Gujarat Rain: ગુજરાતમાં વરસાદ સતત તબાહી મચાવી રહ્યો છે અને અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.
Gujarat Rain : હવામાન વિભાગે આજે ગુજરાતના 13 જિલ્લામાં વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. રાજકોટ, વડોદરા અને સુરતમાં પૂરના કારણે પરિસ્થિતિ ગંભીર બની છે, જેના પગલે રાહત અને બચાવ કામગીરી માટે સેનાને તૈનાત કરવામાં આવી છે.
છેલ્લા ચાર દિવસથી દક્ષિણ ગુજરાતથી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પાયમાલી થઈ છે. વરસાદના કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 28 થઈ ગઈ છે.સેનાના હેલિકોપ્ટર દ્વારા પૂર પ્રભાવિત વિસ્તારોમાં લોકોને ખાદ્યપદાર્થો અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓ મોકલવામાં આવી રહી છે. સ્થાનિક વહીવટીતંત્ર અને રાહત ટીમો અસરગ્રસ્ત લોકોને વહેલી તકે મદદ પહોંચાડવાના તમામ શક્ય પ્રયાસો કરી રહી છે.