Gujarat રાજકોટના 55 વર્ષના ઉદ્યોગપતિ ભરત પરસાણા અને કચ્છ માધાપરમાં 56 વર્ષથી ખેતી કરતાં ખેડૂત વેલજીભાઈ ભુડીયા 9426991112 ખેતીમાં અનેક પ્રયોગો કરવા માટે જાણીતા છે. તેમણે કૃષિ પાકો પર દૂધ છાંટીને અકલ્પનીય પરિણામ મળ્યા છે. ફૂલ આવવાની અવસ્થાએ કોઈ પણ પાક પર 15 લિટર પંપના પાણીમાં 250 મીલીગ્રામ ગાયનુ તાજુ દોહેલું દૂધ છાંટતા ઉત્પાદનમાં 25 ટકાનો વધારો અને ખર્ચમાં પણ એટલો જ ઘટાડો થાય છે. તમામ પાક પર શ્રેષ્ઠ પરિણામ મળે છે. અત્યારે સમગ્ર ભારતની નજર ગુજરાત ઉપર છે. સૌથી પહેલાં આ પદ્ધતિની શોધ કચ્છનાં એક ખેડૂતે કરી અને તેનો પ્રચાર ભરત પરસાણા કરી રહ્યાં છે.
વેલજીભાઈ ભુડીયા દૂધનો છંટકાવ જંતુનાશક તરીકે તો કામ કરે છે સાથે છોડને પોષણનું કામ કરે છે. આમ એક જ વસ્તુ ઝેર અને અમૃતનું કામ કરે છે. તેઓ 10 વર્ષથી દૂધનો પ્રયોગ કરે છે. ખાસ કરીને જ્યારે પાક પર ફૂલો આવે ત્યારે તેના પર દૂધ ગોળનું મિશ્રણ છાંટવામાં આવે ત્યારે ઉત્પાદનમાં તેના સારા પરિણામો આવે છે. પાકમાં ફૂલ આવવાની તૈયારી થાય એટલે દૂધ અને ગોળનો નો છંટકાવ કરી દેવાથી ફૂલનું ફલીનીકણ વધી જાય છે. સારું ફ્લાવરીંગ આવે છે. પાકની રોનક સારી આવે છે. આરોગ્ય સારું રહે છે.
દૂધ ગોળના આંદોલનકારી ભરત પરસાણાએ જે વાત કહી તે અહીં આપવામાં આવી છે.
શું છે પદ્ધતિ
ખેતીને કરોડો રૂપિયાનો ફાયદો થઈ રહ્યો છે અને રસાયણો વગરની ખેતી બની ગઈ છે. દરેક પ્રકારના રોગમાં 15 લીટરના દવા છાંટવાના પંપમાં 250 મીલી ગાયનુ઼ દૂધ અને એટલું જ ગૌમૂત્ર મિશ્ર કરી તેનો છંટકાવ કરવાથી લાભદાયી પરિણામ મળે છે.
જીરૂના પાકમાં કલ્પના બહારના પરિણામ મળ્યા છે. દૂધનો પ્રયોગ કરીને દુનિયા હવે ઝેર ખાવાનું બંધ કરી શકે એવી સ્થિતી આવીને ઊભી છે. રસાયણો વાપરતા નથી. માત્ર કુદરતી ખેતી કરે છે. કુર્મીનો રોગ, ચરમીનો રોગ, માથા બાજી જાય એવા રોગમાં દૂધનો છંટકાવ અદભુત કામ આપે છે. કેરીમાં રોગ હોય કે શક્કર ટેટીમાં રોગ હોય તમામમાં દૂધ ગોળ કામ આપે છે.
ગુજરાતની કૃષિ વિશ્વ વિદ્યાલય આ વાત ન સ્વિકારે એવી છે. પણ હવે હજારો ખેડૂતો તેનો અમલ કરે છે. એક પંપમાં 10 રૂપિયાનું ખર્ચ થાય છે. 26 એપ્રિલ 2021માં આટલી ગરમીમાં તાપ વચ્ચે ડૂંગળી થઈ ન શકે પણ તેમને ખેતરમાં આટલી ગરમી વચ્ચે પણ ડુંગળીનો પાક છે. જે દૂધની ટ્રીટમેન્ટના આધારે છે. જાન્યુઆરીમાં ઘઉં વાવેલા જેના મોતી જેવા દાણા થયા હતા. ચાણાના પાક પર તેનો છંટકાવ કરવામાં આવતાં ચણાનો દાણો મોટો થયો હતો.
રાજકોટના ઉદ્યોગપતિ અને ખેડૂત ભરતભાઈ પરસાણાએ 9726399699 15 લિટર પાણીના પંપમાં 250 મી.લી. દૂધમાં 100 ગ્રામ ગોળ ઉમેરીને વિપુલ ઉત્પાદન માટે ગામડે ગામડે ફરીને આંદોલન શરૂ કર્યું છે. કપાસ, કઠોળ, તલ, શાક, મૂળ જેના પાકોમાં કુકડ આવી ગઈ હોય તો દૂધ તેને તુરંત સુધારે છે. દૂધ વાયરસને ઠંડો કરી દે છે.
દૂધ ગોળથી ઉત્પાદનમાં વધારો
મગફળી 30 મણ
કપાસ 35 મણ
સોયાબીન 30 મણ
ચણા 25 મણ
કપાસમાં તેનો છંટકાવ કર્યો તો તેમાં વિપુલ ઉત્પાદન મળ્યું હતું. ફૂલ ઘાટું બેસે છે અને સવાયું ફળ થાય છે. 25 ટકા ઉત્પાદન વધી જાય છે. નબળો મોલ પડી ગયો હોય તો પણ સારો થઈ જાય છે.
કઈ રીતે શોધ કરી
રાજકોટમાં રહેતા 55 વર્ષના ઉદ્યોગપતિ ભરતભાઈ પરસાણાનો પરિવાર 51 વર્ષથી ઈજનેરી ઉદ્યોગ સાથે જોડાયેલા છે. 12 મોટા દેશ અને ભારતમાં 50 મિલિયન પાઉન્ડની તેની વસ્તુ નિકાસ થાય છે. રાજકોટના ઉદ્યોગ જગત રોલેક્સ ઇન્ડુસટ્રીની 200 વીઘા જમીનમાં દૂધ ગોળનો સફળ પ્રયોગ કર્યો હતો.
તેમના પરિવાર પાસે 300 વર્ષ કરતાં વધુ સમયની 10 પેઢીઓથી સંવર્ધિત થતી એક જ વંશની 20 ગાયો છે. રાજકોટ નજીક સજીવ ખેતી કરે છે.
39 વર્ષના હતા ત્યારે ખેડૂતોને 50 ટકા નફો વધારો કરે એવી ખેતીની સરળ તકનિક શોધવા લાગ્યા હતા. હવે તેઓ આ ટકનિકથી ખેતીમાં 25 ટકાનો નફો વધારી આપવાની ખાતરી આપે છે. 16 વર્ષથી તેઓ રજાના દિવસે સૌરાષ્ટ્ર અને ગુજરાતના ગામડામાં પોતાની કાર લઈને નિકળી જાય છે. ગામ અને ખેતરમાં જઈને ખેડૂતોને દૂધ અને ગોળની ખેતી શિખવે છે. તેના ખેતર પર આ પદ્ધતિ સાવ મફતમાં શિખવે છે. ભરતભાઈએ અત્યાર સુધીમાં ગુજરાતમાં 5 હજાર ખેડૂતોને આ વિદ્યા શિખવી છે. નફો રળવા માટે તેઓ કામ કરતાં નથી. ખેડૂતોની સેવા કરવા Fortuner લઈ ગામડાઓ ખૂંદે છે.
રસાયણોના ઉપયોગ વગર શ્રેષ્ઠ ગુણવત્તા અને શ્રેષ્ઠ સ્વાદની સજીવ શાકભાજી પેદા કરી આપે છે. હાલના શાકભાજીના ભાવ કરતાં 25 ટકા વધુ ભાવે આ વસ્તુ વેચાય છે. તેમણે યોગ્ય પ્રમાણમાં ગાયના દૂધ સાથે ગોળ ભેળવીને છાંટવાની નવી પદ્ધતિ વિકસાવી છે. દર 10 દિવસે એક વખત છોડ પર છાંટવાથી ઉત્પાદનમાં વધારો કેમ થાય તે શિખવે છે. દીવેલા તથા ગાયના છાણમાંથી બનાવેલા ખાતરનો ઉપયોગ કરે છે. તેની સરળ ટેક્નીકો વિક્સાવી છે.
ભરત પરસાણા 9726399699, જ્ઞાન વહેંચશો તો જ્ઞાન વધશે અને બીજાની જિંદગી સુધરશે. આવતા પાંચ વરસમાં ભારત ભરમાં દૂધ ગોળની ખેતી શરૂ કરાવી દેવી છે. તે માટે હું મારું પોતાનું ખર્ચ કરવા તૈયાર છું.
જંતુનાશક દવા બનાવવા ગૌમૂત્ર, ખાટી છાશ અને ફટકડીનો ઉપયોગ કરે છે.
દૂધમાં કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, મિનરલ્સ અને વિટામિન્સ હોય છે, જ્યારે ગોળમાં ભારે પ્રમાણમાં કાર્બોહાઇડ્રેટ્સ હોય છે. જ્યારે આ મિશ્રણ છોડ પર છાંટવામાં આવે છે ત્યારે તે છોડને જીવ – જંતુઓ સામે લડવા માટે રોગપ્રતિકાર શક્તિ વધારી આપવાનું કામ કરે છે.
દેશ દુનિયામાં દૂધ ગોળનો એટલો પ્રચાર પ્રસાર થઈ રહીયો છે કે આવતા પાંચ વરસમાં દેશ દુનિયા લીલી નાઘેર થઈ જશે. દૂધ ગોળ વિશ્વ ને સજીવ ખેતીમાં નવો રાહ બતાવશે. મારો દૂધ ગોળ નો વિડિઓ 1.5 કરોડ લોકો સુધી દેશ દુનિયામાં શેર થયો હતો. ભારત સહિત સમગ્ર વિશ્વમાં 1 જૂને વિશ્વ દૂધ દિવસની ઉજવણી કરવામાં આવે છે. તેમાં દૂધ ગોળની પદ્ધતિ લાવવાની જરૂર છે.
દેશ દુનિયામાંમાં જંતુનાશન દવા અને રાસાણિક ખાતરથી શ્રુષ્ટિનો વિનાશ થઈ રહ્યો છે. રોજ સેંકડો જાતિ નાશ પામી રહી છે. શ્રુષ્ટિ ને બચાવવાનો ઉપાય દૂધ ગોળ છે. આવતા દિવસોમાં બીમારી ઘરે ઘરે હશે
ખેડૂત સાથે સૌથી વધારે છેતરપિંડી જંતુનાશક દવા વાળા કરે છે. તેથી મારું અંતિમ ઈચ્છા છે કે, જીવું ત્યાં સુધી વિશ્વમાં ગાય આધારિત ખેતી ઓર્ગેનિક ખેતીનો પ્રચાર પ્રસાર કરવો છે.
ભારતની ખેતી વિદેશની પદ્ધતિએ થાય છે. વિદેશમાં દવા અને ખાતરનું પ્રમાણ ભાન છે અહીં નથી. આડેધડ વપરાય છે. બીયારણ, જંતુનાશક, ફર્ટીલાઈઝર, ફળફળાદી, રોપા, દેશી બી અને ફળોનો નાશ વિદેશી કૃષિ નીતિના કારણે થઈ ગયો છે. વીટામીન Aથી શરૂ કરી B2 સુધીની આખી શ્રુંખલાનો નાશ થઈ રહ્યો છે. વિદેશી બી, બી બગરની જાતો, ઓછા સમયમાં પાકતી જાતો અને ઠીંગણી જાતોના બીયારણે માણસને ઠીંગણો બનાવ્યો ! વહેલા પાકતી જાતો વહેલા સ્વર્ગ બતાવે ! સીડલેસ જાતો ખાય તેને નપુસંક બનાવે !
દેશી વનસ્પતી – ઝાડ – વેલા જ્યાં ફાઇબર ભરપૂર પ્રમાણમાં પ્રાપ્ત હતું, તેનો નાશ થઈ રહ્યો છે. યુવાનો નપુસંક બની IVF નો સહારો લેવા માંડ્યા છે.
આંદોલન
કૃષિ વિશ્વ વિદ્યાલયો અને કૃષિ વિભાગે યોજનાઓમાં પૈસા બરબાદ કર્યા છે. માનવજાતને પાંગળી બનાવી છે. નાણાં ખેડૂતોના હિત માટે કૃષિમાં વિજળી – પાણી – બજાર – અને રક્ષણ માટે વાપર્યા હોત તો ખેડૂત લાચાર ન હોત. ખેડૂત સાથે કામ કરવું દુનિયાનું કઠિન કામ છે. 20 વરસથી ગામડાના ખાડા ખબડા રોડ ઉપર ગાડી ચલાવી લોકોને સમજાવું છું કે, ખેતરમાં ઝહેર છાટવાનું બંધ કરો. આગલી પેઢીનું વિચારો કેવા બાળકો જન્મ લેશે. તેથી કપાસ મગફળી સોયાબીન માં ફ્લાવરિંગ નો સમય ઘણા ખેડૂત દૂધ ગોળ છાટવા લાગ્યા છે. જન આંદોલન છે. દેશ બચાવો છે. ખેડૂત બચાવવા છે.
ખેડૂતોની લૂંટ
ખાવામાં રસાયણો આવતાં દવાખાને જવું પડે છે, મેડિકલ મોંઘુ થતું જાય છે. ડૉક્ટર બેફામ બિલ લૂટે છે. એગ્રો કુકાનો વાળાના વળતા પાણી થયા છે. તેઓએ ખેડૂતને બહુ લૂંટ્યા છે. ખેડૂત સાથે કદી ગદારી કરતા નહીં. પ્રાકૃત્તિક ખેતીના બહાને પણ લૂંટ ચાલી રહી છે. પ્રાકૃતિક ખેતીના ઘણા પ્રયોગ ચાલે છે તેમાં સફળ પ્રયોગ હોઈ તો દૂધ ગોળનો પ્રયોગ છે. ગોંડલ નો મોટા માં મોટો ખેડૂત એગ્રો વાળો એમ કહે છે અમારા ધન્ધામાં બહુજ મંદી આવી છે.
મધમાખી
મધ માખી ઉછેર કેન્દ્રના મેહુલ ભીમાણી એમ કહે છે કોઈ પણ ખેતરમાં દૂધ ગોળ છાટેલ હશે મધ માખી 3 કિલોમીટર દૂર હશે ત્યાંથી મધ માખી ખેડૂતના દૂધ ગોળ છાટેલ ખેતરમાં આવી જશે. દિગુભા જાડેજા જામજોધપુરવાળા કહે છે તેમને સોશ્યિલ મીડિયા દ્વારા 150 દેશમાં દૂધ ગોળનો પ્રચાર કર્યો છે. આપણા ખેતરમાં મધ માખીજ પોલિનેશનનું કામ કરે છે. દૂધ ગોળ છાંટવાથી 3 કિમી દૂરથી સુગંધથી મધમાંખી આવી જાય છે. દૂધ ગોળ દુનિયાની આર્થિક સ્તિથી સુધારી નાખશે. પહેલા દવા ખાતર બચશે ખેડૂતનું ઉત્પાદન વધશે. પ્રજાને સારુ ખાવાનું મળશે. દવાનું ખર્ચ ઘટશે.માણસોની ઉત્પાદન ક્ષમતા વદશે.
ભરતભાઈએ કહેલી સફળ વાતોમાંથી કેટલીક અહીં આપી છે.
સફળ કથા
ખેડૂત રાસાયણિક ખાતર અને રસાયણીક જંતુનાશક દવાથી થાકી ગયા છે.
બોટાદ જિલ્લાના સુરેશ ભદ્રેસિયાના ખેતરમાં 25 ટકા વધુ ઉત્પાદન મેળવેલું હતું.
ઓસ્ટ્રેલિયામાં મારાં મિત્રની દીકરી કેન્સર સાથે જન્મી હતી. મહેરબાની કરીને ખેતરમાં ઝેર છાંટો નહીં. સરકારે નકલી ઓર્ગેનિક ખાતર અને દવા સામે ઝૂંબેશ ઉપાડી છે.
ક્રષ્ણમણી સ્વામી પ્રણામી ધર્મ જામનગર 250 વીઘા જમીનમાં દૂધ ગોળના પ્રયોગ કરે છે.
પાળીયાદમાં 300 વીઘા જમીનમાં દૂધ ગોળ વાપરે છે. 600 ગાયો છે.
જામ કંડોરણાના ખેડૂત ધીરૂભાઈ અમિપરા 9824478876 ના ખેતરમાં તલમાં કાળીયો રોગ આવી ગયો હતો. જેને કોઈ દવા નથી. પણ તે રોગ પર દૂધનો છંટકાવ કર્યો તો તલ સારા થઈ ગયા. તે તલ ઉખેડીને ફેંકી દેવાના હતા તે તલમાં સારું ઉત્પાદન મળ્યું હતું.
ગીર માં 52 વીઘાનો આંબાનો બગીચો 37 લાખમાં ઉંચો ઇઝારો દૂધ ગોળના પ્રયોગથી ગયો હતો.
ગીરના માનપર ગામના ગૌતમ ઊંધાડના ખેતરમાં 30% દૂધ ગોળનો કેસર કેરીમાં ઉપયોગ થાય છે.
વંથલી 9824598738, માધાવપુર-પોરબંદર 9898525085, સુરતવાલા 9824297255નો પણ સંપર્ક કરી શકાય છે.
દરે જિલ્લામાં જીરામાં દૂધ ગોળ ખેડૂત બહુ કમાણા છે.
ધનરાજભાઈ ચૌધરીએ પાલનપુર તાલુકામાં 75% ખેડૂત પ્રાકૃતિક ખેતી કરતા થઈ ગયા તેમાં 100 % દૂધ ગોળ છાંટે છે.
રમણીકભાઈ પટેલ કોટડા સાંગાણી વાલા ને ઇસરાઈલ માંથી માહિતી મળી કે ઇસરાઈલ ના ખેડૂતોએ દૂધ ગોળ નો પ્રયોગ ચાલુ કર્યો
બનારસકાંઠા ના ગોવિંદભાઇ ચૌધરી ના કહેવા મુજબ જિલ્લા માં 12000 ખેડૂત પ્રાકૃતિક ખેતી કરે છે તેમાં 90% ખેડૂત દૂધ ગોળ નો પ્રયોગ કરે છે
જેતપુરના ભેદા પીપળીયા ગામના મૂળ વતની ભાવેશ પટેલ હાલ ઓસ્ટ્રેલિયામાં રહે છે. તેમના ચેરીના ફાર્મમાં ફ્લાવરિંગ વખતે દૂધ ગોળનો પ્રયોગ કરતા હતા.
28/07/23માં જામનગર રિલાયન્સના આંબાના બગીચામાં દૂધ ગોળના પ્રયોગો કરાયા હતા. સારુ પરિણામ મળ્યું હતું. 2024માં 1 લાખ આંબામાં દૂધ ગોળનો પ્રયોગ કરશે.
આ વર્ષે હજારો ખેડૂતોએ જીરુંમાં દૂધ ગોળ છાંટ્યું હતું તેમાં સારો ઉતારો આવ્યો હતો. ગામ નો સરપંચ નહીં સુધરે ત્યાં સુધી ગામડા નો વિકાસ નહીં થાય.
ભારતમાં દૂધ ગોળનો ઉપયોગ ધૂમ મચાવી રહિયો છે.
હળવદ તાલુકાનું કોંઢ ગામમાં 10000ની વસ્તી છે તેમાં 80% ખેડૂત દૂધ ગોળનો પ્રયોગ કરે છે.
રમેશ ઘોણીયા દેવચડી વાળા 9979443083 કપાસનું વાવેતર કર્યું હતું તેમને દૂધ ગોળ નો પ્રયોગ કર્યો હતો ઉતારો 41મણ આવેલો હતો.
જ્યાર થી ભારત માં દૂધ ગોળ ના પ્રયોગ આવ્યા છે ગાય ની માંગ નીકળી તેમ જાણકારો પાસે થી જાણવા મળ્યું
બોરડી શામઢીયાળા તાલૂકા જેતપુરમાં ખેડૂતો દૂધ ગોળ વાપરે છે.
અમેરિકામાં કેટલાંક ગુજરાતીઓએ દૂધ ગોળનો ઉપયોગ શરૂ કર્યો છે.
ધાર્મિક સંસ્થાના ફાર્મમાં 250 મિલી દૂધ 100 ગ્રામ ગોળ 250 મિલી ગૌમૂત્રનો છટકાંવ કરે છે એટલે રોગ જીવાત આવતી નથી.
ગામ ભેદા પીપડીઆ, તાલૂકો જેતપુરમાં રવિ કયાડાએ દૂધ ગોળથી મગફળીમાં 40 મણનો ઉતારો લીધો છે.
5 વર્ષથી ઉપરના બાળકોને દૂધમાં ગોળ નાખી આપવાથી એનીમિયા, હીમોગ્લોબીનની ઉણપ, મેદસ્વિતા રોકવામાં મદદ, ડાયાબિટીસનો ખતરો ઓછો કરે, ઈંસ્ટન્ટ એનર્જી મળે, લોહીને સાફ કરે, પાચન તંત્રને મજબૂત કરે, ગેસ, એસિડિટી અને અપચો ન થાય, ભૂખ લગાડે, ઈમ્યૂનિટીને બૂસ્ટ કરે, શરીરમાં ગરમાવો લાવે, આયર્ન આપે છે. વૈદને કે તબિબને પૂછીને જ પ્રયોગ કરવા.