ગાંધીનગરઃ ગુજરાતમાં આવતી કાલે રવિવારે પાલિકા, તાલુકા-જીલ્લા પંચાયતોની ચૂંટણી માટે મતદાન યોજાનારું છે. જોકે, ચૂંટણી સમય દારૂની રેલમછેલ થાય તે પહેલા પોલીસ સતક્ર બનીને દારૂનો મોટો જથ્થો પકડી પાડ્યો હતો. ગુજરાત રાજ્યની રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર રાજ્ય તથા કેન્દ્રશાષીત પ્રદેશ દિવ દમણ અને દાદરા નગરહવેલી સાથે સંકળાયેલ આંતરરાજ્ય સરહદ ઉપર કુલ 97 આંતરરાજ્ય ચેકપોસ્ટ ઉભી કરવામાં આવેલ છે. તે ઉપરાંત 437 જેટલી આંતરિક ચેક ચેકપોસ્ટ ઉભી કરવામાં આવેલ છે. જે ચેક પોસ્ટ પર થી 19.90 લાખ નો દેશી દારૂ 10.44 કરોડનો વિદેશી દારૂ, 2 કરોડ રોકડ,15.57 કરોડના વાહન અને 2.11 કરોડ ની અન્ય વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે.
ચૂંટણીઓ શાંતિપૂર્ણ રીતે પૂરી થાય તે માટે પોલીસ દ્વારા જરૂરી બંદોબસ્ત રાખવા માટેની પણ તમામ તૈયારીઓ કરી દેવામાં આવેલ છે. તમામ 23,932 મથકો ઉપર પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવશે. ખાસ કરીએ જે મતદાન મથકો સંવેદનશીલ છે, ત્યાં વિશેષ તકેદારી રાખવા વધુ પોલીસ ફોર્સ રાખવામાં આવશે. આવા તમામ સંવેદનશીલ મથકોની ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા મુકાલાત લઇને તેની સુરક્ષાની સમીક્ષા પણ કરવામાં આવી છે. પોલીસ
જ્યાં ચૂંટણીઓ છે તે તમામ એકમોમાં જે હાજર પોલીસ મેહકમ છે, તેના 80% મહેકમ ચૂંટણીના દિવસે ચૂંટણી પ્રક્રિયા માટે વાપરવામાં આવશે. આ મહેકમમાં અંદાજે – 26000 જેટલા કોન્સ્ટબ્યુલરી સ્ટાફ અને 2800 જેટલા અધિકારીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત હાલમાં આ એકમો પાસે 31 જેટલી SRPની કંપનીઓ ઉપલબ્ધ છે તેનો પણ ચૂંટણી પ્રક્રિયામાં ઉપયોગ થશે.
આ બંદોબસ્ત ઉપરાંત, ડી.જી.પી.ની કચેરી તરફથી અન્ય એકમોમાથી પણ વિશેષ બંદોબસ્ત ચૂંટણી માટે આપવામાં આવેલ છે. જેમાં 13-DySP, ૩૦-PI, 34-PSI બહારથી કુલ મળીને 15000 જેટલા પોલીસ કોન્સ્ટબલ અને ૬૪ જેટલી SRPની કંપનીઓ પણ તૈનાત કરવામાં આવેલ છે. આ ઉપરાંત, તમામ એકમોમાં કુલ મળીને 54,500જેટલા હોમગાર્ડ અને જી.આર.ડી.ના સભ્યોને પણ ચૂંટણી બંદોબસ્તમાં ફરજો આપવામાં આવેલ છે.
આ ઉપરાંત કેન્દ્ર સરકાર તરફથી આ ચૂંટણીના બંદોબસ્ત માટે કુલ-12પેરામીલટરીની કંપનીઓ પણ આપવામાં આવેલ છે. જેનો પણ અલગ-અલગ જગ્યાએ બંદોબસ્ત આપવામાં આવેલ છે.