Gujarat Politics: ગુજરાત ભાજપમાં તણાવ, શહેર પ્રમુખને લઈને લેવામાં આવી શકે છે મહત્વપૂર્ણ નિર્ણય
ગુજરાતમાં ભાજપના શહેર અને જિલ્લાવાર પ્રમુખોની પસંદગી આગામી સમયમાં જાહેર થઈ શકે
સુરત શહેર પ્રમુખ તરીકે પૂર્વ ધારાસભ્ય ઝંખના પટેલ અને પૂર્વ મેયર હેમારી બોઘાવાલાનું નામ ચર્ચાઈ રહ્યું
ગાંધીનગર, શુક્રવાર
Gujarat Politics: ગુજરાત ભાજપમાં શહેર અને જિલ્લાવાર પ્રમુખોની પસંદગી આગામી સમયમાં જાહેર થઈ શકે છે. દિલ્હીમાંથી મોટા ભાગના નામોને મંજુરી મળી છે, પરંતુ સુરત, રાજકોટ અને વડોદરામાં આંતરિક ગૂંચવણના કારણે પાર્ટી મહિલાને તક આપી શકે છે. આ ત્રણ શહેરોમાં ભાજપના જૂથવાદને દૂર કરવા માટે મહિલા નેતાઓને પ્રમુખ પદ આપવાનું વિચારવામાં આવી રહ્યું છે.
આ ત્રણ શહેરોમાં જેમના નામ ચર્ચામાં છે, તેમાં વડોદરામાં પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ અને પૂર્વ મેયર ડૉ. જિગિશા શેઠના નામો આગળ છે. રાજકોટમાં પૂર્વ મેયર બીના આચાર્ય અને રક્ષા બોળિયાના નામોની ચર્ચા છે, અને સુરતમાં પૂર્વ ધારાસભ્ય ઝંખના પટેલ અને પૂર્વ મેયર હેમારી બોઘાવાલાનું નામ પ્રચલિત છે. સૂત્રોના મતો મુજબ, માત્ર બાયોડેટા પર આધાર રાખીને નવા પ્રમુખની પસંદગી કરવી એ જરૂરી નથી; કેટલીકવાર નવા ચહેરાની એન્ટ્રી પણ થઈ શકે છે.
તાજેતરમાં ગુજરાતના નેતાઓની દિલ્હી બેઠકમાં શહેર પ્રમુખની પસંદગી અંગે ચર્ચાઓ થઈ હતી. ગુજરાતમાં ભાજપના શહેર અને જિલ્લાની પ્રમુખ પસંદગી માટે અનેક દાવેદારો અને લોબીંગ થઈ છે, જેમાં ખાસ કરીને વડોદરામાં મંચ પર ઉતરી જવા માટે થોડી બબાલ પણ થઈ હતી.