિ આપી છે.
જામનગર નજીક મોટી ખાવડી ખાતે રિલાયન્સની રિફાઈનરી પાસે 280 એકર જમીન પર પ્રાણી સંગ્રહાલય બનાવવામાં આવશે. 100 વિવિધ પ્રજાતિઓ રહેશે. પ્રાણી સંગ્રહાલય બે વર્ષમાં લોકો માટે ખોલવામાં આવશે.
પ્રાણી સંગ્રહાલય રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીના પુત્ર અનંતનો પ્રોજેક્ટ છે.
માર્ચ 2018 માં ત્રણ દાયકા પહેલાં સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની સ્થાપના થઈ હોવા છતાં, ભારતમાં પ્રાણીસંગ્રહાલયોની સ્થિતિ દયનીય હતી.પ્રાણીઓને કેદમાં રાખવાની વિભાવના પર પણ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો.
પૂર્વી ચીનના જિઆંગસુ પ્રાંતમાં પ્રજાતિની છેલ્લી જીવિત માદાના મૃત્યુ પછી વિશ્વના દુર્લભ કાચબાની પ્રજાતિના પુનરુત્થાનની આશા ઠગારી નીવડી હતી. જો કે, આ પ્રજાતિને હવે ટકી રહેવાની તક મળી શકે છે.
IUCN એ 10 ડિસેમ્બરે તેની રેડ લિસ્ટનું નવીનતમ અપડેટ બહાર પાડ્યું હતું જેમાં તેણે જાહેરાત કરી હતી કે 31 પ્રજાતિઓ લુપ્ત થઈ ગઈ છે.
બસ્ટર્ડ સંરક્ષણ
કચ્છના નલિયામાં ગ્રેટ ઈન્ડિયન બસ્ટાર્ડ નિવાસસ્થાનમાંથી પસાર થતી તમામ પાવર ટ્રાન્સમિશન લાઈનોને અંડરગ્રાઉન્ડ કરવાની દરખાસ્તને કેન્દ્રીય ઉર્જા મંત્રાલય અને રાજસ્થાન સરકાર તરફથી સમર્થન મળ્યું નથી.
રાજસ્થાનના વન અને ઉર્જા વિભાગના અગ્ર સચિવે નિર્ણય લીધો છે કે ટ્રાન્સમિશન લાઇનને ભૂગર્ભમાં મૂકવી શક્ય બનશે નહીં.
ઈન્ડિયન એક્પ્રેસ
ઓગસ્ટ 2022માં જામનગરમાં રિલાયન્સના પ્રાણી સંગ્રહાલયના નિર્માણ સામેની જાહેર હીતની અરજી સર્વોચ્ચ અદાલતે ફગાવી દીધી હતી.
અરજદારે ખાનગી સંસ્થા ગ્રીન્સ ઝૂઓલોજિકલ રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટરને પ્રાણી સંગ્રહાલય સ્થાપવા માટે આપવામાં આવેલી પરવાનગી પર પ્રશ્ન ઉઠાવ્યો હતો.
કેન્દ્રીય ઝૂ ઓથોરિટી દ્વારા આપવામાં આવેલી પરવાનગી અને તેને ભારત અથવા વિદેશના અન્ય પ્રાણીસંગ્રહાલયોમાંથી પ્રાણીઓ મેળવવાની મંજૂરીને પડકારી હતી. તેમણે કેન્દ્રના મેનેજમેન્ટની SIT તપાસની પણ માંગ કરી હતી.
દિલ્હી સ્થિત વકીલ અરજદાર કન્હૈયા કુમાર દ્વારા ઉઠાવવામાં આવેલા વાંધાઓને નકારી કાઢ્યા હતા.
ન્યાયાધીશ દિનેશ મહેશ્વરી અને કૃષ્ણ મુરારીની બેન્ચે કહ્યું, અમને પ્રતિવાદી નંબરના પ્રાણી સંગ્રહાલય અને બચાવ કેન્દ્રને માન્યતા આપવામાં કોઈ કાનૂની નબળાઈ જોવા મળતી નથી.
મેક્સિકો ઉપરાંત આસામ, ચેન્નાઈ અને મધ્ય પ્રદેશમાંથી પ્રાણી સંગ્રહાલયમાં લાવવામાં આવતા અહેવાલોને ટાંકીને કોર્ટનો સંપર્ક કર્યો હતો.
કુમારે દલીલ કરી હતી કે “તે એક ખાનગી પ્રાણી સંગ્રહાલય છે જેના માટે માસ્ટર લેઆઉટ પ્લાન… ફેબ્રુઆરી 2019 માં મંજૂર કરવામાં આવ્યો હતો, પરંતુ તે સ્પષ્ટ નથી કે તે કેવી રીતે વિદેશમાંથી અથવા જાહેર પ્રાણી સંગ્રહાલયમાંથી પ્રાણીઓને લઈ જવા પાત્ર છે.
પ્રાણીઓને વ્યવસાય કરવા માટે રાખવા સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. બચાવ કેન્દ્ર બનાવવાની આડમાં વ્યવસાયિક પ્રવૃત્તિ કરવા માંગે છે.
કેન્દ્ર સરકારે તમામ આરોપોને નકારી કાઢ્યા હતા. યોગ્ય નિરીક્ષણ અને મૂલ્યાંકન પછી કેન્દ્રને યોગ્ય માન્યતા આપી હતી. પ્રાણી સંગ્રહાલય પ્રાણીઓના કલ્યાણ માટે બિન-લાભકારી સંસ્થા તરીકે કામ કરી રહ્યું છે.
પ્રાણી સંગ્રહાલયના અધિકારીઓએ જણાવ્યું હતું કે ઝૂઓલોજિકલ પાર્ક સિવાય, અન્ય કોઈ વિસ્તાર લોકો માટે ખુલ્લો રહેશે નહીં. માત્ર એક બચાવ કેન્દ્ર તરીકે જાળવવામાં આવશે. પાર્કમાંથી કોઈ આવક થશે, તો કર ચૂકવ્યા પછી તેનો ઉપયોગ બચાવ, રાહત અને પુનર્વસન કામગીરી માટે જ કરવામાં આવશે.
ગુજરાત વડી અદાલત
ઓગસ્ટ 2022માં સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા પછી, ગુજરાત હાઇકોર્ટે જાહેર હીતની અરજીને ફગાવી દીધી હતી. અદાલતે કહ્યું કે, અમે પુનર્વસન કેન્દ્રની એકંદર કામગીરીથી સ્વતંત્ર રીતે સંતુષ્ટ છીએ.
અરજીમાં પ્રાણીઓના સ્થાનાંતરણની વાત કરવામાં સામે પ્રશ્ન કર્યો. ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ આશુતોષ શાસ્ત્રીની ખંડપીઠે કહ્યું કે અરજદાર બચાવ અને પુનર્વસન કેન્દ્રની માન્યતા અને પરવાનગીના મુદ્દાને ગંભીરતાથી ઉઠાવતો ન હોવાથી કોર્ટ સંતુષ્ટ છે.
પ્રાણી સંગ્રહાલયને આપવામાં આવેલી માન્યતામાં કોઈ ગેરકાયદેસરતા નથી.
અરજીની યોગ્યતા નથી અને તેથી તે વિચારણાને પાત્ર નથી.
CZA એ ઓગસ્ટ 2020 માં ખાનગી સુવિધાને માન્યતા આપી.
2023માં કેન્દ્રીય પર્યાવરણ, વન પ્રધાન ભૂપેન્દ્ર યાદવ નિર્માણાધીન ગ્રીન ઝૂઓલોજિકલ, રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટરની મુલાકાત લીધી હતી.
મે 2023માં દક્ષિણ આફ્રિકાથી જમ્બો કાર્ગો એરપ્લેનમાં 20 કાળિયાર અને હરણ 11 બોક્સમાં અમદાવાદ એરપોર્ટ પર આવ્યા હતા.
2022માં પ્રાણી સંગ્રહાલયમાં કુલ 270 પ્રાણીઓ આવ્યા હતા, જેમાં 10 ફેબ્રુઆરીએ આવેલા 39 વાંદરાઓ અને ચિમ્પાન્ઝીનો સમાવેશ થાય છે.
પ્રાણીઓને લઈ જતું બીજું વિમાન 11 મેના રોજ અમદાવાદ એરપોર્ટ પર હતું. કસ્ટમ ક્લિયરન્સમાંથી પસાર થવું પડ્યું હતું.
21 ડિસેમ્બર, 2020માં જાહેરાત પ્રમાણે પ્રાણી સંગ્રહાલય આગામી બે વર્ષમાં પૂર્ણ થવાની ધારણા છે.
ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયના અધિક મુખ્ય સચિવ એમ કે દાસે જણાવ્યું હતું કે, મોટા પ્રાણીસંગ્રહાલયોમાંનું એક, એક જગ્યાએ, ખૂબ જ જલ્દી જામનગર આવી રહ્યું છે.
તેમની આ વાત પછી હવે એક એવી વાત આવી કહી છે કે, કેવડીયામાં પણ રિલાયંસ આવું ઝૂ બનાવી શકે છે.
સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી પર અપલોડ કરાયેલી વિગતો અનુસાર, મેગા ઝૂને ‘ગ્રીન્સ ઝૂઓલોજિકલ રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન કિંગડમ’ જાહેરાત કરાઈ હતી.
પછી નામ કેમ બદલાયું તે સવાલ છે.
પ્રોજેક્ટ રિપોર્ટ સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની 33મી બેઠકમાં મંજૂર કરવામાં આવ્યો હતો. 12 ફેબ્રુઆરી 2019માં ઝૂ ઓથોરીટીએ વેબસાઇટે માહિતી આપી હતી. જેમાં ફ્રોગ હાઉસ, ડ્રેગન લેન્ડ, રોડન્ટ્સ લેન્ડ, એક્વેટિક કિંગડમ, ભારતનું જંગલ, વેસ્ટ કોસ્ટના સ્વેમ્પ્સ, ભારતીય રણ હતા.
કેવડિયામાં મોત થાય તો જામનગરમાં કેમ નહીં
કેવડિયા સ્ટેચ્યૂ ઓફ યુનિટીના જંગલ સફારીમાં વિદેશ અને દેશના 295 પ્રાણીઓ લાવવામાં આવ્યા હતા. બે વર્ષના અરસામાં ત્રણ ખિસકોલી મંકી, ત્રણ થામીન હરણ સહિત કુલ 38 પ્રાણીઓના મોત થયા હતા.
બે વર્ષમાં 4.15 લાખનો ખર્ચ કરાયો હતો. ગુજરાત વિધાનસભા ગૃહમાં રાજ્ય સરકારે આ માહિતી આપી હતી.
બે વર્ષમાં જે 295 પ્રાણી લવાયા તેમાં છ ઘરિયલ, બે રિંગટેલ લેમુર, બે રેડ ઈગ્વાના, બે લીલા ઈગ્વાના, બે કપૂચિન વાંદરા, 10 લોરીરિટ રેઈન બો, 10 બ્લ્યુ ફિઝન્ટ, 8 ઈમુ, 10 ગોલ્ડન બ્લ્યુ મકાઉ, 94 ગ્રીન ચિક્કડ કોનુર, 12 સન કોનુર, ત્રણ ઝેબ્રા વગેરે સામેલ છે.
વર્ષ 2019-20-21માં પ્રાણીઓ અને પક્ષીઓને લાવવા 5 કરોડ 50 લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
2022માં 53 દેશી-વિદેશી પ્રાણીઓ અને પક્ષીઓના મોત થયા હતા.
પશુઓ અને પક્ષીઓના મોત વાહિકાતંત્ર અને શ્વસનતંત્ર નિષ્ફળ જતાં થયા છે. મૃત્યુના અન્ય કારણોમાં હાયપોવોલેમિક શાઙ્ઘક, એસ્ફેક્સિયા, મલ્ટી-ઓર્ગન ફેઈલ્યોર, પેટમાં ગંભીર દુઃખાવો, ન્યૂમોનિયા અને હૃદય બંધ થઈ જવાનો સમાવેશ થાય છે. 10 લાખ પ્રવાસીઓ પાસેથી 20 કરોડ આવક થઈ હતી.
આ પાર્કમાં વિદેશમાંથી લવાયેલા બ્લ્યુ ફિઝન્ટ, સન કોનુર, અલ્પાકા અને સિલ્વર ફ્રઝન્ટ જેવા પ્રાણીઓની સંખ્યા ખુબ ઓછી થઇ રહી છે. મળતી માહિતી અનુસાર, તે પ્રાણીઓને અહીનું વાતાવરણ અનુકૂળ આવતું નથી.
20 ટકા પ્રાણીઓ અને પક્ષીઓ મોતને ભેટે છે.
રિલાયંસમાં આનાથી વધારે મોત થઈ શકે છે કારણ કે નર્મદા બંધ પાસે કુદરતી જંગલ છે. જામનગરમાં દરિયાનો ભેજ અને કૃત્રિમ જંગલ છે. જામનગરમાં પણ મૃત્યુના કારણોમાં હાયપોવોલેમિક શૉક, એસ્ફેક્સિયા, મલ્ટી-ઓર્ગન ફેઈલ્યોર, પેટમાં ગંભીર દુઃખાવો, ન્યૂમોનિયા અને હૃદય બંધ થઈ જવાનું હોઈ શકે છે.
રિલાયંસે જાહેર કરવું જોઈએ કે કેટલાં પ્રાણીઓ લાવવામાં આવ્યા અને કેટલાં મોત થયા.
જામનગરનું વાતાવરણ અનુકૂળ છે કે કેમ તે જાહેર કરવું જોઈએ.
વડાપ્રધાન જંગલ સફારી ખુલ્લું મૂકતાં હોય ત્યાં આટલા મોત થતાં હોય તો અનંત ખુલ્લું મૂકે ત્યાં મોતની શક્યતા વધારે છે. 1800 પ્રાણીઓ કેવિયામાં લાવવાના છે.
ગુજરાત સરકારે છેલ્લા 6 મહિનામાં 26 સિંહ એનિમલ એક્સચેન્જ સ્કીમ હેઠળ આપ્યા છે અને તેના બદલામાં 300 પ્રાણીઓ આવ્યા છે.
રિલાન્સ દ્વારા શું આપવામાં આવ્યું તે એક સવાલ છે. કેવડીયામાં પહેલાં મહિનામાં જ 3 વિદેશી પ્રાણીઓના મોત થયા હતા. તો રિલાયન્સમાં કેટલાં મોત થયા હશે? લોકોના પ્રશ્નનોનો ઉત્તર રિલાયન્સ આપતી નથી. આપશે પણ નહીં.