લોકરક્ષક ભરતીની પરીક્ષાનું પેપર લીક થઈ જતા તેને રદ્દ કરવામાં આવી છે. પેપર લીકની ઘટનાની CMએ ગંભીરતાથી નોંધ લીધી છે. CM વિજય રૂપાણીએ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે. તેમજ ફરીથી પરીક્ષા સમયે ઉમેદવારોને બસભાડું નહીં આપવું પડે તેવી જાહેરાત કરી છે. જેમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતુ કે ઉમેદવારોનું બસનું ભાડું રાજ્ય સરકાર ચુકવશે તેમજ આવી ઘટના ફરી ન બને તે માટે વિભાગોને સૂચના આપવામાં આવી છે.
લોકરક્ષક ભરતી બોર્ડના અધ્યક્ષ વિકાસ સહાયે જાહેરાત કરી છે કે અસામાજિક તત્વો દ્વારા પરીક્ષાનું પેપર લીક કરાયું છે. જેથી લોકરક્ષક ભરતી માટેની પરીક્ષા આજે યોજાવાની નથી.