Gujarat: ગુજરાતની આવકમાં MSME એકમોનો ફાળો 40 ટકા
Gujarat નિકાસમાં ૩૦ ટકા, ઔદ્યોગિક ઉત્પાદનમાં ૧૬%, GDPમાં ૮.૬% ફાળા સાથે ગુજરાત ત્રીજા ક્રમે છે.
ફાર્માસ્યુટીકલ પાર્ટસ, ઓઈલ એન્જિન, બ્રાસપાટ સહિતના ૫૫ હજાર ઉદ્યોગોને ભાજપ સરકારની નીતિને કારણે મૃત્યુ ઘંટ વાગી રહ્યો છે.
Gujarat વેપારી અને સાહસી લોકોના કારણે લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ ક્ષેત્રે ગુજરાત દેશમાં પાંચમાં ક્રમે અને સ્ટાર્ટઅપ ક્ષેત્રે પ્રથમ ક્રમે છે. મહારાષ્ટ્ર કુલ ૫૦.૬૦ લાખ MSME એકમોની નોંધણી સાથે દેશમાં પ્રથમ ક્રમાંકે છે. જ્યારે, ગુજરાત ૨૧.૮૨ લાખ એકમોના ઉદ્યમ નોંધણી સાથે દેશમાં પાંચમા ક્રમે છે.
ગુજરાતમાં પાંચ વર્ષ દરમિયાન ઉદ્યોગ એકમોની નોંધણીમાં પ્રતિવર્ષ સરેરાશ ૨૫ ટકાથી ૩૦ ટકાનો વધારો જોવા મળ્યો છે.
પ્રાયોરીટી સેક્ટર લેન્ડીંગ હેઠળ આવરી લેવામાં આવેલા ઉદ્યોગ એકમોને ધ્યાનમાં લેવામાં આવે તો, ગુજરાતમાં અત્યારે કુલ ૩૨.૫૨ લાખ MSME એકમોની નોંધણી થઇ છે.
૨૧.૮૨ લાખ MSME એકમો પૈકી ૨૦.૮૯ લાખ સૂક્ષ્મ ઉદ્યોગો, ૮૪ હજાર લઘુ ઉદ્યોગો તેમજ ૮,૭૦૦ મધ્યમ ઉદ્યોગો છે.
વર્ષ ૨૦૨૩-૨૪ અને ૨૦૨૪-૨૫ના નવેમ્બર સુધીમાં ગુજરાતના ૪૭ હજાર MSME એકમોને રૂ. ૨,૦૮૯ કરોડની સહાય ચૂકવવામાં આવી છે.
ગુજરાત દેશના ઉત્પાદનમાં ૧૬ ટકા, GDPમાં ૮.૬ ટકા અને રૂ. ૨૬ ટ્રિલિયનના ફાળા સાથે દેશમાં ત્રીજા ક્રમે છે. દેશના નિકાસમાં પણ ગુજરાત ૩૦ ટકા હિસ્સો ધરાવે છે. ગુજરાતની પ્રગતિમાં રાજ્યના MSME ઉદ્યોગોનો ૪૦ ટકા ફાળો છે.