આજ રોજ લોક સુરક્ષા દળનું પેપર લીક થતા રાજ્યમાં ચકચાર મચી ગયો છે. આવા સમયે પાટીદાર નેતા હાર્દિક પટેલો પોતાનો આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જે લોકો પેપર સાચવી નથી શકતા એ ગુજરાત સાચવવાની વાતો કરે છે!! ક્યાં સુધી રોજગારીનાં નામે યુવાનોનું શોષણ થતુ રહેશે.
હાર્દિક પટેલે જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા લેવાતી પરીક્ષાઓ કોઇ ને કોઇ અણઆવડત ને લીધે રદ્ કરવામાં આવે છે. પરીક્ષાઓ કોર્ટ કેસના છબરડામાં ફસાય છે અને ફરી વિદ્યાર્થીઓને પરીક્ષા આપવી પડે છે. ગુજરાત સરકાર એક પરિક્ષા સરખી રીતે નથી કરાવી શકતી તો રાજ્ય કેવી રીતે ચલાવતી હશે, એ તમે જ વિચારો. લોકરક્ષણ દળની પરીક્ષાનું પેપર લીક થયુ. રાજ્યમાં વર્ષોથી એક પણ ભરતી નિષ્પક્ષ રીતે કરવામાં આવી નથી. રાજ્યમાં લાખો યુવાનો સાથે અન્યાય થઈ રહ્યો છે. સરકારની બેદરકારીના કારણે અનેક યુવાનોનું ભવિષ્ય અધ્ધરતાલ થયા છે. જો સરકાર પરિક્ષા નિષ્પક્ષ રીતે ન કરાવી શકતી હોય તો આવી સરકારે રાજીનામું આપી દેવુ જોઈએ.
લોકરક્ષક દળની પરિક્ષા રદ્ થતા યુવાનોનાં સપનાં તૂટ્યા.
હાર્દિકે જણાવ્યું હતું કે કોની બેદરકારીના કારણે પેપર લીક થયું? પરીક્ષા કેન્દ્ર પર સઘન સુરક્ષા પણ શા માટે પેપર જ નથી રહેતા સુરક્ષિત?
સ્ટ્રોંગરૂમમાં પેપર હોવા છતાં કઈ રીતે લીક થયા પેપર? લાખો ઉમેદવારોની વર્ષોની તૈયારી પર કોણ પાણી ફેરવી રહ્યું છે? સરકાર પેપર લીક થવાની જવાબદારી લેશે ? યુવાનોને ન્યાય કોણ આપશે ? પેપર લીક કરનારા કોણ છે ગદ્દારો?લાખો ઉમેદવારોની વર્ષોની તૈયારી પર કોણ પાણી ફેરવી રહ્યું છે? શું પેપર લીક કરનારા મોટા માથાઓની થશે ધરપકડ? લાખો વિદ્યાર્થીઓની મહેનત પર પાણી ફેરવનારાઓ ક્યારે ઝડપાશે? સરકાર પેપર લીક થવાની જવાબદારી લેશે ? યુવાનોને ન્યાય કોણ આપશે ?
હાર્દિકે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ગુજરાતના નાનકડાં એવા ગામનો એક વિદ્યાર્થી પરીક્ષાનું ફોર્મ ભરે. પછી એ પરીક્ષાની તૈયારી માટે દિવસ-રાત એક કરી નાખે. પોલીસ જેવી ભરતીની પરીક્ષામાં તો શારીરિક કૌશલ્ય અને સાથે સાથે પરીક્ષાની તૈયારીઓ તો ખરી જ. અને પછી થાય શું ? જે આજે બન્યું તેમ ! પેપર લીક થઇ જાય. રાત દિવસની મહેનત માથે પડે. સરકાર પેપર લીક થવાની જવાબદારી લેશે ? યુવાનોને ન્યાય કોણ આપશે ? સરકાર દ્વારા પરીક્ષાઓ વિદ્યાર્થીઓના જે-તે શહેર કે ગામમાં નથી લેવાતી. સુરતનો વિદ્યાર્થી અમદાવાદ ધક્કો ખાય અને અમદાવાદના વિદ્યાર્થીનો નંબર જૂનાગઢમાં લાગે. આમા કમાણી તો સરકારને જ છે. મુસાફરીનું ભાડુ અને આંખમાં ઉજાગરા લઇ ગરીબ – મધ્યમવર્ગીય પરિવારનો કોઇ વિદ્યાર્થી પરીક્ષા આપવા માટે આવે અને પરીક્ષા પેપર લીક થયા બાદ નિરાશ થઇને પરત ફરે.સરકાર પેપર લીક થવાની જવાબદારી લેશે ? યુવાનોને ન્યાય કોણ આપશે ?